________________
પંચસંગ્રહ-૧ પ્રશ્ન—૧૦. જિનનામ કર્મના બંધમાં કેવળ સમ્યક્ત્વને હેતુ માનીએ તો શું દોષ
આવે ?
૪૭૮
ઉત્તર—જિનનામ કર્મના બંધનું કારણ કેવલ સમ્યક્ત્વ માનીએ તો દરેક સમ્યગ્દષ્ટિને અને સિદ્ધોને પણ જિનનામનો બંધ થવો જોઈએ પરંતુ કોઈક સમ્યગ્દષ્ટિ જ જિનનામ બાંધે છે અને તે પણ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી જ, માટે સમ્યક્ત્વ સહિત તથાપ્રકારના કષાયવિશેષો જ જિનનામના બંધનું કારણ છે.
પ્રશ્ન—૧૧. મુંડ કેવલી એટલે શું ? અને તે શાથી થાય ?
ઉત્તર—જીભ આદિ શારીરિક કોઈ પણ અવયવની એવી ખામી હોય કે જેથી તેઓ ઉપદેશ આદિ આપી ન શકે તે મુંડકેવલી કહેવાય છે. વળી સમ્યગ્દર્શન પામી પોતાનું જ કલ્યાણ કરવાની ભાવના ભાવે અને તેવી જ પ્રવૃત્તિ કરે તે મુંડકેવલી થાય છે.
પ્રશ્ન—૧૨. છ કાયવધના એક સંયોગી આદિ ભાંગા કેટલા અને કયા કયા ?
ઉત્તર—એક સંયોગી આદિ ભાંગા કુલ ૬૩ છે. તે આ પ્રમાણે—એક સંયોગી ભાંગા છ-(૧) પૃથ્વીકાય (૨) અપ્લાય (૩) તેઉકાય (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય (૬) ત્રસકાય. દ્વિસંયોગી ભાંગા પંદર છે. (૧) પૃ॰ અ (૨) પૃ॰ તે (૩) પૃ॰ વા. (૪) પૃ॰ વન (૫) પૃ ત્રસ (૬) અ તે (૭) અ વા (૮) અ વન (૯) અ ત્રસ (૧૦) તે વા (૧૧) તે વન (૧૨) તે ત્રસ (૧૩) વા વન (૧૪) વા૰ ત્રસ (૧૫) વન ત્રસ
ત્રિસંયોગી ભાંગા વીસ છે. (૧) પૃ॰ અ તે (૨) પૃ॰ અ વા (૩) પૃષ્ઠ અ વન (૪) પૃ અ૰ ત્રસ (૫) પૃ તે વા (૬) પૃ॰ તે વન (૭) પૃ॰ તે ત્રસ (૮) પૃ॰ વા વન (૯) પૃ॰ વા સ (૧૦) પૃ. વન ત્રસ (૧૧) અ તે વા (૧૨) અ તે વન (૧૩) અ તે ત્રસ (૧૪) અ વા વન (૧૫) અ વા ત્રસ (૧૬) અ વન ત્રસ (૧૭) તે વા વન (૧૮) તે વા ત્રસ (૧૯) તે વન ત્રસ (૨૦) વા વન ત્રસ
ચતુઃ સંયોગી ભાંગા પંદર છે. (૧) પૃ અ તે વા (૨) પૃ॰ અ તે વન (૩) પૃ અ તે ત્રસ (૪) પૃ॰ અ વા૰ વન (પ) પૃ॰ અ વા ત્રસ૰. (૬) પૃ॰ અ વન સ૰. (૭) પૃ॰ તે વા વન. (૮) પૃ॰ તે વા સ (૯) પૃ॰ તે વન ત્રસ (૧૦) પૃ॰ વા૰ વન ત્રસ (૧૧) અ તે વા વન (૧૨) અ તે વા ત્રસ (૧૩) અ તે વન ત્રસ (૧૪) અ વા વન ત્રસ (૧૫) તે વા વન ત્રસ
પંચસંયોગી ભાંગા છ છે. (૧) પૃ. અ તે વા વાન (૨) પૃ અ તે વા૰ ત્રસ (૩) પૃ૰ અ૰ તે વન ત્રસ (૪) પૃ॰ અ વા૰ વન ત્રસ (પ) પૃ॰ તે વા૰ વન ત્રસ૰ (૬) અ તે વા વન ત્રસ
ષસંયોગી ભાંગો એક છે. (૧) પૃ૰ અ તે વા વન ત્રસ
પ્રશ્ન—૧૩. દેશવિરતિને સંપૂર્ણ ત્રસજીવોની હિંસાની અપેક્ષાએ આઠમા ભાગની જ હિંસાનું પચ્ચક્ખાણ હોય છે છતાં તેમને ત્રસકાયની વિરતિ કેમ ગણાવેલ છે ?