________________
પંચમત્કાર
૬૦૯ તેનાથી પણ કોઈ પણ વિવક્ષિત એક સમયે એક અધ્યવસાયથી ગ્રહણ કરાયેલ કર્મદલિકના પરમાણુઓ અનંતગુણા છે. કારણ કે એક એક વર્ગણામાં અભવ્યથી અનંતગુણા પરમાણુઓ હોય છે. તથા તેનાથી એક અધ્યવસાયથી ગ્રહણ કરાયેલ કર્મદલિકમાં રસાવિભાગપરિચ્છેદો એટલે રસાણુઓ અનંતગુણા છે. કારણ કે એક એક પરમાણુમાં સર્વજીવોથી અનંતગુણ રસાણુઓ હોય છે. આ પ્રમાણે અલ્પબદુત્વ કહ્યું. ૭૫-૭૬
આ પ્રમાણે રસબંધનું સ્વરૂપ કહ્યું. હવે ક્રમ પ્રાપ્ત પ્રદેશબંધનું સ્વરૂપ કહેવું જોઈએ. તેમાં ત્રણ અનુયોગદ્વાર છે. તે આ–ભાગવિભાગ પ્રમાણ, સાદ્યાદિપ્રરૂપણા અને સ્વામિત્વપ્રરૂપણા. તેમાં ભાગવિભાગપ્રરૂપણાને કહેવા ઇચ્છતા પહેલા જે આકાશપ્રદેશ ઉપર રહેલી કર્મવર્ગણાઓને જેવી રીતે જીવ ગ્રહણ કરે છે તે કહે છે–
एगपएसोगाढे सव्वपएसेहिं कम्मणो जोगे । जीवो पोग्गलदव्वे गिण्हइ साई अणाई वा ॥७७॥ एकप्रदेशावगाढानि सर्वप्रदेशैः कर्मणः योग्यानि ।
जीवः पुद्गलद्रव्याणि गृह्णाति सादीन्यनादीनि वा ॥७॥ અર્થ—અભિન્ન આકાશપ્રદેશમાં રહેલા કર્મને યોગ્ય પગલદ્રવ્યોને આત્મા પોતાના સર્વ પ્રદેશો વડે ગ્રહણ કરે છે. તે પુદ્ગલો આદિ અથવા અનાદિ હોય છે.
ટીકાનુ–જગતમાં પુદ્ગલ દ્રવ્યો બે પ્રકારના છે. તે આ પ્રમાણે-કર્મરૂપે પરિણમી શકે તેવા અને કર્મરૂપે ન પરિણમી શકે તેવા.
- તેમાં છૂટા પરમાણુ અને બે પ્રદેશ વડે બનેલા સ્કંધોથી આરંભી મનોવર્ગણા પછીની અગ્રહણપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા સુધીના સઘળા સ્કંધો કર્મોને અયોગ્ય છે, એટલે કે આત્મા તેવા સ્કંધોને ગ્રહણ કરી તેને જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણાવી શકતો નથી.
' ત્યારપછીના એક એક અધિક પરમાણુથી બનેલા સ્કંધોથી આરંભી તેની જ ઉત્કૃષ્ટ વર્ગણા સુધીના સ્કંધો યોગ્ય છે. તેવા સ્કંધોને ગ્રહણ કરી તેને જ્ઞાનાવરણાદિરૂપે પરિણાવી શકે છે. ત્યારપછીના એક એક અધિક પરમાણુથી બનેલા સ્કંધોથી આરંભી મહાત્કંધ વર્ગણા સુધીના તમામ સ્કંધો કર્મને અયોગ્ય છે. છે. અહીં કર્મ યોગ્ય જે પુદ્ગલ દ્રવ્યો છે તેને કર્મપણે પરિણાવવા માટે આત્મા પ્રહણ કરે છે. કેવા પ્રકારનાં તે પુગલોને ગ્રહણ કરે છે? તો કહે છે કે –
એક પ્રદેશાવગાઢ પુદ્ગલોને ગ્રહણ કરે છે. અહીં એક શબ્દ અભિન્ન અર્થનો વાચક છે. જેમ આપણા બંનેનું એક કુટુંબ છે. અહીં એક શબ્દ અભિન્ન અર્થનો વાચક હોવાથી જેમ તારું જે કુટુંબ તે જ મારું છે એવો અર્થ થાય છે, તેમ એક પ્રદેશાવગાઢ—એક પ્રદેશમાં અવગાહીને રહેલા એટલે કે જે આકાશપ્રદેશમાં આત્માના પ્રદેશો અવગાહીને રહેલ છે, તે જ આકાશપ્રદેશમાં જો કર્મયોગ્ય પુદ્ગલદ્રવ્ય અવગાહીને રહેલા હોય તો તે પુદ્ગલદ્રવ્યોને જીવ ગ્રહણ કરે છે, અન્યથા ગ્રહણ કરતો નથી. એ એક પ્રદેશાવગાઢનો અર્થ છે. પિંચ૦૧-૭૭