________________
૬૦૦
પંચસંગ્રહ-૧ ટીકાન–શુભ પ્રકૃતિઓની સહચારિ શુભપ્રકૃતિઓ અને અશુભની સહચારિ અશુભ પ્રકૃતિઓ હોય છે. એટલે કે શુભની સાથે શુભપ્રકૃતિઓનો યોગ અને અશુભની સાથે અશુભનો યોગ થાય છે એવો ન્યાય હોવાથી ઔદારિકદ્ધિક સાથે ઉદ્યોતનો યોગ કરવો અને તિર્યશ્ર્વિક સાથે નીચગોત્રનો યોગ કરવો.
તાત્પર્ય એ કે ઔદારિકદ્ધિક અને ઉદ્યોતનામકર્મ એ ત્રણ પ્રકૃતિઓનો વ્યારાનો વિશેષપ્રતિપત્તિઃ' વ્યાખ્યાન-વિસ્તૃત ટીકા કરવા વડે વિશેષ અર્થનું જ્ઞાન થાય છે.” એવું વચન હોવાથી ગાથામાં જો કે તમતમાં' એ પદ વડે સાતમી નારકીના જીવો જ લીધા છે છતાં દેવો અથવા નારકીઓ તિર્યંચગતિની ઉત્કૃષ્ટ સંક્લેશે વિસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા જઘન્ય રસબંધ કરે છે. કારણ કે તે પ્રકૃતિઓના બાંધનાર જીવોમાં તેઓ જ સર્વસંમ્પિષ્ટ અધ્યવસાયવાળા છે. આવા પ્રકારના અતિસંક્લિષ્ટ પરિણામી તિર્યંચ મનુષ્યોને નરકગતિ યોગ્ય બંધનો સંભવ હોવાથી ઉપરોક્ત પ્રકૃતિઓના બંધનો અસંભવ છે. તેમાં પણ ઔદારિક અંગોપાંગના ઈશાન દેવલોક પછીના દેવો જાણવા. કારણ કે અતિસંક્લિષ્ટ પરિણામે ઈશાન સુધીના દેવોને તો એકેન્દ્રિયયોગ્ય બંધનો સંભવ હોવાથી તે વખતે તેઓને ઔદારિક અંગોપાંગ નામકર્મ બંધાતું નથી.
તથા તિર્યંચગતિ, તિર્યંચાનુંપૂર્વી અને નીચગોત્રનો સાતમી નરકમૃથ્વીમાં વર્તમાન ઔપથમિક સમ્યક્તને ઉત્પન્ન કરતો નારકી યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ કરવાપૂર્વક અંતરકરણ કરીને પ્રથમ સ્થિતિને વિપાકોદય વડે અનુભવતા પ્રથમ સ્થિતિના ચરમસમયે મિથ્યાદષ્ટિ છતો જઘન્ય રસબંધ કરે છે તે પ્રકૃતિઓના બંધનમાં તેની જ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ છે.
શતકચૂર્ણિમાં કહ્યું છે કે – તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી અને નીચગોત્રનો સમ્યક્તને સન્મુખ થયેલો સાતમી નરકનો ચરમસમયવર્તી મિથ્યાષ્ટિ નારકી ત્રણ કરણ કરી પ્રથમ સ્થિતિનો અનુભવ કરતા તેના ચરમસમયે જ્યાં સુધી મિથ્યાત્વભાવ છે ત્યાં સુધી ભવસ્વભાવે એ ત્રણ પ્રકૃતિઓ બાંધે છે. માટે તેનો તેને જઘન્ય રસબંધ થાય છે. તેના બંધનમાં તે જ સર્વ વિશુદ્ધ પરિણામવાળો છે. આ પ્રમાણે ગાથામાં ગ્રહણ કરેલી છએ પ્રકૃતિઓનો મિથ્યાષ્ટિ જઘન્ય રસબંધનો સ્વામી છે.
તથા મિથ્યાત્વ અને નરકને સન્મુખ થયેલો અવિરતિ વેદક સમ્યગ્દષ્ટિ આત્મા તીર્થંકર નામકર્મના જઘન્ય રસબંધનો સ્વામી છે. ચોથાથી પહેલે જતા ચોથાના ચરમસમયે તેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને જઘન્ય રસબંધ કરે છે. કારણ કે તેના જઘન્ય રસબંધને યોગ્ય તે જ સર્વસંમ્પિષ્ટ પરિણામી છે. ૭૧
सुभधुव तसाइ चउरो परघाय पणिदिसास चउगइया । उक्कडमिच्छा ते च्चिय थीअपुमाणं विसुझंता ॥७२॥ शुभधुवाणां त्रसादीनां चतसृणां पराघातपञ्चेन्द्रियोच्छासानां चतुर्गतिकाः । उत्कटमिथ्यादृष्टयस्ते एव स्त्र्यपुंसोविशुध्यन्तः ॥७२॥