________________
૪૮૦
પંચસંગ્રહ-૧ વગેરેના ઉપશમકાળે અનિવૃત્તિનાદર સંપરાય હોય છે અને) તે (અનિવૃત્તિ બાદર) આવશ્યક વગેરે અન્યગ્રંથોના મતે દર્શનેત્રિકનો મોટો ભાગ ઉપશાંત થયે છતે અને શેષ ભાગ બાકી રહ્યું છતે જ હોય, અને આ (બાદર સંપરાય ગુણસ્થાનકવાળો) તે દર્શનત્રિકની સાથે જ નપુંસકવેદને ઉપશમાવવાની શરૂઆત કરે છે તેથી અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકવાળાને નપુંસકવેદના ઉપશમ સમયે એટલે કે ઉપશમ થાય તે કાળમાં દર્શન મોહનીયની કેવળ સત્તા નહિ પરંતુ પ્રદેશથી ઉદય પણ હોય છે, તેથી દર્શન મોહનીયના પ્રદેશોદયના નિમિત્તવાળો દર્શન પરિષહ નવમા ગુણસ્થાનકવાળા જીવને હોય છે, અને તેથી મોહનીયના ઉદયથી સંભવતા આઠેય પરિષદો હોય છે.
પ્રશ્ન–૧૭. માત્ર યોગહેતુથી જ કયા ગુણસ્થાને કયા કર્મનો બંધ થાય ?
ઉત્તર–ઉપશાંતમોદાદિ ત્રણ ગુણસ્થાને માત્ર યોગ હેતુથી સાતાવેદનીયનો જ બંધ થાય છે.
પ્રશ્ન–૧૮. સ્ત્રીવેદને છઠ્ઠા ગુણસ્થાને આહારકદ્ધિક અને સાતમા ગુણસ્થાને આહારક કાયયોગ કેમ ન ઘટે ?
ઉત્તર–આહારક શરીર ચૌદ પૂર્વધરો જ બનાવી શકે, જ્યારે સ્ત્રીઓ તુચ્છ સ્વભાવવાળી, અભિમાની, ચપળ ઈન્દ્રિયોવાળી અને મંદ બુદ્ધિવાળી હોવાથી અતિશય અધ્યયનવાળાં ચૌદ પૂર્વો જેમાં છે તે દૃષ્ટિવાદ સૂત્ર ભણવાનો તેઓને નિષેધ છે માટે તેઓ આહારક શરીર બનાવી શકે તેમ ન હોવાથી આહારક અને આહારકમિશ્ર યોગ તેઓને ઘટતા નથી.
પ્રશ્ન–૧૯. સ્ત્રીઓને ચૌદ પૂર્વના અધ્યયનના અભાવે આહારક લબ્ધિ ન હોય એમ ઉપર જણાવ્યું તો સ્ત્રીઓ કરતાં પણ નપુંસકો વધારે મલિન સ્વભાવવાળા હોવાથી તેઓને ચૌદ પૂર્વનું અધ્યયન અને તેથી પ્રાપ્ત થતી આહારક લબ્ધિ શી રીતે હોઈ શકે ?
ઉત્તર–શાસ્ત્રોમાં નપુંસકો બે પ્રકારના કહ્યા છે, જન્મ નપુંસકો અને કૃત્રિમ નપુંસકો. તેમાં જેઓ જન્મથી નપુંસક હોય છે તેઓ અત્યંત મલિન વિચારવાળા અને તીવ્ર વેદોદયવાળા હોવાથી ચારિત્ર પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ પાછળથી ઔષધાદિના પ્રયોગથી થયેલ છ પ્રકારના કૃત્રિમ નપુંસકો મંદવેદોદયવાળા હોવાથી અત્યંત મલિન વિચારવાળા હોતા નથી. તેથી તેઓને ચૌદ પૂર્વનું અધ્યયન અને આહારક લબ્ધિ ઘટી શકે છે.
પ્રશ્ન-૨૦. સર્વધર્મોને સમાન માનનારો મધ્યસ્થ કેમ ન કહેવાય?
ઉત્તર માત્ર રાગ-દ્વેષ ન કરે અને સર્વ ધર્મોને સમાન માને તેટલા માત્રથી જ કોઈને મધ્યસ્થ ન કહેવાય. પરંતુ સત્યને સત્યસ્વરૂપે અને અસત્યને અસત્યસ્વરૂપે જાણવા છતાં જે રાગ-દ્વેષ ન કરે તેને જ મધ્યસ્થ કહેવાય, અન્યથા નીતિ અનીતિને સમાન માનનારને વિવેકશૂન્ય હોવા છતાંય મધ્યસ્થ કહેવાનો પ્રસંગ આવે.
પ્રશ્ન-૨૧. પ્રથમ ગુણસ્થાને એક જીવને એકીસાથે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બંધહેતુ