________________
પંચમદાર
૫૬૭
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાયની સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ વડે ભાગતાં સાગરોપમના સાતીય ત્રણ ભાગ આવે. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરવો. એટલે પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સાતિયા ત્રણ ભાગ પ્રમાણ જ્ઞાનાવરણ પંચક, દર્શનાવરણ નવક, સાત-અસાતવેદનીય અને અંતરાય પંચકની જઘન્ય સ્થિતિ એકેન્દ્રિયો બાંધે છે, તેનાથી ઓછી બાંધતા નથી.
એ પ્રમાણે મિથ્યાત્વની પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન એક સાગરોપમ પ્રમાણ, કષાય મોહનીયની પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સાતિયા ચાર ભાગ પ્રમાણ, નોકષાયમોહનીયની તથા વૈક્રિયષક આહારકદ્વિક અને તીર્થંકરનામકર્મ વર્જિત નામકર્મની શેષ પ્રકૃતિઓની તથા ઉચ્ચ નીચ ગોત્રકર્મની પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સાતિયા બે ભાગ પ્રમાણ જઘન્ય સ્થિતિ બાંધે છે.
આ પ્રમાણે ઉપર જે જઘન્ય સ્થિતિ કહી તે કર્મપ્રકૃતિ-ચૂર્ણિકાર આદિના મતે કહી છે. સૂત્રકાર—પંચસંગ્રહકારના મતે તો નિદ્રાપંચકાદિ પ્રકૃતિઓની સાતિયા ત્રણ ભાગ આદિ જે પૂર્વે જઘન્ય સ્થિતિ કહી છે તે જ એકેન્દ્રિય યોગ્ય જઘન્ય સ્થિતિ સમજવી અને જ્ઞાનાંવરણાદિ (બાવીસ) પ્રકૃતિઓની અંતર્મુહૂર્નાદિ જઘન્ય સ્થિતિ કર્મપ્રકૃતિ ચૂર્ણિકારાદિને સમ્મત જે પૂર્વે કહી છે તે જ જઘન્ય સ્થિતિ પંચસંગ્રહકારના મતે પણ સમજવી.
કર્મપ્રકૃતિ-ચૂર્ણિકા૨ના મતે એકેન્દ્રિયોની જે જઘન્ય સ્થિતિ કહી તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ યુક્ત કરીએ ત્યારે એકેન્દ્રિયોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. તે આ પ્રમાણે— જ્ઞાનાવરણ પંચક, દર્શનાવરણ નવક, સાત અસાત વેદનીય અને અંતરાય પંચકનો સાગરોપમના પૂર્ણ સાતિયા ત્રણ ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે.
એ પ્રમાણે મિથ્યાત્વનો પૂર્ણ એક સાગરોપમ પ્રમાણ, કષાયમોહનીયનો સાતિયા ચાર ભાગ પ્રમાણ, નોકષાયમોહનીયનો તથા વૈક્રિયષટ્ક, આહારકદ્ધિક અને તીર્થંકરનામ સિવાય શેષ નામકર્મની પ્રકૃતિઓનો અને ઉચ્ચ, નીચ ગોત્રનો સાતિયા બે ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. આ જઘન્ય સ્થિતિબંધ કર્મપ્રકૃતિની ચૂર્ણિને અનુસારે કહ્યો છે.
સૂત્રકાર—પંચસંગ્રહકારના મતે નિદ્રા પંચકાદિની સાતિયા ત્રણ ભાગ આદિ જે જઘન્ય સ્થિતિ કહી છે તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જોડતા એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે એમ સમજવું, તથા શેષ બેઇન્દ્રિયથી આરંભી અસંશી પંચેન્દ્રિય સુધીના જીવોની પૂર્વે નિદ્રા આદિ પ્રકૃતિઓની સાતિયા ત્રણ ભાગાદિ પ્રમાણ જે જઘન્ય સ્થિતિ કહી છે તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઉમેરી હવે જે સંખ્યાએ ગુણાકાર કરવાનું કહેશે તે સંખ્યાએ ગુણાકાર કરવો, ગુણતા જે આવે તે ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
એટલે કે જ્યારે બેઇન્દ્રિયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ લાવવાની—જાણવાની ઇચ્છા થાય ત્યારે પૂર્વે કહેલી એકેન્દ્રિયની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે અધિક કરવી અને