________________
૫૦૨
પંચસંગ્રહ-૧ હવે પૂર્વની ગાથામાં કહેલ ભૂયસ્કાર અને અલ્પતરની સંખ્યા આ ગાથામાં બતાવે છે –
भूओगारा दो नव छ यप्पतरा दु अट्ठ सत्त कमा । मिच्छाओ सासणत्तं न एकतीसेक्कगुरु जम्हा ॥१६॥
भूयस्कारा द्वौ नव षट् चाल्पतरा द्वावष्टौ सप्त क्रमात् । मिथ्यात्वात् सासादनत्वं न एकत्रिंशत एको गुरुर्यस्मात् ॥१६॥
અર્થ—દર્શનાવરણ, મોહનીય અને નામકર્મના ભૂયસ્કાર અનુક્રમે બે નવ અને છ છે. અલ્પતર બે, આઠ અને સાત છે. મિથ્યાત્વેથી સાસાદને જતા નહિ હોવાથી મોહનીયના આઠ જ અલ્પતર છે. અને એકત્રીસના બંધથી એકનો બંધ ગુરુ નથી માટે નામકર્મના છ જ ભૂયસ્કાર થાય છે.
ટીકાનુ–દર્શનાવરણીય, મોહનીય અને નામકર્મના અનુક્રમે બે, નવ અને છ ભૂયસ્કાર છે, તથા બે આઠ અને સાત અલ્પતર છે. તાત્પર્ય એ કે દર્શનાવરણીયકર્મના બે ભૂયસ્કાર, અને બે અલ્પતર છે. મોહનીયકર્મના નવ ભૂયસ્કાર અને આઠ અલ્પતર છે, તથા નામકર્મના છે ભૂયસ્કાર, અને સાત અલ્પતર છે.
અહીં એમ શંકા થાય કે–મોહનીયકર્મનાં દશ બંધસ્થાનકમાં ભૂયસ્કાર જેમ નવ થાય છે તેમ અલ્પતર નવ કેમ ન થાય ? તેમજ નામકર્મના આઠ બંધસ્થાનકમાં જેમ સાત અલ્પતર થાય છે તેમ ભૂયસ્કાર સાત કેમ ન થાય?
તેના ઉત્તરમાં જણાવે છે કે કોઈપણ જીવ મિથ્યાત્વ ગુણઠાણેથી સાસ્વાદને જતો નથી તેથી એકવીસના બંધરૂ૫ અલ્પતર ઘટતો નથી માટે મોહનીયના અલ્પતર આઠ જ થાય છે. તથા નામકર્મના એકત્રીસના બંધથી ઊતરી આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે જે એક પ્રકૃતિનો બંધ થાય છે તે એકત્રીસની અપેક્ષાએ મોટો નથી માટે નામકર્મના ભૂયસ્કાર છ જ થાય છે.
વળી એમ કહેવામાં આવે કે ઉપશમશ્રેણિથી પડતા યશકીર્તિરૂપ એક પ્રકૃતિ બાંધી આઠમાના છઠ્ઠા ભાગે આત્મા એકત્રીસના બંધે પણ જાય છે. અને તે એકત્રીસનો બંધ એક પ્રકૃતિની અપેક્ષાએ ભૂયસ્કાર છે માટે સાત ભૂયસ્કાર થાય છે અને તે યુક્ત જ છે. અન્ય શાસ્ત્રોમાં પણ સાત ભૂયસ્કારો કહ્યા છે. શતકચૂર્ણિમાં કહ્યું છે કે “એકના બંધથી પણ એકત્રીસના બંધ જાય છે માટે ભૂયસ્કાર સાત છે.'
તેના ઉત્તરમાં કહે છે કે–તે અયોગ્ય છે. કારણ કે અઠ્યાવીસ આદિ બંધની અપેક્ષાએ એકત્રીસના બંધરૂપ ભૂયસ્કાર પહેલાં જ ગ્રહણ કર્યો છે. એકના બંધથી એકત્રીસના બંધે જાય કે અઠ્યાવીસઆદિ પ્રકૃતિના બંધથી એકત્રીસના બંધે જાય એ બંનેમાં એકત્રીસના બંધરૂપ ભૂયસ્કારનું તો એક જ સ્વરૂપ છે. અવધિના ભેદે કંઈ ભિન્ન ભૂયસ્કારની વિવક્ષા થતી નથી. જો અવધિના ભેદે ભિન્ન ભિન્ન ભૂયસ્કારની વિવક્ષા કરવામાં આવે તો ઉક્ત સંખ્યાથી પણ ઘણા ભૂયસ્કાર થાય. તે આ પ્રમાણે—કોઈ વખતે અઠ્યાવીસના બંધથી એકત્રીસના બંધે જાય, એ રીતે કોઈ વખત ઓગણત્રીસના બંધથી, કોઈ વખત ત્રીસના બંધથી, તેમજ કોઈ વખત એક પ્રકૃતિના