________________
પ્રથમકાર
૩૯
પરિણામવાળો થાય એવો પ્રમાદયુક્ત જે મુનિ તે પ્રમત્ત કહેવાય છે. આવા પ્રમાદયુક્ત સંયતનું જે ગુણસ્થાન એટલે કે વિશુદ્ધિ-અવિશુદ્ધિની તીવ્રતા અને મંદતા વડે થયેલો જે સ્વરૂપનો ભેદ તે પ્રમત્તસંયત ગુણસ્થાન કહેવાય છે. અહીં દેશવિરતિ ગુણસ્થાનની અપેક્ષાએ અનંતગુણ વિશુદ્ધિ હોવાથી વિશુદ્ધિનો પ્રકર્ષ અને અવિશુદ્ધિનો અપકર્ષ છે, અને અપ્રમત્ત ગુણસ્થાનની અપેક્ષાએ અનંતગુણહીન વિશુદ્ધિ હોવાથી વિશુદ્ધિનો અપકર્ષ અને અવિશુદ્ધિનો પ્રકર્ષ છે. આ પ્રમાણે અન્ય ગુણસ્થાનોમાં પણ પૂર્વ ઉત્તર ગુણસ્થાનની અપેક્ષાએ વિશુદ્ધિ અવિશુદ્ધના પ્રકર્ષ અપકર્ષની યોજના કરી લેવી.
૭. અપ્રમત્ત સંયત ગુણસ્થાન–મંદ સંજ્વલન કષાયનો ઉદય હોવાથી નિદ્રા વિકથા આદિ પ્રમાદ વિનાનો મુનિ અપ્રમત્ત સંયત કહેવાય છે. પ્રમત્તસંયતની અપેક્ષાએ અપ્રમત્ત-સંયત અનંતગુણ વિશુદ્ધ પરિણામવાળો હોય છે. આ અપ્રમત્તસંયતના ત્રણે કાળની અપેક્ષાએ ક્રમશઃ ચડતા ચડતા અસંખ્ય લોકાકાશ પ્રદેશપ્રમાણ વિશુદ્ધિસ્થાનો હોય છે. કહ્યું છે કે “અપ્રમત્તયતિના તરતમભાવે–ક્રમશઃ ચંડતા ચડતા અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ વિશુદ્ધિસ્થાનો જ્ઞાની મહારાજે જાણેલાં છે, કે જેના ઉપર રહેતોને અધ્યવસાયે વર્તતો મુનિ અપ્રમત્ત કહેવાય છે.” આ ભગવાન અપ્રમત્તસંયતને વિશિષ્ટ તપ અને ધર્મધ્યાનાદિના યોગે કર્મો ખપાવતાં, અને તેથી કરીને અપૂર્વ અપૂર્વ વિશુદ્ધિસ્થાનો ઉપર ચડતા મન પર્યવજ્ઞાન આદિ અનેક ઋદ્ધિઓ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે તે અપ્રમત્તસંત મહાત્મા તીવ્ર વિશુદ્ધિના યોગે કર્મ ખપાવતાં શ્રુતસમુદ્રને અવગાહે છે, અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, તથા મન:પર્યવજ્ઞાન અને કોઠાદિ બુદ્ધિઓ પણ પ્રાપ્ત કરે છે. ૧. તથા તે ચારિત્રરૂપ ગણના પ્રભાવથી જંઘાચારણલબ્ધિ, વિદ્યાચારણ લબ્ધિ, અને સર્વોષધિ આદિ અનેક લબ્ધિઓ, તેમ જ અક્ષણમહાનસ આદિ બળો ઉત્પન્ન થાય છે. ૨. તેનું જે ગુણસ્થાન તે અપ્રમત્તસંયત ગુણસ્થાન કહેવાય છે. આ પ્રમત્ત અપ્રમત્ત બંને ગુણસ્થાનક અંતર્મુહૂર્વે અંતર્મુહૂર્વે પરિવર્તન પામ્યા કરે છે.
૮. અપૂર્વકરણ ગુણસ્થાન–અપૂર્વ-પૂર્વે નહિ થયેલા, અથવા અન્ય ગુણસ્થાનકો સાથે ન સરખાવી શકીએ તેવા, અને કરણ-સ્થિતિઘાતાદિ ક્રિયા અથવા પરિણામ. તાત્પર્ય એ કે પૂર્વે નહિ થયેલા, અથવા અન્ય ગુણસ્થાનકો સાથે જેને ન સરખાવી શકીએ એવા સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમણ, અને અપૂર્વસ્થિતિબંધ, એ પાંચે પદાર્થો જેની અંદર થાય, અથવા પૂર્વે નહિ થયેલા અપૂર્વ પરિણામ જેની અંદર હોય તે અપૂર્વકરણ કહેવાય. - હવે સ્થિતિઘાતાદિનું સ્વરૂપ કહે છે–
૧. સ્થિતિઘાત-જ્ઞાનાવરણીયાદિ કર્મની દીર્ઘસ્થિતિને અપવર્તના કરણ વડે ઘટાડી અલ્પ કરવી તે સ્થિતિઘાત.
૨. રસઘાત–સત્તામાં રહેલ જ્ઞાનાવરણીયાદિ અશુભપ્રકૃતિઓના તીવ્ર રસને અપવર્તના-કરણ વડે ઘટાડી અલ્પ કરવો તે રસઘાત. આ બંનેને પૂર્વગુણસ્થાનોમાં રહેલા આત્માઓ વિશુદ્ધિ અલ્પ હોવાથી અલ્પ પ્રમાણમાં કરતા હતા. અહીં વિશુદ્ધિ તીવ્ર હોવાથી મોટા પ્રમાણમાં કરે છે. પૂર્વગુણસ્થાનોમાં વધારે કાળમાં અલ્પ સ્થિતિ અને રસ દૂર થતો હતો. અહીં