________________
પંચમત્કાર
૫૩૯
કર્મ સાત હજાર વરસ પર્યત પોતાના ઉદય વડે જીવને કાંઈ પણ બાધા ઉત્પન્ન કરતું નથી. ત્યારપછી જ બાધા ઉત્પન્ન કરે છે. કારણ કે સાત હજાર વરસના જેટલા સમયો થાય તેમાં આત્મા તથાસ્વભાવે દલિકની રચના કરતો નથી. ત્યારપછીના સમયથી આરંભી સાત હજાર વરસે ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમના જેટલા સમય થાય તેટલામાં રચના કરે છે. તેથી જ સાત હજાર વરસ પર્યત ફળનો અનુભવ કરતો નથી અને સાત હજાર વરસ ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પર્યત ફળ અનુભવે છે.
જેટલાં સ્થાનકોમાં દલરચના થતી નથી તેને અબાધાકાળ કહે છે અને જેટલાં સ્થાનકોમાં દલરચના થાય છે તેને નિષેક રચના કહે છે.
નામ અને ગોત્રકર્મની વીસ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, બે હજાર વરસનો અબાધાકાળ છે. અબાધાકાળહીન કર્મદલિકનો નિષેક-કાળ છે.
તથા ઈતર-જ્ઞાનાવરણ, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મની ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ત્રણ હજાર વરસનો અબાધાકાળ છે અને અબાધાકાળહીન નિષેકકાળ છે.
આયુકર્મની પૂર્વકોટિના ત્રીજા ભાગ અધિક તેત્રીસ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, પૂર્વકોટિનો ત્રીજો ભાગ અબાધાકાળ છે અને અબાધાકાળહીન નિષેક કાળ છે.
આ રીતે મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી, હવે જઘન્ય કહે છે—
मोत्तुमकसाइ तणुया ठिड़ वेयणीयस्स बारस मुहुत्ता । अट्ठ नामगोयाण सेसयाणं मुहुत्तंतो ॥३२॥ मुक्त्वाऽकषायिणः तनुका स्थितिः वेदनीयस्य द्वादश मुहूर्ताः ॥ મષ્ટાવી ના મોઢાયોઃ શેષા મુદ્દા: રૂરા
નથી, પરંતુ તેની ઉપરના સમયથી થાય છે. જેટલા સમયમાં રચના થતી નથી, તેને અબાધાકાળ કહે છે. અબાધાકાળ એટલે દલિક રચના વિનાનો કાળ. બંધ સમયથી આરંભી અમુક સમયમાં દલરચના નહિ થવામાં કારણ જીવસ્વભાવ છે. અબાધાકાળના ઉપરના સમયથી આરંભી અમુક સમયે આટલાં જ દલિક ફળ આપે, અમુક સમયે આટલાં દલિકો ફળ આપે એ પ્રમાણે સ્થિતિના ચરમ સમયપર્યત નિશ્ચિત રચના થાય છે. જે જે સમયોમાં જે જે પ્રમાણે રચના થઈ હોય તે તે સમય પ્રાપ્ત થાય ત્યારે તેટલાં તેટલાં દલિકોનાં ફળને ભોગવે છે. તેથી જ અબાધાકાળ ગયા પછી એક સામટાં દલિકો ફળ આપતાં નથી, પરંતુ ગોઠવણ અનુસાર જ ફળ આપે છે. જેટલાં સ્થાનોમાં રચના થઈ નથી તેને અબાધાકાળ કહે છે તેનું પ્રમાણ આગળ ઉપર કહેશે. ફળ ભોગવવા માટે થયેલી વ્યવસ્થિત દલિકરચનાને નિષેક રચના કહે છે. અબાધાકાળમાં દલિક નહિ ગોઠવાયેલું હોવાથી તેટલા કાળપયત વિવક્ષિત સમયે બંધાયેલા કર્મના ફળને અનુભવતો નથી. તેટલો કાળ ગયા પછી અનુભવે છે. અહીં જે સ્થિતિ કહી છે તે અબાધાકાળ સહિત કર્મસ્વરૂપે રહેનારી કહી છે. કારણ કે અબાધાકાળમાં પણ તે કર્મનો સંબંધ તો જીવ સાથે છે જ. આયુ વિના સાતકર્મની સ્થિતિ સાથે અબાધાકાળ જોડીને તેઓની સ્થિતિ કહી છે, કારણ કે તે કર્મોના અબાધાકાળનું પ્રમાણ ચોક્કસ છે. આયુના અબાધાકાળનું પ્રમાણ ચોક્કસ નહિ હોવાથી તેની સ્થિતિ સાથે અબાધાકાળ જોડ્યો નથી.