________________
૫૬૨
પંચસંગ્રહ-૧
દળરચના કરે છે. તેમાં અબાધાના સમયોથી પછીના સમયે ઘણું દળ ગોઠવે છે, ત્યારપછીના સમયે વિશેષહીન દલિક ગોઠવે છે. ત્યારપછીના સમયે તેનાથી પણ વિશેષહીન દલિક ગોઠવે છે, એ પ્રમાણે ઉત્તરોત્તર સમયે વિશેષહીન વિશેષહીન દલિક ગોઠવે છે. આ પ્રમાણે વિવક્ષિત સમયે બંધાયેલી સ્થિતિના ચરમસમય પર્વત કહેવું.
આ પ્રમાણે રચના થતી હોવાથી અબાધાકાળ પછીના પહેલા સમયે ઘણાં દલિકનું ફળ અનુભવે છે, ત્યારપછીના બીજે સમયે વિશેષહીન દલિકનું ફળ અનુભવે છે, એ પ્રમાણે પછી પછીના સમયે પૂર્વ પૂર્વ સમયથી હીન હીન દલિકના ફળને અનુભવે છે. એ પ્રમાણે વિવક્ષિત સમયે બંધાયેલી સ્થિતિના ચરમ સમય પર્વત કહેવું.
જે સમયે જેટલા રસવાળી અને જેટલી વર્ગણાઓ ફળ આપવા નિયત થઈ હોય તે સમયે તેટલા રસવાળી અને તેટલી વર્ગણાઓ ફળ આપે છે અને ફળ આપી આત્મપ્રદેશથી છૂટી જાય છે. આ પ્રમાણે કરણો ન પ્રવર્તે ત્યારે સમજવું, કારણ કે કરણો વડે અનેક ફેરફારો થાય છે. ૫૦ હવે આયુના સંબંધમાં વિશેષ કહે છે
आउस्स पढमसमया परभविया जेण तस्स उ अबाहा ।
आयुषः प्रथमसमयात् परभविका येन तस्य तु अबाधा ।
અર્થ–આયુના પ્રથમ સમયથી જ દળરચના થાય છે, કારણ કે તેની અબાધા પરભવના આયુ સંબંધી હોય છે.
ટીકાનુ-ચાર આયુમાંથી કોઈપણ આયુ બંધાય ત્યારે પ્રથમ સમયથી આરંભી પૂર્વક્રમે દલિકની રચના કરે છે. તે આ પ્રકારે–પ્રથમ સમયે ઘણું દલિક ગોઠવે છે, બીજે સમયે વિશેષહીન દલિક ગોઠવે છે, ત્રીજે સમયે તેથી પણ વિશેષહીન ગોઠવે છે. એ પ્રમાણે બધ્યમાન આયુના ચરમ સમયપર્યત કહેવું.
શંકા–આયુ વિના દરેક કર્મમાં અબાધાના સમયોને છોડીને દળરચના કરે એમ કહ્યું છે તો પછી આયુકર્મમાં પ્રથમ સમયથી આરંભી દલિકની રચના કરે એમ શા માટે કહ્યું?
ઉત્તર–બંધાતા આયુની અબાધા પરભવ સંબંધી–ભોગવાતા આયુ સંબંધી છે, માટે તે અબાધા તે બંધાતા આયુની સત્તાના વિષયભૂત કહેવાતી નથી જ્યારે બીજાં કર્મોમાં અબાધા બંધાતા કર્મની સત્તાના વિષયભૂત કહેવાય છે. એ હેતુથી બધ્યમાન આયુના પ્રથમ સમયથી આરંભીને જ દલિકનો નિષેકવિધિ કહ્યો.
૧, બીજાં કર્મોમાં અબાધા બંધાતા કર્મની સત્તા કહેવાય છે અને તેથી જ અપવર્તના વડે તે સ્થાનકો ભરી શકે છે અને અબાધા ઉડાડી નાખે છે. તથા સ્વજાતીય પ્રકૃતિનો જો ઉદય હોય તો બંધાવલિકા ગયા બાદ ઉદીરણા વડે તેનો ઉદય પણ થાય છે. આયુમાં તેમ નથી. આયુની અબાધા તે બંધાતા આયુની સત્તા નહિ હોવાથી અપવર્તના વડે તે સ્થાનકો ભરી શકાતાં નથી અને ભોગવાતા આયુના ઉદય સાથે સ્વજાતીય બંધાતા આયુનો ઉદય પણ થતો નથી.