________________
૬૨૦
પંચસંગ્રહ-૧
मोहस्यातिक्लिष्टे उत्कृष्टः सप्तबन्धके मिथ्यादृष्टौ ।
एकं समयमनुत्कृष्टस्ततः साद्यध्रुवौ ॥८७॥ અર્થ—અતિક્લિષ્ટ પરિણામી સાતના બંધક મિથ્યાદષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિને મોહનો એક સમયપર્યત ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. ત્યારપછી અનુત્કૃષ્ટ થાય છે. માટે એ બંને સાદિ સાંત છે. ૮૭
ટીકાનુ–અતિસંક્લિષ્ટ પરિણામી, અહીં અતિસંક્લેશનું ગ્રહણ માત્ર બળવાનપણું જણાવવા માટે છે, કારણ કે બળવાનને જ અતિસંક્લેશ હોય છે. નહિ તો પ્રદેશબંધના વિષયમાં સંક્લિષ્ટ પરિણામનું કંઈ પ્રયોજન નથી. ઉત્કૃષ્ટ વિશુદ્ધિવાળાને પણ ઉત્કૃષ્ટ યોગ હોય છે અને તેને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તેથી ગાથામાં “મનિટ્ટે એ પદ વડે બળવાન ઓત્માનું ગ્રહણ - છે. એટલે કે ઉત્કૃષ્ટ યોગસ્થાને વર્તમાન આત્મા લેવાનો છે, કેમકે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ તે જ કરી શકે છે, તથા સાતનો બંધક, ગાથામાં મૂકેલ “fમછે' એ પદ સમ્યગ્દષ્ટિનું ઉપલક્ષણ-સૂચક છે માટે મિથ્યાદષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. ત્યારપછી અનુત્કૃષ્ટ થાય છે. વળી કાળાન્તરે ઉત્કૃષ્ટ ત્યારપછી અનુત્કૃષ્ટ થાય છે. એ પ્રમાણે વારાફરતી થતા હોવાથી એ બંને સાદિ-સાંત ભાંગે છે. આ પ્રમાણે મોહનીયના વિષયમાં બે ભાંગા વિચાર્યા. ૮૭
આ પ્રમાણે મૂળપ્રકૃતિઓ આશ્રયી સાઘાદિ ભંગનો વિચાર કર્યો. હવે ઉત્તરપ્રવૃતિઓ આશ્રયી વિચાર કરવા ઇચ્છતા કહે છે –
नाणंतरायनिद्दाअणवज्जकसायभयदुगंछाण । ' दंसणचउपयलाणं चउव्विगप्पो अणुक्कोसो ॥४८॥
ज्ञानान्तरायनिद्रानन्तानुबन्धिवर्जकषायभयजुगुप्सानाम् ।
दर्शनचतुष्कप्रचलानां चतुर्विकल्पोऽनुत्कृष्टः ॥४८॥ . અર્થજ્ઞાનાવરણીય, અંતરાય, નિદ્રા, અનંતાનુબંધી વર્ષ બાર કષાય, ભય, જુગુપ્સા, દર્શનાવરણ ચતુષ્ક અને પ્રચલાનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ ચાર પ્રકારે છે.
ટીકાનુ–જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક, નિદ્રા, અનંતાનુબંધી વર્જીને બાર કષાય, ભય, જુગુપ્સા, ચક્ષુ, અચકું, અવધિ અને કેવળદર્શનાવરણીયરૂપ દર્શનાવરણ ચતુષ્ક અને પ્રચલા એ ધ્રુવબંધી ત્રીસ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે—
જ્ઞાનાવરણીયે પાંચ, અંતરાય પાંચ અને ચક્ષુ, અચકું, અવધિ અને કેવળદર્શનાવરણીયરૂપ દર્શનાવરણીય ચાર એ ચૌદ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ યોગે વર્તમાન ક્ષપક અથવા ઉપશમક સૂક્ષ્મસંપરાયવર્તિ આત્માને એક કે બે સમયપર્યત ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. કારણ કે ઉત્કૃષ્ટ યોગ વડે ઘણાં દલિતો ગ્રહણ કરે છે અને આયુ તથા મોહનીયનો બંધવિચ્છેદ થયેલો હોવાથી તેના ભાગનો તેઓમાં પ્રવેશ થાય છે, એટલે કે તેનો ભાગ પણ મળે છે. વળી ચાર