________________
૪૪
પંચસંગ્રહ-૧
નપુંસકવેદ ઉપશમાવે છે, ત્યારપછી સ્ત્રીવેદ, ત્યારપછી એક સાથે હાસ્ય, રતિ, અરતિ, ભય, . શોક અને જુગુપ્સારૂપ હાસ્યષક, ત્યારપછી પુરુષવેદ, ત્યારપછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, ત્યારપછી સંજવલનક્રોધ, ત્યારપછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ માન, ત્યારપછી સંજ્વલન માન, ત્યારપછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ માયા, ત્યારપછી સંજ્વલનમાયા ઉપશમાવે છે, જે સમયે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ માયા ઉપશમે છે, તે જ સમયે સંજ્વલનમાયાના બંધ ઉદય અને ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યારપછીના સમયથી લોભનો વેદક થાય છે. અહીંથી, લોભના ઉદયનો જેટલો કાળ છે, તેના ત્રણ વિભાગ થાય છે, તે આ પ્રમાણે : ૧. અશ્વકર્ણકરણોદ્ધા, ૨. કિટ્ટિકરણોદ્ધા, ૩. કિટિવૈદનાદ્ધા. તેમાં જે કાળમાં સત્તામાં રહેલા રસસ્પદ્ધકો ક્રમશઃ ચડતા ચડતા રસાણુવાળા પરમાણુઓનો ક્રમ તોડ્યા સિવાય અત્યંત ઓછા રસવાળા થાય તે અશ્વકર્ણકરણોદ્ધા. આ અશ્વકર્ણકરણકાળમાં વર્તમાન આત્મા અપૂર્વ સ્પર્ધકો કરે છે. સ્પર્બક એટલે શું ? તે કહે છે–આ સંસારમાં ભ્રમણ કરતા આત્માઓ અનંતાનંત પરમાણુઓથી બનેલા અનંતા સ્કંધોને પ્રતિસમય કર્મરૂપે ગ્રહણ કરે છે. તેની અંદર એક એક સ્કંધમાં ઓછામાં ઓછા રસવાળો જે પરમાણુ છે, તે પરમાણુમાંના રસના કેવળી મહારાજના જ્ઞાનરૂપ શસ્ત્ર વડે એકના બે ભાગ ન થાય તેવા સર્વ જીવોથી અનંતગુણા રસાવિભાગ– રસાણુઓ થાય છે. આવા સમાન રસાણુઓવાળા પરમાણુઓનો જે સમૂહ તે પહેલી વર્ગણા, એક અધિક રસાણુવાળા પરમાણુઓનો જે સમુદાય તે બીજી વર્ગણા, બે અધિક રસાણુવાળા પરમાણુઓનો જે સમુદાય તે ત્રીજી વર્ગણા, એમ અનુક્રમે એક એક અધિક રસાણવાળા પરસ્પર સરખા પરમાણુના સમુદાયવાળી અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ અનંત વર્ગણા થાય છે. એ અનંતવર્ગણાના સમૂહને રૂદ્ધક કહેવાય છે. પહેલા સ્પદ્ધકની છેલ્લી વર્ગણામાંના કોઈપણ પરમાણુમાં જે રસ છે તેનાથી એક અધિક રસાણુવાળા કોઈ પરમાણુ નથી, બે અધિક રસાણુવાળા કોઈ પરમાણુ નથી, તેમ સંખ્યાતા અસંખ્યાતા કે અનંતા અધિક રસાણુવાળા પણ કોઈ પરમાણુ નથી. પરંતુ સર્વ જીવોથી અનંતગુણ અધિક રસાણુવાળા પરમાણુઓ હોય છે. તેવા સમાન રસાણુવાળા પરમાણુના સમૂહને બીજા સ્પર્ધ્વકની પહેલી વર્ગણા કહેવામાં આવે છે. તેનાથી એક અધિક રસાણુવાળા પરમાણુના સમુદાયની બીજી વર્ગણા, એ પ્રમાણે એક એક અધિક રસાણુવાળા સમાન સમાન પરમાણુઓની અભવ્યથી અનંતગુણ વર્ગણાઓ થાય છે, તેના સમૂહનું બીજું સ્પદ્ધક થાય છે. એ રીતે અનંતા સ્પદ્ધકો થાય છે. આ સઘળા પૂર્વ સ્પદ્ધકો કહેવાય છે, કારણ કે સંસારમાં પરિભ્રમણ કરતા આત્માઓ આવા સ્પદ્ધકો તો બાંધે છે. આ પદ્ધકોમાંથી પ્રથમ દ્વિતીયાદિ વર્ગણાઓ ગ્રહણ કરી તેને તીવ્ર વિશુદ્ધિ વડે ચડતા ચડતા રસાણુવાળા પરમાણુઓનો ક્રમ તોડ્યા સિવાય અનંતગુણહીન
૧. જે સમયથી લોભનો ઉદય થાય છે તે સમયથી હવે નવમાં ગુણસ્થાનકનો જેટલો કાળ છે તેના બે ભાગ થાય છે. એક ભાગમાં અપૂર્વરૂદ્ધક થાય છે, એક ભાગમાં કિઓિ થાય છે. એ બે ભાગ પૂરા કરી દશમે ગુણઠાણે જાય છે તે ભાગમાં કિઓિ વેદે છે. એ પ્રમાણે લોભના વેદનના ત્રણ ભાગ થાય છે, એમ કહ્યું છે.