________________
૪૦
પંચસંગ્રહ-૧ વિશુદ્ધિ તીવ્ર હોવાથી થોડા કાળમાં ઘણી સ્થિતિ અને ઘણો રસ દૂર કરે છે.
૩. ગુણશ્રેણિ અત્યંત વિશુદ્ધ અધ્યવસાય વડે અપવર્તના કરણથી ઉપરની સ્થિતિમાંથી ઉતારેલાં દલિતોને શીધ્ર ખપાવવા માટે ઉદય સમયથી આરંભી અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સ્થાનકોની અંદર પૂર્વ પૂર્વ સ્થાનકથી ઉત્તર ઉત્તર સ્થાનોમાં અસંખ્ય અસંખ્યગુણાકારે દલિકોને જે ગોઠવવા તે ગુણશ્રેણિ. ઉપરની સ્થિતિમાંથી પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય અસંખ્યગુણ દલિતો ઉતારે છે, અને તેને ઉદયસમયથી આરંભી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થાનકોમાં અસંખ્યાતગુણ વૃદ્ધિએ ગોઠવે છે. જેમકે પહેલે સમયે જે દલિકો ઉતાર્યા તેમાંથી ઉદયસમયમાં થોડાં, તેનાથી પછીના સ્થિતિસ્થાનમાં અસંખ્યાતગુણા, તેનાથી પછીના સ્થિતિસ્થાનમાં અસંખ્યાતગુણ એમ પૂર્વ પૂર્વ સ્થાનથી ઉત્તર ઉત્તરસ્થાનમાં અસંખ્યાતગુણ વૃદ્ધિએ અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થાનોમાં ગોઠવે છે. બીજા સમયે પૂર્વ સમયથી અસંખ્યગુણા વધારે ઉતારે છે, તેને પણ એ જ ક્રમે અસંખ્યાતગુણ વૃદ્ધિએ ગોઠવે છે. આ પ્રમાણે ત્રીજા આદિ સમયો માટે પણ સમજવું. પૂર્વ ગુણસ્થાનોમાં મંદ વિશુદ્ધિ હોવાથી અપવર્ણના કરણ વડે ઉપરનાં સ્થાનોમાંથી અલ્પ પ્રમાણમાં દલિક ઉતારતો હતો, અને તેની વધારે કાળમાં થોડાં દલિક ભોગવાય તે પ્રમાણે રચના કરતો હતો. અહીં તીવ્ર વિશુદ્ધિ હોવાથી અપવર્તના કરણ વડે ઉપરનાં સ્થાનોમાંથી વધારે પ્રમાણમાં દલિકો ઉતારે છે, અને થોડા કાળમાં ઘણાં દૂર થાય એ પ્રમાણે તેની રચના કરે છે.
૪. ગુણસંક્રમ–સત્તામાં રહેલા અબધ્યમાન અશુભ પ્રકૃતિનાં દલિતોને બધ્યમાન શુભ પ્રકૃતિમાં પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ વૃદ્ધિએ સંક્રમાવવા–બંધાતી પ્રકૃતિરૂપે કરવા, તે ગુણસંક્રમ. તે પણ અહીં અપૂર્વ કરે છે.
૫. અપૂર્વસ્થિતિબંધ—પૂર્વે અશુદ્ધ પરિણામ હોવાથી કર્મોની દીર્ઘસ્થિતિ બાંધતો હતો આ ગુણસ્થાનકે તીવ્ર વિશુદ્ધિ હોવાથી અલ્પ અલ્પ સ્થિતિબંધ કરે છે. અને તે પણ પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર–પછી પછીનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન કરે છે. અપૂર્વકરણના પહેલે સમયે જે સ્થિતિબંધ કરે છે, તેનાથી અનુક્રમે ઘટતા ઘટતા ત્યારપછીનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમાભાગે હીન કરે છે. એ પ્રમાણે દરેક સ્થિતિબંધ બદલાય છે. આ પ્રમાણે અપૂર્વકરણમાં પાંચે પદાર્થો પ્રવર્તે છે. આ અપૂર્વકરણ બે પ્રકારે છે : ૧. લપક, ૨. ઉપશમક. ચારિત્રમોહનીય કર્મનો ક્ષય અને ઉપશમ કરવાને યોગ્ય હોવાથી રાજ્ય યોગ્ય કુંવરને રાજાની જેમ તે ક્ષેપક અને ઉપશમક કહેવાય છે. કેમકે અહીં ચારિત્રમોહનીયની એક પણ પ્રકૃતિનો સર્વથા ક્ષય કે ઉપશમ કરતો નથી. તેનું જે ગુણસ્થાન તે અપૂર્વકરણ ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનકે ત્રિકાળવર્તી અનેક જીવોની અપેક્ષાએ સમયે સમયે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનો હોય છે, અને તે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે વધતા વધતા હોય છે. તે આ પ્રમાણે—જેઓએ ભૂતકાળમાં આ ગુણસ્થાનના પ્રથમ સમયને પ્રાપ્ત કર્યો હતો, વર્તમાનમાં
૧. અપવર્ણના કરણ વડે ઉપરનાં સ્થાનોમાંથી ઉતારેલાં દલિકોને અંતર્મુહર્ત પ્રમાણ સ્થાનોમાં ગોઠવે છે. ઉપરનાં ગુણસ્થાનોમાં આ અંતર્મુહૂર્ત મોટું હતું, આ ગુણસ્થાનકે તે નાનું છે એટલે થોડા દળમાં ઘણાં દલિકોને દૂર કરે છે.