________________
પ૩૮
પંચસંગ્રહ-૧
પ્રકૃતિઓના બંધાધિકારી છે. ૩૦
આ પ્રમાણે પ્રકૃતિબંધ કહ્યો. હવે સ્થિતિબંધનું કથન શરૂ કરે છે–તેમાં અગિયાર અનુયોગદ્વાર છે. તે આ પ્રમાણે–૧. સ્થિતિ પ્રમાણ પ્રરૂપણા, ૨. નિષેક પ્રરૂપણા, ૩. અબાધાકંડક પ્રરૂપણા, ૪. એકેન્દ્રિયાદિ આશ્રયી ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધનાં પ્રમાણ સંબંધે પ્રરૂપણા, ૫. સ્થિતિસ્થાન પ્રરૂપણા, ૬. સંક્લેશસ્થાન પ્રરૂપણા, ૭. વિશુદ્ધિસ્થાન પ્રરૂપણા. ૮. અધ્યવસાયસ્થાનના પ્રમાણવિષયક પ્રરૂપણા, ૯. સાદ્યાદિ પ્રરૂપણા, ૧૦. સ્વામિત્વ પ્રરૂપણા, અને ૧૧. શુભાશુભત્વ પ્રરૂપણા. તેમાં પહેલાં સ્થિતિ પ્રમાણ પ્રરૂપણા કહે છે. સ્થિતિ પ્રમાણ પ્રરૂપણા એટલે મૂળ અને ઉત્તર દરેક પ્રકૃતિઓની ઓછામાં ઓછી અને વધારેમાં વધારે કેટલી સ્થિતિ બંધાય તેનો વિચાર. આ દ્વારમાં મૂળ અને ઉત્તર પ્રવૃતિઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ જેટલી સ્થિતિ બંધાય તે કહેશે. તેમાં પહેલાં મૂળ કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે.
मोहे सत्तरी कोडाकोडीओ वीस नामगोयाणं । तीसियराण चउण्हं तेत्तीसयराइं आउस्स ॥३१॥
मोहे सप्ततिकोटीकोट्यो विंशतिर्नामगोत्रयोः ।
त्रिंशदितरेषां चतुण्णां त्रयस्त्रिंशदतराण्यायुषः ॥३१॥ । અર્થ–મોહનીયકર્મની સિત્તેર કોડાકોડી, નામ અને ગોત્રની વીસ કોડાકોડી, ઇતરજ્ઞાનાવરણાદિ ચાર કર્મની ત્રીસ કોડાકોડી અને આયુની તેત્રીસ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે.
ટીકાનુ–મોહનીયકર્મની ઉત્કૃષ્ટ બંધસ્થિતિ સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. અહીં સ્થિતિ બે પ્રકારે છે. તે આ પ્રમાણે કર્મસ્વરૂપે રહેનારી અને અનુભવ યોગ્ય.
[, અહીં સ્થિતિનું જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રમાણ કર્મસ્વરૂપે રહેનારી સ્થિતિને આશ્રયીને જ કહ્યું છે એમ સમજવું. એટલે કે જે સમયે જે કોઈ કર્મ બંધાય તે સમયથી આરંભી તેની જેટલી સ્થિતિ બંધાઈ હોય તેના ચરમસમય પર્યત તે કર્મ આત્મા સાથે કોઈ પણ કરણ ન લાગે તો તે રૂપે ટકી શકે છે અને અબાધાકાલીન શેષ સ્થિતિ અનુભવ યોગ્ય છે.
જે કર્મની જેટલી કોડાકોડી સાગરોપમપ્રમાણ સ્થિતિ બંધાય તેનો તેટલો સો વરસનો અબાધાકાળ હોય છે. આ જ પ્રકરણમાં આગળ ઉપર કહેશે “વફા વિદિવાસસયાં' જે કર્મની જેટલી કોડાકોડી પ્રમાણ સ્થિતિ બંધાય તેટલા સો વરસનો અબાધાકાળ હોય છે.
જેમ કે–મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ બંધાતી હોવાથી તેનો સાત હજાર વરસનો અબાધાકાળ છે. એટલે કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળું બાંધેલું મોહનીય
૧. સામાન્યથી ક્યા ક્યા ગુણસ્થાનકે કેટલી બંધાય છે તે અને ક્યા ક્યા દેવો કે નારકીઓ કેટલી બાંધે છે તે સઘળું બીજા-ત્રીજા કર્મગ્રંથમાંથી જાણવું. અહીં તો દિગ્દર્શન માત્ર કરાવ્યું છે. .
૨. જે સમયે જે કર્મ બંધાય તેના ભાગમાં જ દલિકો આવે તેઓ ક્રમશઃ ભોગવાય તેટલા માટે તેની વ્યવસ્થિત રચના થાય છે. જે સમયે કર્મ બંધાયું તે સમયથી આરંભી કેટલાક સમયોમાં રચના થતી