________________
૬૪૨
ઉદયવિધિ
હવે ઉદયવિધિ—ઉદયનું સ્વરૂપ કહે છે—
होइअणाइअणंतो अणाइसंतो धुवोदयाणुदओ । साइसपज्जवसाणो अधुवाणं तहय मिच्छस्स ॥९७॥
भवत्यनाद्यन्तोऽनादिसान्तो ध्रुवोदयानामुदयः ।
सादिसपर्यवसानोऽध्रुवाणां तथा च मिथ्यात्वस्य ॥९७॥
પંચસંગ્રહ-૧
અર્થધ્રુવોદયિ પ્રકૃતિઓનો ઉદય અનાદિ અનંત અને અનાદિ સાંત એમ બે પ્રકારે છે અને અવોદયિ પ્રકૃતિઓનો તથા મિથ્યાત્વનો ઉદય સાદિ સાંત છે.
ટીકાનુ—અહીં પ્રકૃતિઓ બે પ્રકારે છે, તે આ પ્રમાણે—ધ્રુવોદયી અને અવોદયી. તેમાં કર્મપ્રકૃતિના કર્તા ઉદયાધિકારમાં એકસો અઠ્ઠાવન પ્રકૃતિઓ માને છે. અહીંથી આરંભી આઠ કરણના સ્વરૂપની સમાપ્તિ પર્યંત કર્મપ્રકૃતિકારના અભિપ્રાયે જ કહેવામાં આવશે. તેમના અભિપ્રાયે ધ્રુવોદયિ પ્રકૃતિઓ અડતાળીસ થાય છે. તે આ પ્રમાણે—
જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણીય ચા૨, મિથ્યાત્વમોહનીય, વર્ણાદિ વીસ, તૈજસકાર્યણ સપ્તક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ અને નિર્માણ.
આ અડતાળીસ પ્રકૃતિઓનો ઉદય અનાદિ અનંત અને અનાદિ સાંત એમ બે પ્રકારે છે. તેમાં અભવ્ય આશ્રયીને તે પ્રકૃતિઓનો ઉદય અનાદિ અનંત છે. કારણ કે તેઓને અનાદિ કાળથી ઉદય છે અને કોઈ દિવસ ઉદયવિચ્છેદનો સંભવ નથી. તથા ભવ્યો આશ્રયી અનાદિ સાંત છે, કારણ કે મોક્ષમાં જતાં તેઓને અવશ્ય ઉદય વિચ્છેદનો સંભવ છે.
અવોદિય શેષ એકસો દશ પ્રકૃતિઓનો ઉદય સાદિ સાંત છે, કારણ કે તેઓ સઘળી અવોદિય હોવાથી પરાવર્તન પામી પામીને ઉદય થાય છે. કેવળ અવોદયિ પ્રકૃતિઓનો ઉદય સાદિ સાંત છે એમ નથી પરંતુ મિથ્યાત્વનો ઉદય પણ સાદિ સાંત છે. તે આ પ્રમાણે—
સમ્યક્ત્વથી પડેલા જીવો આશ્રયી મિથ્યાત્વના ઉદયની સાદિ અને ફરી જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે મિથ્યાત્વનો ઉદયવિચ્છેદ થતો હોવાથી અધ્રુવ. આ પ્રમાણે ગ્રંથકારે મિથ્યાત્વનો ઉદય ત્રણ પ્રકારે જણાવેલો છે. ૧. અનાદિ અનંત, ૨. અનાદિ સાંત અને સાદિ સાંત. તેમાંના પહેલા બે ભંગ તો મિથ્યાત્વ ધ્રુવોદયિ હોવાથી અને ધ્રુવોદયિ પ્રકૃતિઓમાં બે ભંગ કહ્યા હોવાથી મિથ્યાત્વમાં પણ એ જ પ્રમાણે સમજી લેવા અને ત્રીજો ભંગ ‘તય મિત્ત્રક્ટ્સ' એ પદ વડે સાક્ષાત્ બતાવ્યો છે. ૯૭
૧. કર્મપ્રકૃતિકાર બંધન પંદર માનતા હોવાથી તેમના અભિપ્રાયે આઠે કર્મની ઉત્તરપ્રકૃતિઓની સંખ્યા ૧૫૮ થાય છે. પંચસંગ્રહકાર પાંચ બંધન માનતા હોવાથી તેમના અભિપ્રાયે ૧૪૮ થાય છે. અહીં કર્મપ્રકૃતિકા૨ના અભિપ્રાયથી કહ્યું છે. તથા ઉદયમાં જો કે ૧૨૨ પ્રકૃતિઓ કહી છે. કારણ કે તેમાં વર્ણાદિના ઉત્તર ભેદો વિવશ્યા નથી. અહીં ઉત્તર ભેદોની પણ વિવક્ષા કરી છે માટે એકસો અઠ્ઠાવન કહી છે. અહીં વિવક્ષાભેદ છે, મતાંતર નથી.