________________
પંચમહાર
૫૯૧
માટે વિપર્યાસ સમજવો. તે આ પ્રમાણે –
પૂર્વોક્ત ત્રણ આયુ બાંધનારા જીવોમાં જે સર્વસંક્લિષ્ટ પરિણામવાળા હોય છે તે જીવો તે ત્રણ આયુની જઘન્ય સ્થિતિ બાંધે છે અને જે સર્વ વિશુદ્ધ પરિણામવાળા હોય છે તે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. વળી જેમ જેમ તેઓની સ્થિતિ વધે છે તેમ તેમ રસની પણ વૃદ્ધિ થાય છે, જેમ જેમ અલ્પ અલ્પ સ્થિતિનો બંધ થાય છે તેમ તેમ રસ પણ ઓછો ઓછો બંધાય છે. આ પ્રમાણે ત્રણ આયુનો શેષ પ્રકૃતિઓથી વિપરીત ક્રમ છે. ૬૪
આ પ્રમાણે સ્થિતિબંધનું સ્વરૂપ કહ્યું. હવે રસબંધનું સ્વરૂપ કહે છે. તેમાં ત્રણ અનુયોગદ્વાર છે. તે આ પ્રમાણે–સાદિ અનાદિ પ્રરૂપણા, સ્વામિત્વ પ્રરૂપણા અને અલ્પબદુત્વ પ્રરૂપણા. સાદિ અનાદિ પ્રરૂપણા પણ બે પ્રકારે છે. ૧. મૂળપ્રકૃતિ સંબંધે, ૨. ઉત્તરપ્રકૃતિ સંબંધે. તેમાં પહેલા મૂળ પ્રકૃતિ સંબંધે સાદિ અનાદિ પ્રરૂપણા કરવા ઇચ્છતા આ ગાથા કહે છે –
अणुभागोणुक्कोसो नाम-तइज्जाण घाइ अजहन्नो । गोयस्स दोवि एए चउव्विहा सेसया दुविहा ॥६५॥
अनुभागोऽनुत्कृष्टो नामतृतीययोर्घातिनामजघन्यः । , , ગોત્રસ્ય તાવÀતી વસ્તુર્વિથા: શેષા વિઘા ઘા
અર્થ-નામ અને વેદનીયનો અનુત્કૃષ્ટ અનુભાગબંધ, ઘાતિકર્મનો અજઘન્ય અનુભાગબંધ અને ગોત્રના બંને બંધ ચાર ભાંગે છે અને શેષ બંધ બે ભાંગે છે.
ટીકાનુ–નામકર્મ અને વેદનીયકર્મનો અનુત્કૃષ્ટ અનુભાગબંધ, તથા ઘાતિ-જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય અને અંતરાયકર્મનો અજઘન્ય અનુભાગબંધ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે
નામ અને વેદનીયકર્મનો ઉત્કૃષ્ટ અનુભાગબંધ ક્ષેપકને સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકના ચરમસમયે થાય છે અને પછીના સમયે વિચ્છેદ થાય છે. એક સમયમાત્ર થતો હોવાથી તે સાદિ સાંત ભાંગે છે. તે સિવાયનો સઘળો રસબંધ અનુત્કૃષ્ટ છે. તે ઉપશાંતમોહ ગુણસ્થાનકે થતો નથી. ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત નથી કર્યું તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને આશ્રયી અધ્રુવ છે.
* મોહનીયનો ક્ષપકને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના ચરમ સમયે, તથા જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાયનો ક્ષપકને સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકના ચરમ સમયે જઘન્ય રસબંધ થાય છે. તે એક સમય જ થતો હોવાથી સાદિ સાંત છે. તે સિવાયના અન્ય સઘળો રસબંધ અજઘન્ય છે. તેમાં મોહનીયનો અજઘન્ય રસબંધ ઉપશમશ્રેણિમાં સૂક્ષ્મસંપરાય ગુણઠાણે અને જ્ઞાનાવરણાદિ ત્રણનો ઉપશાંતમો ગુણઠાણે થતો નથી. ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત નથી કર્યું તેઓ આશ્રયી અનાદિ અને ધ્રુવ અધ્રુવ અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે.
૧. અહીં આયુનો બંધ ઘોલના પરિણામે થતો હોવાથી આયુ બંધાઈ શકે તેટલા પૂરતો સર્વ સંક્લેશ અને તેટલા પૂરતા સર્વ વિશુદ્ધ પરિણામ લેવાના છે. એ જ તાત્પર્યનો સૂચક આ શબ્દ છે.