________________
પંચમહાર
૫૬૩ વળી અહીં શંકા થાય કે બધ્યમાન આયુની અબાધા પરભવ સંબંધી કેમ કહેવાય છે? તેના ઉત્તરમાં કહે છે કે બધ્યમાન આયુની અબાધા ભોગવતા આયુને આધીન નથી. એ જ હકીકત સ્પષ્ટ કરે છે.
આયુનો એવો સ્વભાવ છે કે જ્યાં સુધી અનુભવાતા ભવનું આયુ ઉદયમા વર્તે છે ત્યાં સુધી બંધાતા ભવનું આયુ સર્વથા–પ્રદેશોદય કે રસોદયથી ઉદયમાં આવતું નથી પરંતુ અનુભવાતા ભવનું આયુ પૂર્ણ થયા પછી જ અવશ્ય ઉદયમાં આવે છે.
કોઈ વખતે અનુભવાતા ભવના આયુનો ત્રીજો ભાગ શેષ હોય ત્યારે કોઈ વખતે નવમો ભાગ શેષ હોય ત્યારે કોઈ વખતે સત્તાવીસમો ભાગ શેષ હોય ત્યારે અને કોઈ વખતે અંતર્મુહૂર્ત શેષ હોય ત્યારે પરભવનું દીર્ઘ સ્થિતિવાળું પણ આયુ બાંધે છે. તેથી દીર્ઘ સ્થિતિવાળા પરભવાયુની પણ ભોગવાતા આયુના શેષ ભાગને અનુસાર જેટલો શેષ ભાગ હોય તેટલી તેટલી અબાધા પ્રવર્તે છે માટે તે પરભવ સંબંધી કહેવાય છે, બધ્યમાન આયુ સંબંધી કહેવાતી નથી. તેથી જ બધ્યમાન આયુના પ્રથમ સમયથી દળરચના થાય એમ કહ્યું છે. આ પ્રમાણે અનંતરોપનિધા વડે દલરચનાનો વિચાર કર્યો. હવે પરંપરોપનિધા વડે વિચાર કરે છે.
पल्लासंखियभागं गंतुं अद्धद्धयं दलियं ॥५१॥ ... पल्यासंख्येयभागं गत्वा अर्द्धार्द्ध दलिकम् ॥५१॥
અર્થ–પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલાં સ્થાનકો ઓળંગી ઓળંગી અદ્ધ અદ્ધ દલિક થાય છે.
ટીકાનુ સઘળાં કર્મોમાં અબાધા પછીના પહેલે સમયે જે દલિકોની રચના કરી છે તેની અપેક્ષાએ બીજા આદિ સમયોમાં વિશેષહીન વિશેષહીન દલિક ગોઠવાતું ગોઠવાતું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનકો જાય ત્યારે તેના પછીના સ્થાનમાં અદ્ધ દલિક થાય છે.
એટલે કે અબાધાની પછીના સમયમાં એવા ક્રમથી ઓછું ઓછું દલિક ગોઠવાય છે કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનકો ઓળંગી પછી જે સ્થાનક હોય તેમાં પહેલા સ્થાનકની અપેક્ષાએ અદ્ધ દલિક હોય છે. ત્યારપછી આગળનાં સ્થાનકોમાં પણ વિશેષહીન વિશેષહીન ગોઠવાતું ગોઠવાતું પહેલા જે સ્થાનમાં અર્ધદલિઝ થયું છે તેની અપેક્ષાએ ફરી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થાનકો ઓળંગી પછી જે સ્થાનક આવે તેમાં અર્ધદલિક થાય છે.
એટલે કે પહેલી વાર જે સ્થાનકમાં અર્ધ થયા છે તેનાથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થાનકો ઓળંગી પછીના સ્થાનકમાં અર્થ થાય છે. એ પ્રમાણે વળી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થાનકો ઓળંગી પછીના સ્થાનકમાં બીજી વાર જે સ્થાનકમાં અદ્ધ થયા છે તેની અપેક્ષાએ અદ્ધ થાય છે. એ પ્રમાણે તેટલાં તેટલાં સ્થાનકો ઓળંગી અર્ધ્વ અદ્ધ હીન ત્યાં સુધી કહેવું યાવત ઉત્કૃષ્ટ સ્થિતિ આવે.