________________
પંચસંગ્રહ-૧
જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો ક્ષીણમોહ ગુણસ્થાનકના ચરમ સમયપર્યંત ઉદય હોય છે, તથા વેદનીય, નામ, ગોત્ર અને આયુકર્મનો અયોગી ગુણસ્થાનકના ચરમ સમયપર્યંત ઉદય હોય છે. તે તે ગુણસ્થાનકે તે તે કર્મોના ઉદયનો ક્ષય થયા પછી ત્યાંથી પડવાનો અભાવ હોવાથી ફરી વાર તેઓના ઉદયની શરૂઆત થતી નથી માટે એ સાંતે કર્મનો ઉદય અનાદિ છે, તથા ભવ્યને જ્યારે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય અને ઉપરોક્ત ગુણસ્થાનકે જાય ત્યારે તેઓનો ઉદય વિચ્છેદ થાય માટે સાંત અને અભવ્યને કોઈ કાળે પૂર્વોક્ત કર્મનો ઉદયવિચ્છેદ નહિ થાય માટે અનંત.
૬૪૬
આ પ્રમાણે મૂળકર્મવિષયક સાદિ વગેરે ભાંગાની પ્રરૂપણા કરી. હવે ઉત્તરપ્રકૃતિની અંદર સાદિ વગેરે ભાંગાની પ્રરૂપણા કરે છે—
મિથ્યાત્વમોહનીયનો ઉદય સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ
પ્રમાણે—
સમ્યક્ત્વથી પડેલાને મિથ્યાત્વમોહનો ઉદય થાય માટે સાદિ. તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી. એટલે અદ્યાપિ જેઓએ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ અભવ્યને અનંત અને ભવ્યને સાંત મિથ્યાત્વમોહનો ઉદય હોય છે.
સઘળી અવોયિ પ્રકૃતિઓનો સાદિ અને સાંત એમ બે પ્રકારે ઉદય હોય છે. કારણ કે તે સઘળી પ્રકૃતિઓનો ઉદય સ્થાયી નથી, અધ્રુવ છે.
પૂર્વે જેનું સ્વરૂપ બતાવ્યું છે તે મિથ્યાત્વમોહનીય વિના શેષ સુડતાળીસ ધ્રુવોદય પ્રકૃતિઓનો ઉદય અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે તે આ પ્રમાણે—
ધ્રુવોદયિ ઘાતિ કર્મની પ્રકૃતિઓનો ક્ષીણમોહ ગુણસ્થાનકના ચરમસમયપર્યંત ઉદય હોય છે અને નામકર્મની ધ્રુવોદયી પ્રકૃતિઓનો સયોગી ગુણસ્થાનકના ચરમસમયપર્યંત ઉદય હોય છે. ત્યાંથી પડવાનો અભાવ હોવાથી તે પ્રકૃતિઓના ઉદયની સાદિ નથી. તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તે સઘળા સંસારી જીવોને પૂર્વોક્ત ધ્રુવોદયિ પ્રકૃતિઓનો ઉદય અનાદિ હોય છે, ધ્રુવ અને અધ્રુવ અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે. ૧૦૧
આ પ્રમાણે પ્રકૃતિ ઉદયના સંબંધમાં ઉદીરણાથી જે વિશેષ હકીકત હતી તે કહી, શેષ ઉદીરણા પ્રમાણે સમજવું. હવે સ્થિતિ ઉદય એટલે વધારેમાં વધારે અને ઓછામાં ઓછી કેટલી સ્થિતિનો ઉદય હોય તે કહે છે.
उदओ ठिइखणं संपत्तीए सभावतो पढमो ।
सति तमि भवे बीओ पओगओ दीरणा उदओ ॥ १०२ ॥
उदयः स्थितिक्षयेण सम्प्राप्त्या स्वभावतः प्रथमः ।
सति तस्मिन् भवेत् द्वितीयः प्रयोगत उदीरणोदयः ॥ १०२ ॥
અર્થ—(અબાધકાલ રૂપ) સ્થિતિનો ક્ષય થવાથી (દ્રવ્યાદિ હેતુઓ) પ્રાપ્ત થયે છતે (જે) વિપાકોદય થાય તે પહેલો સ્વભાવોદય, (અને તે સ્વભાવોદય) હોતે છતે (ઉદીરણાકરણ રૂપ)