________________
પંચમવાર
૬૪૫
સાયિક સમ્યક્ત ઉપાર્જન કરતા સમ્યક્વમોહનીયનો ક્ષય કરતાં કરતાં જ્યારે છેલ્લી એક આવલિકા શેષ રહે ત્યારે સમ્યક્વમોહનીયનો પણ કેવળ ઉદય જ પ્રવર્તે છે, ઉદીરણા થતી નથી.
નારકાયુ, તિર્યગાયુ અને દેવાયુ એ ત્રણ આયુનો પોતપોતાના ભેવની છેલ્લી આવલિકામાં કેવળ ઉદય જ પ્રવર્તે છે, ઉદીરણા થતી નથી. કારણ કે ઉદયાવલિકાની અંતર્ગત સઘળાં કર્મો ઉદીરણાને અયોગ્ય છે.
અહીં મનુષ્યાયનો ઉદીરણા વિના પણ કેવળ ઉદયકાળ દેશોન પૂર્વકોટી પ્રમાણ પહેલાં કહ્યો છે. માટે મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનકવાળાઓને મનુષ્યાયુનો તેની છેલ્લી આવલિકામાં ઉદીરણાના અભાવે જે આવલિકામાત્ર ઉદયકાળ છે તે જુદો કહ્યો નથી પરંતુ તેની અંતર્ગત તેને પણ સમજી લેવાનો છે. કારણ કે પૂર્વકોટિનું જ્યારે કથન કરે ત્યારે આવલિકા માત્ર કાળ તો તેના એક અતિ નાના ભાગરૂપ છે તેથી પૃથફ ન કહ્યું હોય છતાં સામર્થ્યથી જ સમજી લેવાનું હોય છે.
આ પ્રમાણે ઉક્ત એકતાળીસ પ્રકૃતિઓ સિવાય શેષ પ્રકૃતિઓનો જ્યાં સુધી ઉદય હોય છે ત્યાં સુધી ઉદીરણા હોય છે અને જ્યાં સુધી ઉદીરણા હોય છે ત્યાં સુધી ઉદય હોય છે. બંને સાથે જ શરૂ થાય છે, સાથે જ નાશ પામે છે. ૯૯-૧૦૦
આ પ્રમાણે પ્રકૃત્યુદયમાં ઉદીરણાથી જે વિશેષ છે તે બતાવ્યો, હવે સાદ્યાદિ પ્રરૂપણા કરવી જોઈએ, તે મૂળ પ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિ વિષયક એમ બે પ્રકારે છે. તે બંને વિષયક પ્રરૂપણા કરવા ઇચ્છતાં કહે છે–
मोहे चउहा तिविहोवसेस सत्तण्ह मूलपगईणं । मिच्छत्तुदओ चउहा अधुवधुवाणं दुविहतिविहा ॥१०१॥
मोहे चतुर्द्धा त्रिविधोऽवशेषाणां सप्तानां मूलप्रकृतीनाम् । __ मिथ्यात्वोदयश्चतुर्दाऽध्रुवध्रुवाणां द्विविधत्रिविधौ ॥१०१॥
અર્થ–મોહનીયકર્મનો ઉદય ચાર પ્રકારે છે અને અવશેષ સાત મૂળપ્રકૃતિઓનો ઉદય ત્રણ પ્રકારે છે. તથા મિથ્યાત્વનો ઉદય ચાર પ્રકારે છે અને અછુવોદયી તથા શેષ ધ્રુવોદયીનો ઉદય . અનુક્રમે બે અને ત્રણ પ્રકારે છે.
ટીકાનુ–મોહનીયકર્મનો ઉદય સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–
ઉપશાંતમોહ ગુણસ્થાનકે મોહનીયનો ઉદય હોતો નથી ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, અગિયારમું ગુણસ્થાનક જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને મોક્ષે જતાં ઉદય વિચ્છેદ થશે માટે અધ્રુવ હોય છે.
અવશેષ સાત મૂળકર્મનો ઉદય અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે