________________
પંચમહાર
૬૧૯
આ પ્રમાણે મોહ અને આયુ વિના શેષ કર્મના ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટ પ્રદેશબંધનો વિચાર કર્યો. હવે જઘન્ય-અજઘન્યનો વિચાર કરે છે–
होइ जहन्नोऽपज्जत्तगस्स सुहुमनिगोयजीवस्स । तस्समउप्पन्नग सत्तबंधगस्सप्पविरियस्स ॥८५॥ एकं समयं अजहन्नओ तओ साइ अद्भुवा दोवि । मोहेवि इमे एवं आउम्मि य कारणं सुगमं ॥८६॥
भवति जघन्योऽपर्याप्तकस्य सूक्ष्मनिगोदजीवस्य । तत्समयोत्पन्नस्य सप्तबन्धकस्याल्पवीर्यस्य ॥८५॥ एकं समयजघन्यस्ततः साद्यध्रुवौ द्वावपि ।
मोहेऽप्येतावेवमायुषि च कारणं सुगमम् ॥८६॥ અર્થ–પ્રથમ સમયોત્પન્ન જઘન્યયોગિ, સાત કર્મના બંધક, અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવને એક સમય પર્યત જઘન્ય પ્રદેશબંધ થાય છે, ત્યારપછી અજઘન્ય થાય છે, માટે એ બંને સાદિ-સાંત છે. મોહનીયકર્મમાં પણ એ બે ભાંગા એમ જ કહેવા અને આયુના સંબંધમાં તો કારણ સુગમ છે. ૮૫-૮૬
ટીકાનુ—તત્સમયોત્પન્ન એટલે ઉત્પત્તિના પ્રથમ સમયે વર્તમાન, સર્વથી અલ્પ વીર્યવાળા સાતકર્મના બંધક, અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવને મોહ અને આયુ વિના શેષ છ કર્મનો સામર્થ્યથી માત્ર એક જ સમય જઘન્ય પ્રદેશબંધ થાય છે. ત્યારપછીના સમયે અજઘન્ય થાય છે, ત્યારપછી કાળાન્તરે ફરી પણ જઘન્ય-અજઘન્ય પ્રદેશબંધ થાય છે. આ પ્રમાણે વારાફરતી થતા હોવાથી એ બંને સાદિ સાંત છે.
મોહનીયકર્મના જઘન્ય અજઘન્યનો પણ એ જ પ્રમાણે વિચાર કરી લેવો.
તથા આયુના વિષયમાં જઘન્યાદિ ચારે વિકલ્પો સાદિ સાંત ભાંગે છે એ તો સુગમ છે, કારણ કે તેઓ સઘળા અધુવબંધિ છે. ૮૫-૮૬. હવે મોહનીયના ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટના સાદિ-સાંત ભાંગાનો વિચાર કરે છે.
मोहस्स अइकिलिटे उक्कोसो सत्तबंधए मिच्छे । एवं समयं णुक्कोसओ तओ साइअधुवाओ ॥८७॥
૧. અહીં સામર્થ્યથી એક સમય એમ કહેવાનું કારણ સઘળા અપર્યાપ્તા અપર્યાપ્તાવસ્થામાં પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય અસંખ્ય ગુણ વધતા યોગસ્થાનકે જાય છે. તેથી જઘન્ય યોગ માત્ર પહેલે જ સમયે હોય છે. બીજા આદિ કોઈપણ સમયોમાં હોતો નથી. તેથી જઘન્ય પ્રદેશબંધ પણ એક સમય જ થાય છે. એ અર્થાત લેવાનું હોવાથી એમ કહ્યું છે.