________________
પંચમત્કાર
૫૯૯
રસબંધ કરે છે. કારણ કે તેના બાંધનારાઓમાં તે જ ક્લિષ્ટ પરિણામી છે કેમકે પડતાં ક્લિષ્ટ પરિણામ થાય છે અને પુન્ય પ્રકૃતિઓનો ક્લિષ્ટ પરિણામે જ જઘન્ય રસબંધ થાય છે.
તથા દેવના બંધને અયોગ્ય નરકત્રિક, દેવત્રિક, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય જાતિ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ અને વૈક્રિયદ્ધિક એ ચૌદ પ્રકૃતિઓનો તથા તિર્યંચાયુ અને મનુષ્યાયુનો તત્વાયોગ્ય વિશુદ્ધ અને સંક્લિષ્ટ પરિણામવાળા મનુષ્ય અને તિર્યંચો જઘન્ય રસબંધના સ્વામી છે.
- તેમાં નરકત્રિકનો દશ હજાર વર્ષપ્રમાણ નરકાયુને બાંધતા તત્વાયોગ્ય વિશુદ્ધ મનુષ્ય તિર્યંચો જઘન્ય રસબંધ કરે છે. કારણ કે અતિવિશુદ્ધ પરિણામવાળાને નરકમાયોગ્ય બંધનો સંભવ જ નથી.
શેષ ત્રણ આયુની પોતપોતાની જઘન્યસ્થિતિ બાંધતા ત~ાયોગ્ય સંક્લિષ્ટ પરિણામી જઘન્ય રસબંધ કરે છે. અતિસંક્લિષ્ટ પરિણામે તેના બંધનો અસંભવ છે.
વૈક્રિયદ્ધિકનો નરકગતિ યોગ્ય વીસકોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા અતિસંક્લિષ્ટ પરિણામના યોગે જઘન્ય રસબંધ કરે છે.
દેવદ્વિકનો, દશકોડાકોડી પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા ત~ાયોગ્ય સંક્લિષ્ટ પરિણામે જઘન્ય રસબંધ કરે છે. તેના બાંધનારાઓમાં આવા આત્માઓ જ અતિક્લિષ્ટ પરિણામી છે.
બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયજાતિ, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ એ છે પ્રકૃતિઓનો તત્કાયોગ્ય વિશુદ્ધ પરિણામી આત્મા જઘન્ય રસબંધ કરે છે. વધારે વિશુદ્ધિવાળાને તે પ્રકૃતિઓના બંધનો અસંભવ છે.
આ સોળે પ્રકૃતિઓને દેવો અને નારકીઓ ભવસ્વભાવે જ બાંધતા નથી. માટે મનુષ્ય અને તિર્યંચનું ગ્રહણ કર્યું છે. જો કે મનુષ્ય અને તિર્યંચનું આયુ દેવો અને નારકીઓ બાંધે છે, પરંતુ તેના મધ્યમાયુનો બંધ કરે છે, જઘન્યાયુનો નહિ. ૭૦
ओरालियतिरियदुगे नीउज्जोयाण तमतमा छण्हं । मिच्छ-नरयाणभिमुहो सम्महिट्ठि उ तित्थस्स ॥७१॥
औदारिकतिर्यग्द्विकयोर्नीचैरुद्योतयोस्तमस्तमाः षण्णाम् ।
मिथ्यात्वनरकयोरभिमुखः सम्यग्दृष्टिस्तु तीर्थस्य ॥७१॥ અર્થ ઔદારિકદ્ધિક, તિર્યદ્ગિક, નીચગોત્ર અને ઉદ્યોતનામકર્મ એ છ પ્રકૃતિઓનો સાતમી નરક પૃથ્વીના નારકીઓ જઘન્ય રસબંધ કરે છે. તથા મિથ્યાત્વ અને નરકને સન્મુખ થયેલો સમ્યગ્દષ્ટિ તીર્થંકર નામકર્મનો જઘન્ય રસબંધ કરે છે. "
૧. નરક પ્રાયોગ્ય બંધ કરતાં જો કે ક્લિષ્ટ પરિણામ હોય છે પરંતુ દશ હજાર વર્ષથી વધારે આયના બાંધનારની અપેક્ષાએ દશ હજાર વર્ષ પ્રમાણ આયુ બાંધનાર શુદ્ધ છે તેનાથી વધારે શુદ્ધ પરિણામે 'નરક પ્રાયોગ્ય બંધ જ ન થાય માટે તત્કાયોગ્ય શુદ્ધ એમ કહ્યું છે.