________________
પંચમહાર
હવે ઉદયના પ્રકૃત્યુદય સ્થિત્યુદય આદિ ભેદો કહે છે— पयडीठि माईया भेया पुव्वत्तया इहं नेया । उद्दीरणउदयाणं जन्नाणत्तं तयं वोच्छं ॥९८॥
प्रकृतिस्थित्यादयो भेदाः पूर्वोक्ता इह ज्ञेयाः । उदीरणोदययोः यन्नानात्वं तद् वक्ष्ये ॥९८॥
૬૪૩
અર્થ—પ્રકૃતિ સ્થિતિ આદિ જે ભેદો પૂર્વે કહ્યા છે તે અહીં પણ જાણવા. માત્ર ઉદય ઉદીરણાના વિષયમાં જે ભેદ છે તે હું કહીશ.
ટીકાનુ—જે પ્રમાણે પહેલાં બંધવિધિમાં પ્રકૃતિ, સ્થિતિ આદિ ભેદો કહ્યા છે, જેમ કે— પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ તે સઘળા અહીં ઉદયાધિકારમાં પણ જાણવા. જેમ કે—પ્રકૃત્યુદય, સ્થિત્યુદય, અનુભાગોદય અને પ્રદેશોદય. તેમાં આચાર્ય મહારાજ પોતે જ ઉદીરણાનું સ્વરૂપ ઉદીરણાકરણમાં વિસ્તારપૂર્વક કહેશે.
અહીં એ શંકા થાય કે ઉદયનું સ્વરૂપ કહેવાના પ્રસંગે ઉદીરણાનું સ્વરૂપ આગળ ઉપર કહેશે એ શા માટે કહ્યું ? તેના ઉત્તરમાં સમજવાનું કે ઉદય અને ઉદીરણા સહભાવિ હોવાથી એ બંનેના સ્વામિત્વ સંબંધે પ્રાયઃ કંઈ ભેદ નથી. કેમકે જે પ્રકૃતિનો જ્યાં સુધી ઉદય હોય છે તેની ત્યાં સુધી ઉદીરણા હોય છે, એ પ્રમાણે જેની જ્યાં સુધી ઉદીરણા હોય છે તેનો ત્યાં સુધી ઉદય પણ હોય છે. આ પ્રમાણે હોવાથી જે પ્રકારે પ્રકૃતિ આદિ ભેદો ઉદીરણાના અધિકારમાં કહેવાશે તેમ જ જે કંઈપણ સ્વામિત્વ પ્રરૂપણાદિ કહેવાશે. તે સઘળું પૂર્ણ રીતે અહીં પણ જાણી લેવું. માત્ર ઉદય અને ઉદીરણાના પ્રકૃતિ આદિ ભેદના વિષયમાં જે ભિન્નતા છે તે અહીં હું કહીશ. શેષ સઘળું ઉદીરણાની જેમ સમજી લેવું. ૯૮
હવે ઉદય અને ઉદીરણામાં પ્રકૃતિભેદના વિષયમાં ભિન્નતા જણાવવા ઇચ્છતા કેટલીએક `પ્રકૃતિઓનો ઉદીરણા સિવાય પણ કેટલોક કાળ ઉદય હોય છે તે જણાવનારી બે ગાથા કહે છે— चरिमोदयमुच्चाणं अजोगिकालं उदीरणाविरहे । देसूणपुव्वकोडी मणुयाउगवेयणीयाणं ॥९९॥ तइयच्चियपज्जत्ती जा ता निद्दाण होइ पंचन्हं । उदओ आवलिअंते तेवीसाए उ सेसाणं ॥ १००॥ चरमोदयोच्चैर्गोत्राणामयोगिकालमुदीरणाविरहे । देशोनां पूर्वकोटी मनुजायुर्वेदनीयानाम् ॥९९॥
तृतीयां चैव पर्याप्तिं यावत्तावत् निद्राणां भवति पञ्चानाम् । उदय आवलिकान्ते त्रयोविंशतीनां तु शेषाणाम् ॥१००॥
અર્થ—અયોગીના ચરમ સમયે ઉદયવતી નામકર્મની નવ પ્રકૃતિઓ અને ઉચ્ચગોત્રનો