SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પંચસંગ્રહ-૧ કરેલા પાપકાર્યને વખાણે તથા સાવદ્યારંભથી તૈયાર કરેલા ભોજનને ખાય ત્યારે પ્રતિસેવનાનુમતિ દોષ લાગે છે. તથા પુત્રાદિએ કરેલા હિંસાદિ સાવદ્ય કાર્યને સાંભળે, તેને સંમત થાય પણ તેનો નિષેધ કરે ત્યારે પ્રતિશ્રવણાનુમતિ દોષ લાગે છે. અને હિંસાદિ સાવદ્ય કાર્યમાં પ્રવૃત્ત થયેલા પુત્રાદિકમાં માત્ર મમત્વ રાખે પરંતુ તેનાં પાપકાર્યને સાંભળે નહિ, વખાણે પણ નહિ ત્યારે તેને સંવાસાનુમતિ દોષ લાગે છે. તેમાં જે સંવાસાનુમતિ સિવાય સર્વ પાપવ્યાપારનો ત્યાગ કરે તે ઉત્કૃષ્ટ દેશવિરતિ શ્રાવક કહેવાય છે. અને સંવાસાનુમતિનો પણ જ્યારે ત્યાગ કરે ત્યારે તે, યતિ–સર્વથા પાપવ્યાપારથી વિરમેલો સાધુ કહેવાય છે. કહ્યું છે કે “સમ્યગ્દર્શન સહિત પોતાની શક્તિના પ્રમાણમાં વિરતિને ગ્રહણ કરતો એક વ્રતથી માંડી છેવટે સંવાસાનુમતિ સિવાય સર્વ પાપવ્યાપારનો ત્યાગી દેશવિરતિ કહેવાય છે. ૧. તે દેશવિરતિ આત્મા પરિમિત વસ્તુનો ઉપયોગ કરતો, અપરિમિત અનંત વસ્તુનો ત્યાગ કરતો પરલોકને વિષે અપરિમિત અનંત સખ પામે છે, ૨. આ દેશવિરતિપણું અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ક્ષયોપશમ થવાથી પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનકે અવિરતિ સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ અનંતગુણી વિશુદ્ધિ હોય છે. અને તેના જાન્યથી માંડી ક્રમશઃ ચડતાં પડતાં અસંખ્યાતા સ્થાનકો છે. કહ્યું છે કે તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આરંભી ઉત્તરોત્તર વધતી વિશુદ્ધિને પ્રાપ્ત કરતો પૂર્વક્રમે વિશુદ્ધિનાં અનેક સ્થાનો પર આરૂઢ થાય છે–ચડે છે અને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ક્ષયોપશમ કરે છે, તેથી તેને અલ્પ અલ્પ પાપવ્યાપારનો ત્યાગ કરવાની બુદ્ધિ થાય છે.” ૨. અહીં પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય હોવાથી સર્વથા પાપવ્યાપારનો ત્યાગ હોતો નથી. કહ્યું છે કે –“સર્વ પ્રકારે પાપવ્યાપારનો ત્યાગ કરવાની ઇચ્છા છતાં પણ તેને દબાવે છે તેથી પ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે.' દેશવિરતિના સ્વરૂપ વિશેષને દેશવિરતિ ગુણસ્થાન કહે છે. , ૬. પ્રમત્ત સંયત ગુણસ્થાન–સર્વથા પાપવ્યાપારથી જેઓ વિરમ્યા, પૂર્વોક્ત સંવાસાનુમતિથી પણ જેઓ વિરમ્યા, તે સંયત અથવા સર્વવિરતિ સાધુ કહેવાય છે, તેનું સંયતપણું પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ક્ષયોપશમ થવાથી–પ્રાયઃ સામાયિક ચારિત્ર પ્રાપ્ત થવા વડે અથવા છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત થવા વડે હોય છે એમ સમજવું. જે માટે કહ્યું છે– “તે સંયત આત્મા પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ક્ષયોપશમ થવાથી સામાયિક ચારિત્ર અથવા છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત કરે છે. જો કે સંયતને ત્રીજું પરિહારવિશુદ્ધિક ચારિત્ર પણ અન્યત્ર કહ્યું છે, પરંતુ તે કોઈક વખતે જ હોય છે. વળી વિશિષ્ટ દેશકાળ સંઘયણ અને શ્રતાદિની અપેક્ષા રાખનારું છે માટે અહીં તેની વિવક્ષા કરી નથી. તથા મન, વચન અને કાયા વડે કોઈ પણ પ્રકારની પાપક્રિયા કરવી નહિ, કરાવવી નહિ અને કરતાને સારો માનવો નહિ; આ પ્રમાણે ત્રિકરણયોગે પાપવ્યાપારના ત્યાગી મુનિ પણ મોહનીયાદિ કર્મના ઉદયના સામર્થ્યથી તીવ્ર સંજવલન કષાય અને નિદ્રા આદિ કોઈ પણ પ્રમાદના યોગે ચારિત્રમાં સિદાય કિલષ્ટ ૧. આ ચારિત્રનું ગ્રહણ પ્રભુ પાસે અગર જેમણે આ ચારિત્રનું ગ્રહણ પ્રભુ પાસે કર્યું છે, તેઓની પાસે જ થાય છે. વળી ચોથા આરાના ઉત્પન્ન થયેલા પ્રથમ સંઘયણી અને લગભગ સાડા નવ પૂર્વના જ્ઞાનીને આ ચારિત્ર હોય છે, બીજાને હોતું નથી. તેથી અલ્પકાળ અને અલ્પ ગ્રહણ કરનારા હોવાથી છન્ને સાતમે ગુણઠાણે આ ચારિત્ર હોય છે છતાં વિવક્ષા કરી નથી.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy