________________
પંચમદ્વારા
૫૨૩
અલ્પતર ઘટે છે. અવસ્થિત સત્કર્મ બે છે. ૧. નવ ૨. છે. તેમાં નવની સત્તા અભવ્ય અનાદિ અનંત અને ભવ્યને અનાદિ સાંત હોય છે અને છની સત્તા અંતર્મુહૂર્ત માત્ર જ હોય છે. તથા ચાર પ્રકૃતિરૂપ ત્રીજું સત્તાસ્થાન એક સમયે માત્ર જ હોવાથી તે અવસ્થિત રૂપે હોતું નથી. તથા સઘળી ઉત્તર પ્રકૃતિનો વિચ્છેદ થયા પછી, ફરી સત્તાનો સંભવ નહિ હોવાથી, અવક્તવ્ય સત્કર્મ ઘટતું નથી.
મોહનીયનાં પંદર સત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે–૨૮-૨૭-૨૬-૨૪-૨૩-૨૨-૧૧૧૩-૧૨-૧૧-૫-૪-૩-૨-૧. તેમાં સઘળી પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે અઠ્યાવીસ, તેમાંથી સમ્યક્વમોહનીય ઉવેલે ત્યારે સત્તાવીસ. અને મિશ્રમોહનીય ઉવેલે ત્યારે, અથવા અનાદિ મિથ્યાદષ્ટિને છવ્વીસ તથા અઠ્યાવીસમાંથી અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષય થાય ત્યારે ચોવીસ, મિથ્યાત્વના ક્ષયે ત્રેવીસ, મિશ્રમોહનીયના ક્ષયે બાવીસ અને સમ્યક્વમોહનીયનો ક્ષય થાય ત્યારે એકવીસ, ત્યારપછી ક્ષપકશ્રેણિમાં આઠ કષાયનો ક્ષય થાય ત્યારે તેર, નપુંસકવેદના ક્ષયે બાર, સ્ત્રીવેદના ક્ષયે અગિયાર, છ. નોકષાયના ક્ષયે પાંચ, પુરુષવેદના ક્ષયે ચાર, સંજવલન ક્રોધના ક્ષયે ત્રણ, સંજવલન માનના ક્ષયે બે અને સંજવલન માયાનો ક્ષય થાય ત્યારે એકની સત્તા હોય છે. અહીં અવસ્થિત સત્કર્મ પંદર છે, કારણ કે સઘળાં સત્તાસ્થાનકોમાં કમમાં કમ અંતર્મુહૂર્ત પર્યંત અવસ્થાન-સ્થિરતાનો સંભવ છે. અલ્પતર ચૌદ છે અને તે અઠ્યાવીસ છોડીને શેષ સઘળા સમજવા. તથા અઠ્યાવીસના સત્તાસ્થાનકરૂપ ભૂયસ્કાર સત્કર્મ એક જ છે. કેમ કે ચોવીસના સત્તાસ્થાનેથી અથવા છવ્વીસના સત્તાસ્થાનેથી અઠ્યાવીસના સત્તાસ્થાને જાય છે. શેષ સત્તાસ્થાનો ભૂયસ્કારરૂપે હોઈ શકતા નથી. કારણ કે અનંતાનુબંધી કષાય, સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય સિવાય અન્ય પ્રકૃતિની સત્તાનો નાશ થયા પછી ફરી તેઓની સત્તાનો અસંભવ છે. તથા મોહનીયકર્મની સઘળી પ્રકૃતિની સત્તાનો નાશ થયા પછી ફરી તેઓની સત્તા નહિ થતી હોવાથી અવક્તવ્ય સત્કર્મ ઘટતું નથી.
. • તથા નામકર્મનાં બાર સત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે–૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૯૭૮-૭૬-૭૫-૯-૮. તેમાં સઘળી પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે ત્રાણું. તીર્થકર નામકર્મની સત્તા ન હોય ત્યારે બાણું, તીર્થંકરનામકર્મની સત્તા હોય અને આહારક શરીર, આહારક અંગોપાંગ, આહારકબંધન અને આહારક સંઘાતન એ ચાર પ્રકૃતિની સત્તા ન હોય ત્યારે નેવ્યાશી અને તીર્થકર નામકર્મની પણ સત્તા ન હોય ત્યારે ઈક્યાશી. આ ચાર સત્તાસ્થાનકની પ્રથમ એવી સંજ્ઞા છે એટલે કે એ પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે.
આ ચાર સત્તાસ્થાનકમાંથી નામકર્મની તેર પ્રકૃતિ ક્ષય થાય ત્યારે દ્વિતીય સત્તાસ્થાનનું ચતુષ્ક થાય.તે આ એંશી, અગણ્યાએંશી, છોત્તેર, અને પંચોતેર. આ દ્વિતીય સંજ્ઞક સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે.
તથા પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક સંબંધી ઈક્યાશીના સત્તાસ્થાનમાંથી દેવદ્ધિક અથવા નરકદ્ધિક ઉવેલે ત્યારે ક્યાશી, દેવદ્ધિક અથવા નરકદ્ધિક કે જે ન ઉવેલાયું હોય તે સાથે વૈક્રિય ચતુષ્ક ઉવેલ ત્યારે એંશી અને તેમાંથી મનુષ્યદ્વિક ઉકેલે ત્યારે ઇઠ્યોતેરનું સત્તાસ્થાન થાય છે. આ ત્રણ સત્તાસ્થાનોનો પ્રાચીન ગ્રંથોમાં અધ્રુવ એ સંજ્ઞાથી વ્યવહાર થાય છે.