________________
પંચમત્કાર
પ્રયોગથી (જે ઉદય) થાય (તે) બીજો ઉદીરણોદય છે.
* ટીકાનુ–અહીં ઉદય બે પ્રકારે થાય છે. તે આ પ્રમાણેસ્થિતિનો ક્ષય થવાથી અને પ્રયોગ વડે. તેમાં અહીં સ્થિતિ અબાધાકાળરૂપ છે. તે અબાધાકાળરૂપ સ્થિતિનો ક્ષય થવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ ઉદયના હેતુઓ પ્રાપ્ત થયે છતે પ્રયત્ન વિના સ્વાભાવિક રીતે જ તે સ્થિતિના ક્ષય વડે થયેલો ઉદય કહેવાય છે. તેનું બીજું નામ સંપ્રાપ્તોદય અથવા ઉદયોદય છે.
તે ઉદય જ્યારે પ્રવર્તતો હોય ત્યારે ઉદીરણા કરણરૂપ પ્રયોગ વડે ઉદયાવલિકા ઉપરનાં સ્થાનોમાં રહેલાં દલિકોને ખેંચી ઉદયાવલિકાનાં દલિકો સાથે જે અનુભવે તે બીજા પ્રયોગથી થયેલો ઉદય કહેવાય છે. તેનું બીજું નામ અસંપ્રાપ્તોદય અથવા ઉદીરણોદય છે.
તાત્પર્ય એ કે અબાધાકાળના ક્ષય થવા વડે સ્વાભાવિક રીતે થયેલો ઉદય અને તે ઉદય હોય ત્યારે ઉદીરણા કરણરૂપ પ્રયત્ન વડે થયેલો ઉદય એમ ઉદય બે પ્રકારે થાય છે.
અહીં સ્થિતિ ઉદયનું સ્વરૂપ કહેવાના પ્રસંગે ઉપર જે ઉદયના બે પ્રકાર બતાવ્યા તેનું કારણ એ કે જેટલાં સ્થાનકોને ઉદીરણાથી અનુભવે છે તેનાથી ઉદયથી જે અનુભવે છે તે વધારે છે એ બતાવવું છે. “
- તે સ્થિતિનો ઉદય સામાન્ય રીતે જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે છે. અહીં સ્થિતિનો ઉદય એટલે તે તે સ્થાનકોમાં રહેલા દલિકનો ઉદય એ અર્થ છે.
એટલું ધ્યાનમાં રાખવું કે જે જે સ્થાનકોમાં ભોગવવા માટે દલિકની રચના થઈ છે તેમાંનું કોઈપણ સ્થાનક ઉદીરણા વડે તદન ખાલી કરતો નથી પરંતુ તે તે સ્થાનકોમાંનાં દલિકોને યોગના પ્રમાણમાં ખેંચીને ઉદયાવલિકાનાં સ્થાનકોમાં રહેલા દલિકો સાથે ભોગવવા યોગ્ય કરે છે. તેમાં વધારેમાં વધારે જેટલાં સ્થાનકોમાંના દલિકને અનુભવે તે ઉત્કૃષ્ટ સ્થિતિ
ઉદય કહેવાય છે અને ઓછામાં ઓછા જેટલાં સ્થાનકોમાંના દલિકને અનુભવે તે જઘન્ય સ્થિતિ - ઉદય કહેવાય છે.
ઉદીરણાકરણ વડે જેટલાં સ્થાનકોમાંનાં દલિતોને અનુભવે છે તેનાથી ઉદયથી જે અનુભવે છે તે વધારે છે તે નીચેની ગાથામાં સમજાશે. ૧૦૩
* ઉદીરણાકરણ વડે વધારેમાં વધારે જેટલાં સ્થાનકોમાંનાં દલિતોને અનુભવે છે તેનાથી ઉદય વડે એક વધારે સ્થાનકના દલિક અનુભવે છે તે કહે છે.
૧. અહીં એમ શંકા થાય કે અબાધાકાળ પૂર્ણ થાય ત્યારે કોઈ પણ કર્મ ઉદયમાં આવે જ, કારણ કે અબાધાકાળમાં વિવક્ષિત પ્રકૃતિનાં દલિકો ગોઠવાયાં નથી. એટલે અબાધાકાળમાં તો ઉદય ન જ થાય પરંતુ તે ઉપરનાં સ્થાનકોમાં દલિકો ગોઠવાયેલાં હોવાથી તે સ્થાનોમાં જ્યારે જીવ જાય ત્યારે તે દલિકોનો ઉદય જરૂર થાય તો પછી ઉપર જે હેતુઓ બતાવ્યા તેના જરૂર શી ? તેના ઉત્તરમાં સમજવું કે, અબાધાકાળ ઉપરનાં સ્થાનકોમાં જ્યારે જીવ જાય ત્યારે ઉપરનાં કારણોના અભાવે પ્રદેશોદય થાય, પરંતુ રસોદય તો ઉપરનાં કારણો મળે જ થાય. ઉપરોક્ત કારણો રસોદયનાં છે એમ સમજવું.