________________
૫૬૬
પંચસંગ્રહ-૧
વર્તતો હોય ત્યારે અવશ્ય પલ્યોપમના અસંખ્યાતમે ભાગે હીન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. અહીંથી આગળ પણ એ જ સંપ્રદાય—રીત છે એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ અબાધામાં વર્તતો પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અથવા સમયાધિક પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સ્થિતિ બાંધે, અથવા બે સમયાધિક પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, યાવત્ પલ્યોપમના બે અસંખ્યાતમે ભાગે ન્યૂન સ્થિતિ બાંધે.
હવે જ્યારે બે સમય ન્યૂન ઉત્કૃષ્ટ અબાધામાં વર્તતો હોય ત્યારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગરૂપ બે કંડક ન્યૂન એટલે કે પલ્યોપમના બે અસંખ્યાતમે ભાગે ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, તે પણ એક સમય ન્યૂન અથવા બે સમય ન્યૂન બાંધે યાવત્ ત્રીજી વાર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સ્થિતિ થાય ત્યાં સુધીની સ્થિતિ બાંધે.
એમ જેટલા સમય અબાધા ન્યૂન થાય તેટલા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કંડક વડે ઓછો સ્થિતિબંધ થાય છે. એમ અબાધાનો સમય અને સ્થિતિબંધનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કંડક ઓછો કરતા ત્યાં સુધી જવું કે જઘન્ય અબાધાએ વર્તતો જીવ જઘન્ય સ્થિતિબંધ કરે. પ૩
આ પ્રમાણે અબાધાના સમયની હાનિ કરવા વડે સ્થિતિના કંડકની હાનિનો વિચાર કર્યો. હવે એકેન્દ્રિયાદિના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધના પ્રમાણનો વિચાર કરવા ઇચ્છતા, પહેલા એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું પ્રમાણ કહે છે–
जा एगिदि जहन्ना पल्लासंखंससंजुया सा उ । तेसिं जेट्ठा सेसाण संखभागहिय जा सन्नी ॥५४॥ या एकेन्द्रियाणां जघन्या पल्यासंख्यांशसंयुता सा तुः ।
तेषां ज्येष्ठ शेषाणामसंख्यभागाधिका यावदसंज्ञिनः ॥५४॥
અર્થ–એકેન્દ્રિયની જે જઘન્ય સ્થિતિ હોય તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમયો વડે યુક્ત કરતા તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે, તથા શેષ બેઈન્દ્રિયથી આરંભી અસંશી સુધીની ઉત્કૃષ્ટ સ્થિતિ એકેન્દ્રિયની જઘન્ય સ્થિતિમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ મેળવતા અને તેને પચીસ આદિએ ગુણતાં જે આવે તેટલી છે.
ટીકાન–એકેન્દ્રિય જીવો નિદ્રા આદિ પ્રકૃતિઓની જે જઘન્ય સ્થિતિ બાંધતા હોય તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઉમેરતા જે થાય તેટલી એકેન્દ્રિય જીવો ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. એકેન્દ્રિય જીવો કેટલી જઘન્ય સ્થિતિ બાંધે છે એ પૂછતા હો તો કહે છે–
પોતાની મૂળ પ્રકૃતિની એટલે કે પોતાના વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે આવે તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરતાં જે રહે તેટલી જઘન્ય સ્થિતિ એકેન્દ્રિયો બાંધે છે. તે આ પ્રમાણે–