________________
પંચસંગ્રહ-૧
અર્થ—અકષાયિ આત્માની સ્થિતિ મૂકીને વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્ત છે, નામ અને ગોત્રકર્મની આઠ મુહૂર્ત છે, અને શેષ કર્મોની અંતર્મુહૂર્ત છે.
૫૪૦
ટીકાનુ—જઘન્ય સ્થિતિના પ્રસંગમાં વેદનીયકર્મની સ્થિતિ બે પ્રકારે છે. ૧ સકષાયિ આત્માઓને દશમા ગુણસ્થાનકને અન્ને ઓછામાં ઓછી જે બંધાય તે. ૨ અને અકષાયિ આત્માઓને અગિયારમેથી તેરમા પર્યંત બે સમય પ્રમાણ જે જઘન્યસ્થિતિ બંધાય છે તે. અહીં અકષાયિ આત્માઓની સ્થિતિની વિવક્ષા નથી. તેથી તે સ્થિતિને છોડીને શેષ સકષાયિ આત્માઓને વેદનીયની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્ત પ્રમાણ બંધાય છે, અંતર્મુહૂર્ત અબાધાકાળ છે અને અબાધાકાળહીન કર્મદળનો નિષેક કાળ છે.
એ પ્રમાણે નામ અને ગોત્રકર્મની આઠ આઠ મુહૂર્ત પ્રમાણ જધન્યસ્થિતિ છે, અન્તર્મુહૂર્ત અબાધાકાળ છે અને અબાધાકાળહીન નિષેક કાળ છે.
શેષ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય અને આયુ એ પાંચે કર્મની અંતર્મુહૂર્ત જઘન્યસ્થિતિ છે, અંતર્મુહૂર્ત અબાધાકાળ અને અબાધાકાળ હીન ભોગ્ય કાળ છે. ૩૨ આ પ્રમાણે મૂળ કર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ કહી. હવે દરેક ઉત્તર પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે—
सुक्किलसुरभिमहुराण दस उ तह सुभ चउण्ह फासाणं । अड्डाइज्जपवुड्डी अंबिलहालिद्दपुव्वाणं ॥३३॥
शुक्लसुरभिमधुराणां दश तु तथा शुभानां चतुर्णां स्पर्शानाम् । अर्धतृतीयप्रवृद्धा आम्लहारिद्रपूर्वाणाम् ॥३३॥
અર્થ—શુક્લવર્ણ સુરભિગંધ મધુ૨૨સ અને શુભ ચાર સ્પર્શની દશ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તથા આમ્લરસ અને હારિદ્ર વર્ણાદિમાં અઢી અઢી કોડાકોડી સાગરોપમની વૃદ્ધિ સહિત સ્થિતિ છે.
૧. અહીં એમ શંકા થાય કે અગિયારમા આદિ ગુણઠાણે વેદનીયકર્મની જ્યારે બે સમય પ્રમાણ જધન્ય સ્થિતિ બંધાય ત્યારે તેની જઘન્ય સ્થિતિબંધ તરીકે વિવક્ષા કેમ ન કરી ? તેના ઉત્તરમાં સમજવાનું કે કષાયરૂપ હેતુ વિના જે સ્થિતિ બંધાય છે તેમાં રસ નથી હોતો અને તેથી તેનું કંઈ ફળ અનુભવમાં આવતું નથી. ઓછામાં ઓછા કે વધારેમાં વધારે કષાય નિમિત્તથી જે કર્મ બંધાય છે તેનું જ ફળ અનુભવમાં આવે છે. અગિયારમેથી ચૌદમા પર્યંત જે સુખદુઃખનો અનુભવ આત્મા કરે છે તે કષાય નિમિત્તે બંધાયેલા વેદનીયનો જ કરે છે. અગિયારમે બંધાયેલી સાતાનો જો અનુભવ કરતો હોય તો હંમેશાં સાતાનો જ અનુભવ થાય અસાતાનો કદાપિ નહિ. કારણ કે અગિયારમા આદિમાં સાતા જ બંધાય છે અને તે જે સમયે બંધાય તેના પછીના સમયે ભોગવાય છે. એટલે અગિયારમાંના બીજા સમયથી સાતાનો જ ઉદય રહેવાનો અને એમ તો નથી. તે ગુણસ્થાનકોમાં અસાતાનો પણ ઉદય થાય છે. વળી પરાવર્તનમાત્ર પ્રકૃતિ હોવાથી સાતા અસાતા બેનો ઉદય સાથે પણ હોઈ શકે નહિ તેથી જ કાળ યોગનિમિત્તે બંધાયેલ સાતાની વિવક્ષા કરી નથી કેમ કે તેનો ઉદય હોય કે ન હોય તે સરખું જ છે. દશમા સુધીની બંધાયેલી સાંતા-અસાતાના જ ફળને ઉપરના ગુણઠાણાવાળા અનુભવે છે.