________________
પ૯૦
પંચસંગ્રહ-૧ सव्वाण ठिई असुभा उक्कोसुक्कोससंकिलेसेणं । इयरा उ विसोहिए सुरनरतिरिआउए मोत्तुं ॥१४॥
सर्वासां स्थितिरशुभा उत्कृष्टोत्कृष्टसंक्लेशेन । , इतरा तु विशुद्ध्या सुरनरतिर्यगायूंषि मुक्त्वा ॥६४॥
અર્થ–દેવાયુ, મનુષ્યાય અને તિર્યંચાયુને છોડીને શેષ સઘળી કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે, કારણ કે ઉત્કૃષ્ટ સંક્લેશ વડે બંધાય છે અને ઈતર જઘન્ય સ્થિતિ શુભ છે, કારણ કે વિશુદ્ધ પરિણામ વડે બંધાય છે.
ટીકાનું–શુભ અથવા અશુભ સઘળી કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે.
અહીં પ્રશ્ન થાય છે કે સઘળી કર્મપ્રકૃતિઓની સ્થિતિ શા માટે અશુભ છે? તો કહે છે – કારણ અશુદ્ધ છે માટે. તે આ પ્રમાણે
ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામ જ્યારે થાય ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થાય છે. કેમકે જેમ જેમ સંક્લેશની વૃદ્ધિ થતી જાય તેમ સ્થિતિબંધ વૃદ્ધિ થાય એમ પ્રતિપાદન કર્યું છે, કષાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જે અશુભ અધ્યવસાય તે સંક્લેશ કહેવાય છે. આ પ્રમાણે સક્લિષ્ટ અધ્યવસાયરૂપ કારણ અશુદ્ધ હોવાથી તેનાથી ઉત્પન્ન થયેલ ઉત્કૃષ્ટ સ્થિતિના બંધરૂપ કાર્ય પણ અશુભ જ હોય છે.
વળી અપ્રશસ્ત કર્મમાં જેમ સંક્લેશની વૃદ્ધિ થાય તેમ રસ પણ પુષ્ટ થાય છે તેથી અશુભકર્મની જેમ સ્થિતિ વધે તેમ રસ વધે છે. આ હેતુથી પણ તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે એ પ્રસિદ્ધ છે.
તથા જે પ્રશસ્ત કર્મપ્રકૃતિઓ છે તેઓમાં જેમ જેમ સંક્લેશ વધે તેમ તેમ તેની સ્થિતિની વૃદ્ધિ અને રસ ઓછો થતો જાય છે. સ્વયોગ્ય ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામ થાય ત્યારે તેઓની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે, તે વખતે રસનો અત્યંત અલ્પ બંધ થાય છે માટે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ જેની અંદરથી રસ કાઢી લીધો છે એવી શેરડીની જેમ નીરસ હોવાથી અપ્રશસ્ત છે.
એ જ સ્વરૂપનો વિચાર કરવા માટે જે વડે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે, અને જે વડે જઘન્ય સ્થિતિ બંધાય છે, તેનું નિરૂપણ કરે છે
સઘળી કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ સંક્લેશ વડે થાય છે, એટલે કે જે સંક્લેશ જે જે પ્રકૃતિના બંધમાં હેતુ છે, તેની અંદર જે ઉત્કૃષ્ટ સંક્લેશ છે તે સંક્લેશ તે તે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિમાં હેતુ છે.
તથા સઘળી કર્મપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ વિશુદ્ધ અધ્યવસાય વડે થાય છે. એટલે કે – જે વિશુદ્ધ પરિણામ જે પ્રકૃતિના બંધમાં હેતુ છે તેની અંદર જે સર્વ વિશુદ્ધ પરિણામ છે તે, તે પ્રકૃતિની જઘન્ય સ્થિતિ ઉત્પન્ન કરે છે.
આ વિષયમાં અપવાદ કહે છે–દેવ, મનુષ્ય અને તિર્યંચના આયુને છોડીને શેષ કર્મપ્રકૃતિઓ માટે જઘન્ય, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંબંધે ઉપરની પરિભાષા સમજવી. પરંતુ ત્રણ આપ્યું