________________
પંચસંગ્રહ-૧
૬૧૮
બંધવિચ્છેદ કરી ત્યાંથી પડતા મંદ યોગસ્થાનકવર્તિ આત્માને થાય માટે સાદિ, તે સ્થાન જેઓ પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે.
તથા એ છ કર્મના ઉત્કૃષ્ટ, જઘન્ય અને અજઘન્ય વિકલ્પો સાદિ સાંત ભાંગે છે. તેમાં ઉત્કૃષ્ટ તો સાદિ સાંત ભાંગે હમણાં જ વિચાર્યો. જઘન્ય પ્રદેશબંધ ઉત્પત્તિના પ્રથમ સમયે વર્તમાન, લબ્ધિ અપર્યાપ્ત, સર્વથી અલ્પ વીર્યવાળા અને સાત કર્મના બંધક સૂક્ષ્મ નિગોદને એક સમયમાત્ર હોય છે. બીજે સમયે તેને જ અજઘન્ય હોય છે. વળી ફરી પણ સંખ્યાતો અથવા અસંખ્યાતો કાળ વીતી ગયા બાદ જઘન્ય યોગિપણું અને અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદપણું પ્રાપ્ત થાય ત્યારે પ્રથમ સમયે જઘન્ય પ્રદેશબંધ થઈ શકે છે. ત્યારપછીના સમયે અજઘન્ય થાય છે. આ પ્રમાણે અનેક વાર સંસારી જીવોને જઘન્ય અને અજઘન્ય પ્રદેશબંધમાં પરાવર્તન થતું હોવાથી બંને સાદિ સાંત ભાંગે છે.
આયુ અને મોહનીય કર્મમાં જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એ સઘળા ભેદો સાદિ સાંત ભાંગે છે. તેમાં આયુ અવબંધિ હોવાથી તેના ચારે વિકલ્પોનું તો સાદિ સાંતપણું અત્યંત સ્પષ્ટ છે અને મોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ઉત્કૃષ્ટ યોગસ્થાનવત્તિ સપ્તવિધ બંધક સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિને એક અથવા બે સમયપર્યંત હોય છે. શેષકાલ અનુભૃષ્ટ હોય છે, માટે એ બંને સાદિ સાંત ભાંગે છે. તથા જઘન્ય-અજઘન્યમાં સાદિ-સાંતપણાનો વિચાર જ્ઞાનાવરણીયાદિની જેમ જાણી લેવો. ૮૩
શિષ્યોના ઉપકાર માટે ઉપરોક્ત ગાથાનું વર્ણન કરતાં આચાર્ય મહારાજ કહે છે— छब्बंधकस्स उक्कस्सजोगिणो साइअधुवउकोसो |
अणुक्कोस तच्चुयाओ अणाइअधुवाधुवा सुगमा ॥८४॥
षड्बन्धकस्योत्कृष्टयोगिनः साद्यध्रुव उत्कृष्टः
अनुत्कृष्टस्तच्च्यूतादनाद्यध्रुवध्रुवाः सुगमाः ॥८४॥
અર્થ—આ છ કર્મના બંધક ઉત્કૃષ્ટ યોગિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ સાંત છે. ત્યાંથી પડે ત્યારે અનુત્કૃષ્ટ થાય છે. તથા અનાદિ અશ્રુવ અને ધ્રુવ સુગમ છે. ૮૪
ટીકાનુ—છ કર્મના બંધક ઉત્કૃષ્ટ યોગિ સૂક્ષ્મસંપરાયવત્તિ ક્ષપક અથવા ઉપશમક આત્માને એક અથવા બે સમયપર્યંત મોહ અને આયુ વિના છ કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તે તે જ વખતે થતો હોવાથી સાદિ અને બીજે અથવા ત્રીજે સમયે વિચ્છેદ થતો હોવાથી સાંત.
તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધી પડવા વડે અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય માટે તે સાદિ થાય, અથવા ઉપશાંતમોહ ગુણસ્થાનકે બંધવિચ્છેદને પ્રાપ્ત કરીને ત્યાંથી પડે ત્યારે મંદ યોગસ્થાનકે વર્તતા અનુત્કૃષ્ટ પ્રદેશબંધ પ્રવર્તે એ રીતે પણ સાદિ થાય અને અનાદિ, ધ્રુવ અને અધ્રુવ તો સુગમ છે. તે આ પ્રમાણે—બંધવિચ્છેદ સ્થાનને અથવા ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનુત્કૃષ્ટ પ્રદેશબંધ અનાદિ છે અને ધ્રુવ-અધ્રુવ અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ હોય છે. ૮૪