________________
પંચસંગ્રહ-૧
૪૨
હોય છે. આ પ્રમાણે આ ગુણસ્થાનના કોઈ પણ સમયમાં રહેલા અધ્યવસાયનો ષસ્થાન પતિત હોય છે. આ રીતે આ ગુણસ્થાનકે એક સાથે ચડેલા જીવોના અધ્યવસાયોમાં પરસ્પર વિશુદ્ધિનું તારતમ્ય હોવાથી આ ગુણસ્થાનનું બીજું નામ નિવૃત્તિ પણ કહેવાય છે.
૯. અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક જેની અંદર એક સાથે ચડેલા જીવોના અધ્યવસાયમાં પરસ્પર તારતમ્ય ન હોય તે અનિવૃત્તિ. જે ગુણસ્થાનકમાં એક સાથે ચડેલા જીવોના અધ્યવસાયમાં પરસ્પર તારતમ્ય હોય તે નિવૃત્તિ કહેવાય છે, અને જે ગુણસ્થાનમાં સાથે ચડેલા જીવોના અધ્યવસાયમાં પરસ્પર તારતમ્ય ન હોય, પરંતુ એકનું જે અધ્યવસાય તે જ બીજાનું, તે જ ત્રીજાનું, એમ અનંતજીવોનું પણ એકસરખું હોય, તે અનિવૃત્તિ ગુણસ્થાનક કહેવાય છે. આ જ આઠમા અને નવમા ગુણસ્થાન વચ્ચે તફાવત છે. તથા જે વડે સંસારમાં રખડે તે સંપરાય એટલે કષાયોદય. જેની અંદર કિટ્ટરૂપે કરાયેલ સૂક્ષ્મ લોભની અપેક્ષાએ સ્થૂલ કષાયોદય હોય તે બાદર સંપરાય કહેવાય છે. તાત્પર્ય એ કે જેની અંદર સાથે ચડેલા જીવોના અધ્યવસાયમાં પરસ્પર તારતમ્ય ન હોય અને બાદર કષાયનો ઉદય હોય તે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્તનો છે. અંતર્મુહૂર્તે પ્રમાણ આ ગુણસ્થાનકના કાળમાં પ્રથમ સમયથી આરંભી ઉત્તરોત્તર અનંતગુણ વિશુદ્ધ અધ્યવસાય હોય છે. એટલે કે પહેલે સમયે જે અધ્યવસાય હોય તેનાથી બીજે સમયે અનંતગુણ વિશુદ્ધ હોય છે, તેનાથી અનંતગુણ વિશુદ્ધ ત્રીજે સમયે હોય છે. આ પ્રમાણે ચરમ સમય પર્યંત જાણવું.' તેથી અંતર્મુહૂર્તના જેટલા સમયો તેટલા જ અધ્યવસાયો આ ગુણસ્થાનકમાં પ્રવેશ કરનારાઓના હોય છે, અધિક હોતા નથી. અહીં પણ આઠમા ગુણસ્થાનકની જેમ સ્થિતિઘાતાદિ પાંચે પદાર્થો પ્રવર્તે છે. આ અનિવૃત્તિ બાદર સંજ્વલન લોભ સિવાય ચારિત્ર મોહનીયની વીસ પ્રકૃતિનો સર્વથા ક્ષય અને ઉપશમ કરતો હોવાથી ક્ષપક અને ઉપશમક એમ બે ભેદે છે.
૧૦. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન—કિટ્ટિરૂપે કરાયેલ સૂક્ષ્મ લોભ કષાયનો ઉદય જેની અંદર હોય તે સૂક્ષ્મ સંપરાય કહેવાય છે. તેના પણ ક્ષપક અને ઉપશમક એવા બે ભેદ છે. કારણ કે અહીં શેષ રહેલ એક સંજ્વલન લોભનો સર્વથા ક્ષય કે ઉપશમ કરે છે. ઉપશમ શ્રેણીવાળો ઉપશમાવે છે, અને ક્ષપક શ્રેણિવાળો ક્ષય કરે છે. તેના જ્ઞાનાદિ ગુણના સ્વરૂપ વિશેષને સૂક્ષ્મસંપ૨ાય ગુણસ્થાન કહે છે.
૧૧. ઉપશાંતકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક—આત્માના જ્ઞાનાદિ ગુણોને જે દબાવે તે છદ્મ એટલે જ્ઞાનાવરણાદિ ધાતિકર્મનો ઉદય, અને તે ઘાતિકર્મના ઉદયવાળા આત્માઓ છદ્મસ્થ કહેવાય છે. દશમા ગુણસ્થાન સુધીના છદ્મસ્થો રાગી પણ હોય છે, તેનાથી પૃથક્ કરવા માટે વીતરાગપદનું ગ્રહણ કર્યું છે. માયા અને લોભ કષાયના ઉદયરૂપ રાગ, અને ઉપલક્ષણથી ક્રોધ
1
૧. અહીં વિશુદ્ધિનો વિચાર બે રીતે થાય છે. ૧. તિર્યન્ગ્યુખી વિશુદ્ધિ, અને ૨. ઊર્ધ્વમુખી વિશુદ્ધિ. એક સાથે ચડેલા જીવોના અધ્યવસાયોમાં પરસ્પર તારતમ્યનો જે વિચાર તે તિર્યંમ્મુખી વિશુદ્ધિ, અને પૂર્વપૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયની વિશુદ્ધિનો જે વિચાર તે ઊર્ધ્વમુખી વિશુદ્ધિ કહેવાય છે. અપૂર્વકરણ નામના કરણે અગર તે નામના ગુણસ્થાને બંને પ્રકારે વિચાર થઈ શકે છે. અને અનિવૃત્તિ નામના કરણે અગર તે નામના ગુણસ્થાને ફક્ત ઊર્ધ્વમુખી વિશુદ્ધિ હોય છે.