________________
૬૧૧
પંચમત્કાર
એ પ્રમાણે જ્યારે સઘળાએ જીવપ્રદેશો સ્વપ્રદેશાવગાઢ કર્મયોગ્ય દ્રવ્યોને ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરે ત્યારે સઘળાએ જીવ પ્રદેશો અનંતર પરંપરપણે સંપૂર્ણ રીતે પ્રયત્ન કરે છે. એટલે કે કોઈપણ પ્રદેશ યોગ્ય પુગલોને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે અને અન્ય નથી કરતા એમ નથી. પરંતુ દરેક સમયે સઘળા જીવપ્રદેશો પ્રયત્ન કરે છે. માટે ગાથામાં સર્વ પ્રદેશો વડે ગ્રહણ કરે છે, એમ કહ્યું છે.
હવે જીવ વડે ગ્રહણ કરાતાં તે કર્મયોગ્ય પુદ્ગલ દ્રવ્યો જો નિયત દેશ, કાળ અને સ્વરૂપની અપેક્ષાએ વિચારીએ તો ગ્રહણ આશ્રયીને સાદિ છે. કારણ કે તેવા સ્વરૂપવાળાં તે પુદ્ગલદ્રવ્યો તે જ વખતે ગ્રહણ કરાયેલ છે અને જો માત્ર કર્મરૂપે પરિણામ આશ્રયી પ્રવાહની અપેક્ષાએ વિચારીએ તો અનાદિ છે, કારણ કે અનાદિ કાળથી જીવો કર્મયુગલોને ગ્રહણ કર્યા કરે છે.
તાત્પર્ય એ કે કર્મ પ્રતિસમય બંધાતું હોવાથી તે અપેક્ષાએ સાદિ અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. ૭૭
આ પ્રમાણે જ્યાં અવગાહીને રહેલાં કર્મદ્રવ્યોને જે રીતે ગ્રહણ કરે છે તેનું પ્રતિપાદન કર્યું. હવે એક અધ્યવસાય વડે ગ્રહણ કરાયેલ કર્મદલિકના ભાગવિભાગની પ્રરૂપણા માટે કહે છે
कमसो वुडठिईणं भागो दलियस्स होइ सविसेसो । तइयस्स सव्वजेट्ठो तस्स फुडत्तं जओ णप्पे ॥७८॥ क्रमशो बृहत्स्थितीनां भागः दलिकस्य भवति सविशेषः ।
तृतीयस्य सर्वज्येष्ठस्तस्य स्फुटत्वं यतो नाल्पे ॥७॥ અર્થ–મોટી સ્થિતિવાળાં કર્મોના દલિકનો ભાગ અનુક્રમે મોટો મોટો હોય છે. માત્ર ત્રીજા વેદનીયકર્મનો ભાગ સર્વથી વધારે છે, કારણ કે અલ્ય ભાગ હોય તો તેનું ફુટપણું ન થાય.
ટીકાનુ–કોઈપણ વિવક્ષિત સમયે એક અધ્યવસાયથી ગ્રહણ કરાયેલ દલિકનો – કર્મપરમાણુના સમૂહનો ભાગ અનુક્રમે મોટો મોટો હોય છે.
' ૧. અહીં એમ શંકા થાય છે જેમ વધારે યોગ હોય ત્યારે વધારે પુગલો ગ્રહણ કરે, અલ્પ હોય ત્યારે અલ્પ ગ્રહણ કરે તેમ એમ કેમ ન બને કે જે જીવપ્રદેશે વધારે યોગ હોય ત્યાં વધારે કર્મનો સંબંધ થાય, અલ્પ યોગ હોય ત્યાં અલ્પ કર્મનો સંબંધ થાય ? તેના ઉત્તરમાં સમજવાનું કે જીવ એક અખંડ દ્રવ્ય છે એટલે ભલે પ્રયત્ન ઓછોવત્તો હોય છતાં કર્મનો સંબંધ ઓછોવત્તો હોતો નથી. જે એક પ્રદેશનું કર્મ તે સઘળાનું અને જે સઘળાનું તે એકનું હોય છે. એક પ્રદેશે જેટલો અને જેવા પ્રકારનો અનુભવ હોય તેટલો અને તેવા પ્રકારનો સંપૂર્ણ આત્મામાં અનુભવ થાય છે. આત્મપ્રદેશ કહીએ છીએ ત્યાં પ્રદેશની માત્ર કલ્પના છે, વાસ્તવિક નથી. એટલે ઉપરોક્ત શંકાને સ્થાન નથી.