________________
૬૪૪
પંચસંગ્રહ-૧
અયોગી ગુણસ્થાનકના કાળપર્યંત, મનુષ્યાયુ અને સાત અસાત વેદનીયનો દેશોન પૂર્વકોટિ પર્યંત, પાંચ નિદ્રાનો ત્રીજી પર્યાપ્તિ પર્યંત અને શેષ ત્રેવીસ પ્રકૃતિઓનો છેલ્લી આવલિકા કાળ પર્યંત ઉદીરણા સિવાય કેવળ ઉદય પ્રવર્તે છે.
ટીકાનુ—અયોગી કેવળી ગુણસ્થાનકના ચરમ સમયે જે નામકર્મની પ્રકૃતિઓ ઉદયમાં વર્તે છે તે પ્રકૃતિઓનો, તે પ્રકૃતિઓ આ પ્રમાણે—મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, સુભગનામ, આદેયનામ, યશઃકીર્દિનામ અને તીર્થંકર ભગવાનને તીર્થંકરનામ. એ નવ પ્રકૃતિઓનો અને ઉચ્ચગોત્રનો અયોગી કેવળી ગુણસ્થાનકે તે ગુણસ્થાનકનાં કાળપર્યંત ઉદારણા સિવાય કેવળ ઉદય જ પ્રવર્તે છે.
તથા મનુષ્યાયુ, સાતવેદનીય અને અસાતવેદનીય એ ત્રણ પ્રકૃતિઓનો પ્રમત્ત ગુણસ્થાનક પછીના શેષ ગુણસ્થાનકમાં વર્તમાન આત્માઓને દેશોન પૂર્વકોટિ પર્યંત ઉદીરણા સિવાય કેવળ ઉદય પ્રવર્તે છે. આ દેશોન પૂર્વકોટીકાળ સયોગી કેવળી ગુણસ્થાનક આશ્રયી સમજવો. કારણ કે શેષ સઘળાં ગુણસ્થાનકોનો તો અંતર્મુહૂર્ત પ્રમાણ જ કાળ છે.
સાત અસાતવેદનીય અને મનુષ્યાયુ એ ત્રણ પ્રકૃતિઓની પ્રમત્ત ગુણસ્થાનકથી પછીનાં ગુણસ્થાનકોમાં શા માટે ઉદીરણા થતી નથી ? તે પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે—ઉક્ત ત્રણ પ્રકૃતિઓની ઉદીરણા જીવસ્વભાવે સંક્લિષ્ટ અધ્યવસાયના યોગે થાય છે અને અપ્રમત્ત સંયતાદિ ગુણસ્થાનકવાળા આત્માઓ તો વિશુદ્ધ-અતિવિશુદ્ધ અધ્યવસાયે વર્તતા હોય છે, માટે તેઓને તે ત્રણ પ્રકૃતિઓની ઉદીરણાનો અભાવ છે.
આત્મા જે સમયે શરીર પર્યાપ્તિએ પર્યાપ્તો થાય છે તે પછીના સમયથી આરંભી ત્રીજી ઇન્દ્રિય પર્યાપ્તિ જે સમયે પૂર્ણ થાય ત્યાં સુધી—તેટલા કાળ પર્યંત પાંચે નિદ્રાઓની તથાસ્વભાવે ઉદીરણા થતી નથી, માત્ર ઉદય જ પ્રવર્તે છે.
શેષ જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણચતુષ્ક, અંતરાયપંચક, સંજવલન લોભ, ત્રણ વેદ, સમ્યક્ત્વમોહનીય, મિથ્યાત્વમોહનીય નરકાયુ, તિર્યગાયુ અને દેવાયુ એ ત્રેવીસ પ્રકૃતિઓનો છેલ્લી આવલિકામાં કેવળ ઉદય જ હોય છે, ઉદીરણા હોતી નથી. તે આ પ્રમાણે—
જ્ઞાનાવરણીયપંચક, દર્શનાવરણીયચતુષ્ક અને અંતરાયપંચક એ ચૌદ પ્રકૃતિઓનો ક્ષીણ કષાય ગુણસ્થાનકથી પર્યંત આવલિકામાં કેવળ ઉદય જ પ્રવર્તે છે, ઉદીરણા થતી નથી. કારણ કે તે વખતે તે સઘળી પ્રકૃતિઓની છેલ્લી એક ઉદયાવલિકા જ શેષ રહી છે. ઉદયાવલિકા ઉપર કંઈપણ દલિક રહ્યું નથી અને ઉદયાવલિકામાં તો કોઈ કરણ પ્રવર્તતું જ નથી.
એ પ્રમાણે ક્ષપકશ્રેણિમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકની પર્યંત આવલિકામાં સંજ્વલન લોભનો કેવળ ઉદય હોય છે. મિથ્યાત્વ, સ્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ પ્રકૃતિઓનો અંતરક૨ણ કર્યા પછી પ્રથમ સ્થિતિની જ્યારે આવલિકા શેષ રહે ત્યારે કેવળ ઉદય જ પ્રવર્તે છે.
૧. આ સ્થળે સ્વોપન્ન ટીકાકાર મહારાજ આહારપર્યાપ્તિથી આરંભી ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થતા સુધી પાંચે નિદ્રાનો કેવળ ઉદય હોય છે, ઉદીરણા હોતી નથી અને ત્યારપછી ઉદય ઉદીરણા સાથે હોય છે એમ કહે છે. તેનો પાઠ આ પ્રમાણે- ‘યાવવાહારશરીરેન્દ્રિયપર્યાપ્તયસ્તાવત્રિદ્રાબામુલ્યઃ, તતૂથ્વ વીરાસદો મવત્યુય:.'