________________
પંચમદાર
૫૫
આ રીતે દળરચના સંબંધે વિચાર કર્યો. હવે અબાધા અને કંડકની પ્રરૂપણા કરે છે— उकोसठिईबंधा पल्लासंखेज्जभागमित्तेहिं ।
हसिएहिं समएहिं हसइ अबाहाए इग समओ ॥५३॥
उत्कृष्टस्थितिबन्धात् पल्यासंख्येयभागमात्रैः ।
हसितैः समयैर्हसत्यबाधाया एकः समयः ॥ ५३॥
અર્થ—ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી આરંભી પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાત્ર સમયો ઘટવા વડે અબાધાનો એક સમય ઘટે છે.
ટીકાનુ—ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી આરંભી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ માત્ર સમયોના ઘટવા વડે ઉત્કૃષ્ટ અબાધાનો એક સમય ઓછો થાય છે એટલે કે ઉત્કૃષ્ટ અબાધા એક સમય ન્યૂન થાય છે. આ ક્રમેં હીન હીન અબાધા ત્યાં સુધી કહેવી કે જઘન્ય સ્થિતિની અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય અબાધા થાય. અહીં આ પ્રમાણે સંપ્રદાય—રીત છે—
ચાર આયુને છોડીને શેષ સઘળાં કર્મોની ઉત્કૃષ્ટ અબાધામાં જ્યારે જીવ વર્તતો હોય ત્યારે ઉત્કૃષ્ટ—પૂર્ણ સ્થિતિનો બંધ કરે, અથવા એક સમય હીન સ્થિતિનો બંધ કરે, અથવા બે સમયહીન સ્થિતિનો બંધ કરે, એ પ્રમાણે યાવત્ સમય સમય ન્યૂન કરતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન સ્થિતિનો બંધ કરે.
તાત્પર્ય એ કે ઉત્કૃષ્ટ અબાધા ત્યાં સુધી પડે કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતા ભાંગ ન્યૂન સુધી બંધાય, બીજી રીતે એમ પણ કહી શકાય કે પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતા સુધી ઉત્કૃષ્ટ અબાધા પડે.
હવે જ્યારે ઉત્કૃષ્ટ અબાધા એક સમય ન્યૂન હોય ત્યારે અવશ્ય પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરે.
આ જ નિયમને અવલંબીને જ સૂત્રકારે કહ્યું કે—ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ માત્ર સમયો ઓછા થવાથી અબાધાનો એક સમય ઓછો થાય છે. કારણ કે આ પ્રમાણે કહ્યુ છતે આવો અર્થ અર્થાત્ લબ્ધ થાય કે એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ અબાધામાં જીવ
૧. અનેક જીવો છે. કોઈ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ બાંધે છે, કોઈ સમય ન્યૂન બાંધે છે, કોઈ બે સમય ન્યૂન બાંધે યાવત્ કોઈ પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન બાંધે છે, કોઈ તેનાથી પણ ન્યૂન બાંધે છે. હવે અહીં અબાધાકાળનો નિયમ શો ? એ નિયમ માટે ઉપર કહ્યું છે કે, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે ત્યારે ઉત્કૃષ્ટ અબાધા સમય ન્યૂન કરે ત્યારે પણ ઉત્કૃષ્ટ અબાધા, બે સમય ન્યૂન બંધ કરે ત્યારે પણ ઉત્કૃષ્ટ અબાધા યાવત્ જ્યાં સુધી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન બંધ ન કરે ત્યાં સુધી ઉત્કૃષ્ટ અબાધા પડે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન બંધ કરે ત્યારે સમય ન્યૂન ઉત્કૃષ્ટ અબાધા પડે તે ત્યાં સુધી કે બીજી વાર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બંધમાંથી ઓછો ન થાય. બીજી વાર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે બે સમય ન્યૂન ઉત્કૃષ્ટ અબાધા પડે. એ પ્રમાણે પ્રત્યેક પલ્યોપમના અસંખ્યાતમા ભાગે અબાધાનો એક એક સમય ન્યૂન કરતાં એક બાજુ જધન્ય સ્થિતિબંધ અને બીજી બાજુ જઘન્ય અબાધા આવે.