________________
૫૯૮
પંચસંગ્રહ-૧
દ્રિક, આહારકદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, સમચતુરગ્નસંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્ત વિહાયોગતિ તીર્થંકર યશકીર્તિ સિવાય ત્રસાદિ નવક એ પ્રમાણે ઓગણત્રીસ પ્રકૃતિઓનો મોહનીયકર્મને સર્વથા ખપાવવાની યોગ્યતાવાળો અપૂર્વકરણ ગુણસ્થાનકવર્તિ આત્મા જ્યાં તેનો બંધવિચ્છેદ થાય છે ત્યાં ઉત્કૃષ્ટ રસબંધ કરે છે.
મનુષ્યદ્ધિક, ઔદારિકદ્ધિક અને પ્રથમ સંઘયણ એ પાંચ પ્રકૃતિઓનો અવિરતિ સમ્યગ્દષ્ટિ દેવ ઉત્કૃષ્ટ રસબંધ કરે છે.
તથા પ્રમત્તે દેવાયુનો બંધ શરૂ કરી અપ્રમત્તે ગયેલો આત્મા તીવ્ર વિશુદ્ધિના યોગે તેનો ઉત્કૃષ્ટ રસબંધ કરે છે.
તથા સાત વેદનીય ઉચ્ચગોત્ર અને યશકીર્તિ એ ત્રણ પ્રકૃતિઓનો સપક સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક વર્તિ આત્મા અત્યંત તીવ્ર વિશુદ્ધિના યોગે ઉત્કૃષ્ટ રસબંધ કરે છે.. ૬૯
આ પ્રમાણે શુભ અને અશુભ પ્રકૃતિઓના વિશેષરૂપે ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી કહ્યા. હવે યથાયોગ્યપણે શુભ અશુભ પ્રકૃતિઓના જઘન્ય રસબંધના સ્વામી કહે છે
आहार अप्पमत्तो कुणइ जहन्नं पमत्तयाभिमुहो । नरतिरिय चोद्दसण्हं देवाजोगाण साउण ॥७०॥
आहारकस्याप्रमत्तः करोति जघन्यं प्रमत्तताभिमुखः ।
नरतिर्यंचः चतुर्दशानां देवायोग्यानां स्वायुषोः ॥७०॥ અર્થ–આહારકદ્વિકનો જઘન્ય રસબંધ પ્રમત્તપણાને સન્મુખ થયેલો અપ્રમત્ત કરે છે. તથા દેવોને અયોગ્ય ચૌદ પ્રકૃતિઓનો અને પોતાના બે આયુનો મનુષ્ય અને તિર્યંચો જઘન્ય રસબંધ કરે છે.
ટીકાનુ–આહારકદ્ધિકનો પ્રમત્ત ગુણસ્થાનકને સન્મુખ થયેલો અપ્રમત્ત આત્મા જઘન્ય
રસબંધ કેમ ન થાય ? કદાચ અહીં એમ કહેવામાં આવે કે ત્યાં તે બંધાતી નથી માટે ન થાય. પરંતુ શા માટે ન બંધાય ? તેના ઉત્તરમાં સમજવું કે દરેક પુન્ય કે પાપ પ્રકૃતિઓના બંધ યોગ્ય પરિણામની તીર્થંકર પરમાત્માના જ્ઞાનમાં મર્યાદા છે કે ઓછામાં ઓછા અમુક હદના સારા પરિણામથી આરંભી વધારેમાં વધારે અમુક હદ સુધીના સારા પરિણામ પર્યત અમુક અમુક પુન્ય પ્રકૃતિઓ બંધાય. તે જ પ્રમાણે ઓછામાં ઓછા અમુક હદના સંક્લિષ્ટ પરિણામથી આરંભી ઉત્કૃષ્ટ અમુક હદ સુધીના સંક્લિષ્ટ પરિણામ પર્યત અમુક પાપ
૧ બંધાય. આ પ્રમાણે બંધમાં પોતપોતાની જે ઓછામાં ઓછી કે વધારેમાં વધારે સંક્લેશ કે વિશુદ્ધિની મર્યાદા છે તે કરતાં ઓછા હોય કે વધી જાય તો તે પ્રકૃતિનો બંધ ન થાય. આ હેતુથી જ અમુક અમુક પ્રકૃતિ અમુક ગુણસ્થાનક સુધી બંધાય, આગળ ન બંધાય એમ કહ્યું છે. જો આ પ્રમાણે મર્યાદા ન હોય અને ઉત્તરોત્તર ગુણસ્થાનકે બંધાયા જ કરે તો તેના બંધનો અંત જ ન આવે અને કોઈ જીવ મોક્ષમાં જ ન જાય. તેથી જ તીર્થંકરાદિનો આઠમે અને યશકીર્તિ આદિનો દશમે ઉત્કૃષ્ટ રસબંધ કહ્યો અને બંધવિચ્છેદ પણ ત્યાં જ કહ્યો. કારણ કે તેના બંધને યોગ્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધ પરિણામ ત્યાં જ છે. તે કરતાં આગળના ગુણસ્થાનકે તેના બંધ યોગ્ય હદથી વધારે નિર્મળ પરિણામ છે. માટે ત્યાં ન બંધાય. આ પ્રમાણે દરેક પ્રવૃતિઓ માટે સમજવું.