________________
પંચસંગ્રહ-૧
તાત્પર્ય એ કે—જે આકાશપ્રદેશને આત્મા અવગાહીને રહ્યો છે તે જ આકાશપ્રદેશને અવગાહીને રહેલ કર્મયોગ્ય વર્ગણાઓને ગ્રહણ કરી તેને કર્મપણે પરિણમાવી શકે છે. પરંતુ જે આકાશપ્રદેશને આત્માએ અવગાહ્યા નથી તે આકાશપ્રદેશને અવગાહીને રહેલ કર્મયોગ્ય વર્ગણાને ગ્રહણ કરવાની અને કર્મરૂપે પરિણમાવવાની શક્તિનો અસંભવ છે.
૬૧૦
કર્મબંધ કરનારા દરેક આત્માઓ માટે એ સામાન્ય હકીકત છે કે, કોઈપણ આત્મા પોતે જે આકાશપ્રદેશને અવગાહી રહ્યો છે તે જ આકાશપ્રદેશને અવગાહીને રહેલ કર્મયોગ્ય વર્ગણા ગ્રહણ કરી તેને કર્મપણે પરિણમાવી શકે છે. અહીં કંઈક સરખાપણાને આશ્રયીને અગ્નિનું દૃષ્ટાંત પૂર્વ મહર્ષિઓ આ પ્રમાણે વર્ણવે છે—
જેમ અગ્નિ બાળવા યોગ્ય પોતાના ક્ષેત્રમાં રહેલાં પુદ્ગલ દ્રવ્યોને જ અગ્નિરૂપે પરિણમાવી શકે છે. પોતાના ક્ષેત્રમાં નહિ રહેલાને પરિણમાવી શકતો નથી તેમ જીવ પણ સ્વપ્રદેશાવગાઢ કર્મયોગ્ય પુદ્ગલ દ્રવ્યોને જ ગ્રહણ કરવાને અને કર્મરૂપે પરિણમાવવાને સમર્થ છે. પરંતુ જે આકાશપ્રદેશને અવગાહીને પોતે રહ્યો નથી તે આકાશ પ્રદેશને અવગાહીને રહેલ કર્મપુદ્ગલોને ગ્રહણ કરી કર્મરૂપે પરિણમાવવા માટે સમર્થ નથી, કારણ કે તે પોતાના વિષયની બહાર રહેલા છે.
કહ્યું છે કે—‘જેમ અગ્નિ તેના વિષય-ક્ષેત્રમાં રહેલ દહન યોગ્ય દ્રવ્યોને અગ્નિપણે પરિણમાવે છે. તેના વિષયમાં નહિ રહેલને અગ્નિપણે પરિણમાવતો નથી. તેમ જીવ પણ સ્વપ્રદેશાવગાઢ કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે અને કર્મપણે પરિણમાવે છે. જે સ્વપ્રદેશાવગાઢ નથી તેને ગ્રહણ કરી શકતો નથી અને કર્મપણે પરિણમાવી શકતો નથી.
આ પ્રમાણે આત્મા એક પ્રદેશાવગાઢ કર્મયોગ્ય પુદ્ગલ દ્રવ્યોને ગ્રહણ કરે છે. તે શી રીતે ગ્રહણ કરે છે ? તો કહે છે કે—પોતાના સઘળા આત્મપ્રદેશો વડે. તેનો તાત્પર્યાર્થ આ પ્રમાણે—
જીવના સઘળા પ્રદેશો સાંકળના અવયવોની જેમ પરસ્પર સંકળાયેલા છે. માટે જીવનો એક પ્રદેશ જ્યારે સ્વપ્રદેશાવગાઢ કર્મયોગ્ય પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરવા પ્રયત્ન કરે ત્યારે અન્ય પ્રદેશો પણ તે પુદ્ગલ દ્રવ્યોને ગ્રહણ ક૨વા માટે અનંતર ૫રં૫૨૫ણે પ્રયત્ન કરે છે. માત્ર તેનો પ્રયત્ન મંદ, વધારે મંદ અને તેનાથી પણ વધારે મંદ હોય છે.
જેમ સાંકળનો છેલ્લો અવયવ ચલાવીએ ત્યારે તેની નજીકનો અને અનુક્રમે દૂર દૂર રહેલો અવયવ એમ સઘળા અવયવો ચાલે છે. માત્ર નજીકનો વધારે ચાલે છે. દૂર દૂરના મંદ મંદ ચાલે છે તેમ જીવનો એક પ્રદેશ ગ્રહણક્રિયામાં પ્રયત્નવંત થાય ત્યારે તેની નજીકના અને ક્રમશઃ દૂર દૂર રહેલા સઘળા પ્રદેશો પ્રયત્નવંત થાય છે. માત્ર નજીકના પ્રદેશમાં વધારે પ્રયત્ન હોય છે, દૂર દૂરના પ્રદેશોમાં અલ્પ અલ્પ પ્રયત્નો હોય છે.
.જેમ ઘટાદિ કોઈ વસ્તુને ઉપાડવા હાથ પ્રયત્ન કરે ત્યારે ત્યાં વધારે ક્રિયા થાય અને દૂર દૂર રહેલા મણિબંધ કોણી ખભા વગેરેમાં અનુક્રમે અલ્પ અલ્પ ક્રિયા થાય છે. એટલે ક્રિયા ઓછીવત્તી થાય છે પરંતુ પ્રયત્ન સઘળા પ્રદેશે થાય છે.