________________
પંચમત્કાર
૫૩૭ અર્થ—એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને નરકત્રિક, દેવત્રિક અને વૈક્રિયદ્ધિક બંધમાં હોતું નથી, ગતિત્રસમાં મનુષ્યત્રિક, ઉચ્ચગોત્ર અને પૂર્વોક્ત આઠ પ્રકૃતિઓ બંધમાં હોતી નથી, તથા તીર્થંકરનામ અને આહારકદ્વિક સઘળા તિર્યંચોને બંધમાં હોતું નથી.
ટીકાનુ–નરકગતિ, નરકાનુપૂર્વી અને નરકાય એ નરકત્રિક, દેવગતિ, દેવાનુપૂર્વી અને દેવાયુ એ દેવત્રિક, તથા વૈક્રિય શરીર અને વૈક્રિય અંગોપાંગ એ આઠ કર્મપ્રકૃતિઓ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને બંધયોગ્ય હોતી નથી.
મનુષ્યગતિ મનુષ્યાનુપૂર્વી અને મનુષ્પાયુ એ મનુષ્યત્રિક, ઉચ્ચગોત્ર અને ચ શબ્દ વડે પૂર્વોક્ત આઠ પ્રકૃતિઓ કુલ બાર પ્રકૃતિઓ ગતિ=સ-તેઉકાય અને વાયુકાયના જીવોને બંધ આશ્રયી અયોગ્ય છે. અર્થાત્ તેઓ બાંધતા નથી.
તીર્થંકરનામ અને આહારકશરીર, આહારક અંગોપાંગરૂપ આહારકદ્ધિકને સઘળાં તિર્યંચો તથાભવસ્વભાવે બાંધતા નથી.
તાત્પર્ય એ કે–તીર્થંકરનામ અને આહારકદ્ધિક વિના શેષ એકસો સત્તર પ્રવૃતિઓના સામાન્યથી પંચેન્દ્રિય તિર્યંચો બંધના સ્વામી છે. એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયો આહારકદ્ધિક તીર્થકરનામ, વૈક્રિયદ્ધિક, નરકત્રિક અને દેવત્રિક વિના એકસો નવ પ્રકૃતિઓના બંધના સ્વામી છે. તથા તેઉકાય અને વાઉકાય તીર્થંકરનામ, આહારકદ્રિક, વૈક્રિયદ્રિક, નરકત્રિક, દેવત્રિક, મનુષ્યત્રિક અને ઉચ્ચગોત્ર વિના શેષ એકસો પાંચ પ્રકૃતિઓના બંધના અધિકારી છે. ૨૯ ' હવે દેવો અને નારકીઓને આશ્રયી બંધને અયોગ્ય પ્રકૃતિઓ બતાવે છે –
वेउव्वाहारदुगं नारयसुरसुहुम विगलजाइतिगं । बंधहि न सुरा सायवथावरएगिदि नेरड्या ॥३०॥
वैक्रियाहारकद्विकं नारकसुरसूक्ष्मविकलजातित्रिकम् । ' बध्नन्ति न सुराः सातपस्थावरैकेन्द्रियं नैरयिकाः ॥३०॥
અર્થ વૈક્રિયદ્રિક, આહારકતિક, નરકત્રિક, દેવત્રિક, સૂક્ષ્મત્રિક અને વિકલજાતિત્રિક એ સોળ પ્રકૃતિઓને દેવો બાંધતા નથી અને આતપ, સ્થાવર અને એકેન્દ્રિયજાતિ સાથે ઓગણીસ પ્રકૃતિઓને નારકીઓ બાંધતા નથી.
ટીકાનુ—વૈક્રિય શરીર અને વૈક્રિય અંગોપાંગરૂપ વૈક્રિયદ્રિક, આહારક શરીર અને આહારક અંગોપાંગરૂપ આહારકદ્ધિક, ત્રિક શબ્દનો દરેકની સાથે યોગ હોવાથી નરકગતિ નરકાનુપૂર્વી અને નરકાયુ એ નરકત્રિક, દેવગતિ દેવાનુપૂર્વી અને દેવાયુ એ દેવત્રિક, સૂક્ષ્મ અપર્યાપ્ત અને સાધારણ એ સૂક્ષ્મત્રિક, બેઇન્દ્રિય તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ જાતિત્રિક, સઘળી મળી સોળ પ્રકૃતિઓને તથાભવસ્વભાવે સઘળા દેવો બાંધતા નથી. તેથી શેષ એકસો ચાર પ્રકૃતિઓના બંધાધિકારી સમજવા.
- તથા આતપ સ્થાવર અને એકેન્દ્રિયજાતિ સાથે પૂર્વોક્ત સોળ પ્રકૃતિઓ–કુલ ઓગણીસ પ્રકૃતિઓને તથાસ્વભાવે કોઈપણ નારકીઓ બાંધતા નથી, તેથી સામાન્યતઃ તેઓ એકસો એક પંચ૧-૬૮