________________
પ્રથમકાર
૪૩
અને માનના ઉદયરૂપ વૈષ પણ જેઓના દૂર થયેલ છે તે વીતરાગ કહેવાય છે. અહીં વીતરાગ છપ્રસ્થ લેવાના છે, પરંતુ દશમા ગુણસ્થાનક સુધીના રાગી છદ્મસ્થ નહિ. આ વીતરાગ છદ્મસ્થ બારમા ગુણસ્થાનવાળા આત્માઓ પણ હોય છે, તેનાથી પૃથફ કરવા માટે ઉપશાંતકષાય વિશેષણ મૂક્યું છે. ઉપશાંતકષાય–જેઓએ કષાયોને સર્વથા ઉપશમાવ્યા છે, એટલે કે કષાયો સત્તામાં હોવા છતાં તેઓને એવી સ્થિતિમાં મૂકી દીધા છે કે જેની અંદર સંક્રમણ અને ઉદ્વર્તન આદિ કરણો, તેમ જ વિપાકોદય કે પ્રદેશોદય કંઈપણ પ્રવર્તતું નથી, મોહનીયકર્મનો જેઓએ સર્વથા ઉપશમ કર્યો છે એવા વીતરાગનું અહીં ગ્રહણ હોવાથી, બારમા ગુણસ્થાનવાળા જુદા પડે છે, કારણ કે તેઓએ તો મોહનો સર્વથા ક્ષયૂ કર્યો છે. ઉપશાંતકષાય વીતરાગ છદ્મસ્થ આત્માનું જે ગુણસ્થાન તે ઉપશાંતકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનકનું સ્વરૂપ ઉપશમશ્રેણિના સ્વરૂપને સમજ્યા વિના બરાબર સમજી શકાય તેમ નથી. ઉપશમશ્રેણિનું સ્વરૂપ આચાર્ય મહારાજ પોતે જ વિસ્તારથી ઉપશમના કરણના અધિકારમાં કહેશે. છતાં અહીં આ ગુણસ્થાનનું સ્વરૂપ કંઈક સમજાય માટે સંક્ષેપમાં કહે છે–જે દ્વારા આત્મા મોહનીયકર્મને સર્વથા શાંત કરે એવી ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી પરિણામની ધારાને ઉપશમશ્રેણિ કહેવાય છે. આ ઉપશમશ્રેણિનો પ્રારંભક અપ્રમત્ત સંયત જ હોય છે. અને ઉપશમશ્રેણિથી પડતા અપ્રમત્ત, પ્રમત્ત દેશવિરતિ, કે અવિરતિમાંનો કોઈપણ હોય છે, એટલે કે પડતાં અનુક્રમે ચોથા સુધી આવે છે અને ત્યાંથી પડે તેં બીજે અને ત્યાંથી પહેલે ગુણઠાણે પણ જાય છે. ભાષ્યકાર ભગવાનું કહે છે કેઉપશમશ્રેણિનો પ્રસ્થાપક અપ્રમત્ત સંયત હોય છે, અને અંતે અપ્રમત્ત પ્રમત્ત, અથવા અવિરતિ પણ થાય છે.” શ્રેણિના બે અંશ છે : ૧. ઉપશમભાવનું સમ્યક્ત, ૨. ઉપશમભાવનું ચારિત્ર. તેમાં ચારિત્ર મોહનીયની ઉપશમના કરતા પહેલાં ઉપશમભાવનું સમ્યક્ત સાતમે ગુણઠાણે જ પ્રાપ્ત થાય છે, કેમકે દર્શનમોહનીયની સાતે પ્રકૃતિઓ સાતમે જ ઉપશમાવે છે, માટે ઉપશમશ્રેણિનો પ્રસ્થાપક અપ્રમત્ત સંયત જ છે એમ કહે છે. કેટલાક અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે–અવિરતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત કે અપ્રમત્ત, ગુણસ્થાનમાંનો કોઈપણ અનંતાનુબંધિ કષાયને ઉપશમાવે છે, અને દર્શનત્રિકાદિને તો સંયમમાં વર્તતો જ ઉપશમાવે છે. આ અભિપ્રાયે ચોથા ગુણસ્થાનકથી ઉપશમશ્રેણિના પ્રારંભક કહી શકાય છે. તેમાં પહેલાં અનંતાનુબંધિ ઉપશમાવે છે, ત્યારપછી અંતર્મુહૂર્ત રહી દર્શનત્રિક ઉપશમાવે છે. દર્શનત્રિકની ઉપશમના થયા બાદ પ્રમત્ત અપ્રમત્ત ગુણઠાણે સેંકડો વાર પરાવર્તન કરીને–ગમનાગમન કરીને અપૂર્વકરણ ગુણસ્થાનકે જાય છે. ત્યાં અંતર્મુહૂર્તપર્યત સ્થિતિઘાતાદિ વડે ઘણી સ્થિતિ અને ઘણો રસ ઓછો કરી અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે જાય છે. અહીં પણ સ્થિતિઘાતાદિ વડે ઘણી સ્થિતિ અને રસ ઓછો કરે છે. આ ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે ચારિત્ર મોહનીયની એકવીસ પ્રકૃતિનું અંતરકરણ કરે છે. ત્યારપછી પહેલાં
૧. અહીં અનંતાનુબંધિની વિસંયોજન કર્યા વિના ઉપશમશ્રેણિ શરૂ કરે નહિ, એમ કેટલાક આચાર્ય કહે છે. તેની વિસંયોજના ચોથાથી સાતમા સુધી થાય છે. ત્યારપછી દર્શન ત્રિકની ઉપશમના સંયમમાં વર્તતાં થાય છે. * ૨ અંતરકરણનું સ્વરૂપ ઉપશમના કરણમાંથી જોઈ લેવું.