________________
૫૨૪
પંચસંગ્રહ-૧
તથા અયોગી અવસ્થાના ચરમ સમયે તીર્થંકર પરમાત્માને નવ પ્રકૃતિનું અને સામાન્ય કેવળી મહારાજને આઠ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે.
અહીં એંશીનું સત્તાસ્થાનક ક્ષપકશ્રેણિમાં તેનો ક્ષય કર્યા પછી થાય છે, તેમ જ ઈક્યાશીમાંથી વૈક્રિય અષ્ટક ક્ષય કર્યા પછી પણ થાય છે પરંતુ બંનેમાં સંખ્યા એક સરખી હોવાથી એક જ ગયું છે. માટે બાર જ સત્તાસ્થાનકો છે.
આ બાર સત્તાસ્થાનકોમાં દશ અવસ્થિત સત્કર્મ છે. નવ અને આઠનાં સત્તાસ્થાનકનો એક સમયનો જ કાળ હોવાથી તે અવસ્થિત રૂપે નથી.
દશ અલ્પતર સ્થાનો છે. તે આ પ્રમાણે–પ્રથમ સત્તાસ્થાન ચતુષ્કથી બીજા સત્તાસ્થાન ચતુષ્ક જતાં ચાર અલ્પતર, બીજા ચતુષ્કથી અયોગીના ચરમસમયે નવ અને આઠના સત્તાસ્થાનકે જતા બે અલ્પતર, પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક માંહેના ઈક્યાશીના સત્તાસ્થાનેથી ક્યાશી અને ઇઠ્યોતેરના સત્તાસ્થાનકે જતા બે અલ્પતર. એંશીનું અલ્પતર નામકર્મની તેર ક્ષય કર્યા પછી પણ થાય છે અને વૈક્રિયાષ્ટક ક્ષય કર્યા પછી પણ થાય છે. સંખ્યા તુલ્ય હોવાથી તેને એક જ ગયું છે. કેમ કે અવધિના ભેદે અલ્પતરનો ભેદ ગણાતો નથી. તથા ત્રાણું અને બાણું સત્તાસ્થાનેથી આહારક ચતુષ્ક ઉવેલતા નેવ્યાસી અને ઈક્યાશીના સત્તાસ્થાને જતા બે અલ્પતર, સઘળા મળી દશ અલ્પતર થાય છે.
તથા ભૂયસ્કાર સ્થાનો છ થાય છે. તે આ પ્રમાણે –ઇડ્યોતેરના સત્તાસ્થાનેથી મનુષ્યદ્ધિક બાંધી એંશીના સત્તાસ્થાને જતાં પહેલો ભૂયસ્કાર, ત્યાંથી નરકદ્ધિક અને વૈક્રિય ચતુષ્ક અથવા દેવદ્ધિક અને વૈક્રિય ચતુષ્ક બાંધી ક્યાશીના સત્તાસ્થાને જતાં બીજો ભૂયસ્કાર, ત્યાંથી દેવદ્ધિક અથવા નરકદ્રિક બાંધી ઈક્યાશીના સત્તાસ્થાને જતાં ત્રીજો ભૂયસ્કાર, તીર્થંકર નામકર્મ બાંધી નેવ્યાશીના સત્તાસ્થાનકે જતાં ચોથો ભૂયસ્કાર, અથવા તીર્થંકરના બંધ વિના આહારક ચતુષ્ક બાંધી બાણુંના સત્તાસ્થાને જતાં પાંચમો ભૂયસ્કાર અને ત્યાંથી તીર્થકર નામ બાંધી ત્રાણુંના સત્તાસ્થાને જતાં છઠ્ઠો ભૂયસ્કાર આ પ્રમાણે છ ભૂયસ્કાર થાય છે. શેષ સત્તાસ્થાનેથી બીજા મોટા સત્તાસ્થાને જવાનો અસંભવ હોવાથી અન્ય ભૂયાર થતા નથી માટે છ જ ભૂયસ્કાર થાય છે.
તથા નામકર્મની સઘળી ઉત્તર પ્રવૃતિઓની સત્તા નષ્ટ થયા પછી ફરી સત્તાનો અસંભવ હોવાથી અવક્તવ્ય સ્થાન હોતું નથી. આ પ્રમાણે દરેક જ્ઞાનાવરણીયાદિ ઉત્તર પ્રવૃતિઓનાં સત્તાસ્થાનોમાં ભૂયસ્કારાદિ કહ્યા. ૨૦
હવે સામાન્યથી સઘળી ઉત્તર પ્રવૃતિઓનાં સત્તાસ્થાનોમાં ભૂયસ્કારાદિ કહેવા ઇચ્છતા પહેલાં સત્તાસ્થાનકો કેટલાં થાય છે તે કહે છે
एक्कार बारसासी इगिचउपंचाहिया य चउणउड़ । एत्तो चउद्दहिय सयं पणवीसओ य छायालं ॥२१॥ बत्तीसं नत्थि सयं एवं अडयाल संत ठाणाणि । जोगिअघाइचउक्के भण खिविउं घाइसंताणि ॥२२॥