________________
પ્રથમકાર
પ્રાપ્ત કરે છે અને ભવિષ્યમાં પ્રાપ્ત કરશે તે સઘળા જીવોની અપેક્ષાએ જઘન્યથી આરંભી ઉત્કૃષ્ટ પર્વત અનુક્રમે ચડતા ચડતા અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ અધ્યવસાયનાં સ્થાનકો હોય છે. કારણ કે એકીસાથે આ ગુણસ્થાને ચડેલા પ્રથમ સમયવર્તી કેટલાએક જીવોના અધ્યવસાયોમાં તરતમતાનો પણ સંભવ છે. અને તરતમતાની સંખ્યા કેવલજ્ઞાની મહારાજે એટલી જ દેખેલી છે. આ કારણથી અહીં એમ પણ ન જ કહી શકાય કે–આ ગુણસ્થાનકના પ્રથમ સમયને પ્રાપ્ત કરનારા ત્રિકાળવર્તી જીવો અનંત હોવાથી, તથા પરસ્પર અધ્યવસાયનું તારતમ્ય હોવાથી, અધ્યવસાયો અનંતા હોય છે. કેમકે જીવો પ્રાયઃ સમાન અધ્યવસાયવાળા હોવાથી જીવોની સંખ્યા અનંત હોવા છતાં પણ અધ્યવસાયની સંખ્યા તો અસંખ્ય લોકાકાશ પ્રદેશપ્રમાણ જ છે. તથા પ્રથમ સમયે જે સ્વરૂપવાળા અને જેટલા અધ્યવસાયો હોય છે, તેનાથી દ્વિતીય સમયે અન્ય અને સંખ્યામાં વધારે અધ્યવસાયો હોય છે. બીજે સમયે જે અધ્યવસાયો હોય છે, તેનાથી અન્ય અને અધિક ત્રીજે સમયે હોય છે. ત્રીજે સમયે જે અને જેટલા અધ્યવસાયો છે, તેનાથી અન્ય અને વધારે ચોથે સમયે હોય છે. આ પ્રમાણે અપૂર્વકરણના ચરમસમય પર્વત કહી જવું. ઉપરોક્ત અધ્યવસાયોની સ્થાપના કરવામાં આવે એટલે કે અનુક્રમે નીચે નીચે તેની સંખ્યા મૂકવામાં આવે તો સમાન સંખ્યા નહિ હોવાથી વિષમ ચતુરગ્ન ક્ષેત્ર રોકે છે.
પ્રશ્ન–આ ગુણસ્થાનમાં પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અધ્યવસાયો વધે છે, તેનું શું કારણ ?
ઉત્તર–જીવ સ્વભાવ જ કારણ છે. આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરનારા આત્માઓ પ્રત્યેક સમયે ક્ષયોપશમની વિચિત્રતાને લઈને વિશુદ્ધિના પ્રકર્ષને પ્રાપ્ત કરતા જીવ સ્વભાવે જ ભિન્ન ભિન્ન અધ્યવસાયોમાં વર્તે છે. અને તેથી જ પહેલે સમયે સાથે ચડેલા જીવોમાં જે અધ્યવસાયની ભિન્નતા છે, તે કરતાં બીજા સમયે વધારે ભિન્નતા જણાય છે. આ ગુણસ્થાનના પ્રથમ સમયના જઘન્ય અધ્યવસાયથી પ્રથમ સમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણ વિશુદ્ધ છે. અહીં જઘન્ય અધ્યવસાય આ ગુણસ્થાનકની અપેક્ષાએ સમજવું. કારણ કે અપ્રમત્ત ગુણસ્થાનના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી આ ગુણસ્થાનનું જઘન્ય અધ્યવસાય પણ અનંતગુણવિશુદ્ધ હોય છે. પહેલા સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી બીજા સમયનું જઘન્ય અધ્યવસાય પણ અનંતગુણવિશુદ્ધ છે. ઉપર પહેલા સમયના અધ્યવસાયોથી બીજા સમયના અધ્યવસાયો જુદા છે એમ જે કહ્યું, તેનું કારણ આ જ છે. કારણ કે પહેલા સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી બીજા સમયનું જઘન્ય અધ્યવસાય ત્યારે જ અનંતગુણ હોઈ શકે કે જ્યારે પહેલા સમયના અધ્યવસાયોથી બીજા સમયના અધ્યવસાયો જુદા જ હોય. તેનાથી તે જ સમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણ વિશુદ્ધ છે, એ પ્રમાણે કહેતાં ત્યાં સુધી જવું કે હિચરમ સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી ચરમ સમયનું જઘન્ય અનંતગુણ વિશુદ્ધ છે, તેનાથી તે જ ચરમ સમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણ વિશુદ્ધ છે. આ રીતે એક જ સમયના અધ્યવસાયો પણ પરસ્પર અનંતભાગ વૃદ્ધ, અસંખ્યાતભાગ વૃદ્ધ, સંખ્યાતભાગ વૃદ્ધ, સંખ્યાતગુણ વૃદ્ધ, અસંખ્યાત ગુણવૃદ્ધ અને અનંતગુણવૃદ્ધ એમ છ સ્થાન યુક્ત હોય છે. એટલે કે વિશુદ્ધિની અપેક્ષાએ જઘન્ય અધ્યવસાયથી કેટલાક અધ્યવસાયો અનંતભાગ અધિક વિશુદ્ધ, કેટલાક અસંખ્યાત ભાગ અધિક વિશુદ્ધ, કેટલાક સંખ્યાત ભાગ અધિક વિશુદ્ધ એમ કેટલાક સંખ્યાતગુણ અસંખ્યાતગુણ અને અનંતગુણ અધિક વિશુદ્ધ પંચ૦૧-૬