________________
૪૭૯
ચતુર્થદ્વાર-પ્રશ્નોત્તરી
ઉત્તર તમે કહ્યું તે પ્રમાણે હોવા છતાં દેશવિરતિને કોઈ પણ કાર્યના આરંભમાં દયાના જ પરિણામ હોય છે અને તેથી તેમની પ્રવૃત્તિ જયણાપૂર્વક જ થાય છે. એથી આ અપેક્ષાએ તેમને ત્રસકાયની વિરતિ ગણાવેલ છે.
પ્રશ્ન–૧૪. પ્રજ્ઞા=વિશિષ્ટ પ્રકારનું અતિશય જ્ઞાન, તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે છતાં આ પ્રજ્ઞા પરિષહ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી હોય છે એમ કેમ કહ્યું ?
ઉત્તર–આ પરિષહ જ્ઞાનાવરણીય કર્મના ઉદયકાળે જ હોય છે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થયા પછી કેવળીને હોતો નથી માટે જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થાય છે, એમ કહેલ છે.
પ્રશ્ન–૧૫. પરિષહ="પ્રતિકૂળતા કે કષ્ટનું સહન કરવું પરંતુ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ, સ્ત્રી અને સત્કારનો પ્રસંગમાં તો અનુકૂળતા જ મળે છે, પણ પ્રતિકૂળતા કે કષ્ટ નથી છતાં તે ત્રણને પરિષહ રૂપે કેમ ગણાવેલ છે ? - ઉત્તર–પરિષહ-“પ્રતિકૂળતા કે કષ્ટનું સહન કરવું” એમ સામાન્યથી કહી શકાય પરંતુ વાસ્તવિક રીતે ગ્રહણ કરેલ વ્રતોનો ભંગ કે મલિનતા થવાના સંયોગો આવે ત્યારે તે વ્રતોની રક્ષા માટે ચિત્તની સ્થિરતાપૂર્વક તેવા સંયોગોને આધીન બની દોષોનું સેવન ન કરવું એ અર્થ છે. આ કારણે જ ઉપરોક્ત ત્રણે પ્રસંગોમાં અનુકૂળતા મળવા છતાં તેનાથી વ્રતોનો ભંગ કે મલિનતાનો સંભવ હોવાથી તે અનુકૂળ સંયોગોને આધીન ન થતાં સ્વસ્થ રહેવા માટે ચિત્તની એકાગ્રતા રૂપ કષ્ટ સહન કરવું પડે છે અને પ્રતિકૂળ સંયોગો કરતાં અનુકૂળ સંયોગોમાં સ્વસ્થ રહેવું વધુ મુશ્કેલ છે તેથી આ ત્રણને પણ પરિષહ રૂપે કહેલ છે. ન પ્રશ્ન-૧૬. ક્ષયોપશમ સમ્યક્ત અપ્રમત્ત ગુણસ્થાનક સુધી જ હોય છે તેથી દર્શન પરિષહ પણ ત્યાં સુધી જ સંભવી શકે, પરંતુ આઠમા-નવમા ગુણસ્થાનકે દર્શન સપ્તકનો સર્વથા ક્ષય કે ઉપશમ જ કરેલ હોય છે. તેથી ત્યાં દર્શન પરિષહ કેવી રીતે સંભવી શકે ? જો ન સંભવી શકે તો અહીં નવમાં ગુણસ્થાનક સુધી બાવીસે પરિષહો કઈ રીતે બતાવ્યા ?
ઉત્તર–આ પ્રશ્નનો ઉત્તર શ્રી ભગવતીસૂત્ર શતક ૮, ઉદ્દેશ ૮ સૂત્ર ૨૪૩ની ટીકામાં ટીકાકાર મહર્ષિ આ પ્રમાણે આપે છે.
यस्माइंशनसप्तकोपशमस्योपर्येव नपुंसकवेदाधुपशमकालेऽनिवृत्तिबादरसम्परायो भवति, स चावश्यकादिव्यतिरिक्तग्रन्थान्तरमतेन दर्शनत्रयस्य बृहति भागे उपशान्ते शेषे चानुपशान्ते एव स्याद्, नपुंसकवेदं चासौ तेन सहोपशमयितुमुपक्रमते, ततश्च नपुंसकवेदोपशमावसरेऽनिवृत्तिबादरसम्परायस्य सतो दर्शनमोहस्य प्रदेशत उदयोऽस्ति न तु सत्तैव ततस्तत्प्रत्ययो दर्शनपरिषहः तस्यास्ति इति, તતશાણાપ પવન્તીતિ . ભા ૨૦, પાનું ૩૯૧.
આનો ભાવ આ પ્રમાણે છે—જે કારણથી દર્શનત્રિકના ઉપશમની ઉપર નપુંસકવેદ