________________
પંચમદાર
૫૬૧
ઉત્તર—વૈક્રિયષકરૂપ છ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ અસંજ્ઞી પંચેન્દ્રિયો જ કરે છે અને તેઓ તે પ્રકૃતિઓની તેટલી જ સ્થિતિ બાંધે છે, ન્યૂન બાંધતા નથી. કોઈપણ કર્મપ્રકૃતિઓનો અમુક પ્રમાણવાળો જઘન્ય સ્થિતિબંધ ત્યારે જ ઘટી શકે કે કોઈપણ જીવ તેટલી સ્થિતિનો બંધક હોય. અમુક કર્મપ્રકૃતિનો અમુક પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ કહે અને તેને કોઈ બાંધનાર ન હોય તો તે સ્થિતિબંધ તરીકે જ ઘટી શકે નહિ. અહીં વૈક્રિયષકના સાતિયા બે ભાગ પ્રમાણ સ્થિતિ બંધક તો કોઈ જીવો નથી, પરંતુ તેને હજારે ગુણી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન કરી જે ૨હે તેટલો જઘન્ય સ્થિતબંધ અસંજ્ઞી પંચેન્દ્રિયો બાંધે છે, માટે હજારે ગુણવાનું કહ્યું છે.
તથા સઘળી કર્મપ્રકૃતિઓની જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિ પોતપોતાની અબાધા વડે ન્યૂન નિષેકના—દલરચનાના વિષયભૂત સમજવી. એટલે કે જધન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિનો જેટલો અબાધાકાળ હોય તેટલો કાળ છોડીને શેષ સ્થિતિમાં—સમયોમાં કર્મદળનો નિષેક-રચના થાય છે, અબાધાના સમયોમાં થતી નથી.
ભગવતી સૂત્રમાં કહ્યું છે કે—‘અબાધા ન્યૂન કર્મસ્થિતિ કર્મદળનો નિષેક છે.' ૪૯.
આ પ્રમાણે જઘન્ય સ્થિતિનું પરિમાણ કહ્યું. હવે નિષેકનો વિચાર કરે છે. તેમાં બે અનુયોગ દ્વાર છે. ૧. અનંતરોપનિધા, ૨. પરંપરોપનિધા. તેમાં પહેલા અનંતરોપનિધા વડે વિચાર કરે છે—
मोत्तुमबाहासमये बहुगं तयणंतरे रयइ दलियं । तत्तो विसेसहीणं कमसो नेयं ठिई जाव ॥५०॥
मुक्त्वाऽबाधासमयान् बहुकं तदनन्तरं रचयति दलिकम् । ततो विशेषहीनं क्रमशः ज्ञेयं स्थितिर्यावत् ॥५०॥
અર્થઅબાધાના સમયોને છોડીને ત્યારપછીના સમયે ઘણું પુદ્ગલ દ્રવ્ય ગોઠવે છે. ત્યારપછીના સમયે ક્રમશઃ વિશેષહીન વિશેષહીન ગોઠવે છે. એ પ્રમાણે બધ્યમાન સ્થિતિના ચરમસમયપર્યંત જાણવું.
ટીકાનુ—કોઈપણ વિવક્ષિત સમયે બંધાતી કોઈપણ પ્રકૃતિરૂપે જેટલી કાર્મણ વર્ગણાઓ પરિણમે તે વર્ગણાઓ તે સમયે તે પ્રકૃતિની જેટલી સ્થિતિ બંધાય તેટલી સ્થિતિ પર્યંત ક્રમશઃ ફળ આપે તેટલા માટે વ્યવસ્થિત રીતે ગોઠવાય છે. તે નિષેક રચના કહેવાય છે.
માત્ર અબાધાકાળમાં દલરચના થતી નથી. જો આ પ્રમાણે રચના ન થાય તો અબાધાકાળ ગયા પછી કેટલી અને કઈ વર્ગણાઓના ફળનો અનુભવ કરવો તે નિશ્ચિત ન થાય અને તેથી અવ્યવસ્થા થાય. અને અવ્યવસ્થા થવાથી બંધાયેલી અમુક પ્રમાણ સ્થિતિનો કંઈ જ અર્થ ન રહે. અહીં બંધ સમયે બંધાયેલી વર્ગણાઓની નિશ્ચિતરૂપે રચના થતી હોવાથી જરા પણ અવ્યવસ્થા થતી નથી.
તે રચના કઈ રીતે થાય તે કહે છે—જ્યારે પણ કોઈ કર્મ બાંધે ત્યારે તેની જેટલી સ્થિતિ બંધાઈ હોય અને તે સ્થિતિના પ્રમાણમાં જેટલો અબાધાકાળ હોય તે અબાધાના સમયોને છોડીને પંચ૰૧-૭૧