________________
પંચસંગ્રહ-૧
ટીકાનુ—સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે જેટલા યોગ હોય તે યોગો સાથે પહેલાં વેદોનો ગુણાકાર કરવો, જે સંખ્યા આવે તેમાંથી એક રૂપ ઓછું કરવું.
૪૧૪
તાત્પર્ય એ કે એક એક વેદના ઉદયે ક્રમપૂર્વક તેરે યોગો પ્રાયઃ સંભવે છે. જેમ કે પુરુષવેદના ઉદયે ઔદારિક, વૈક્રિય આદિ કાયાના યોગો તથા મનોયોગના ચાર અને વચન યોગના ચાર ભેદો સંભવે છે. તેમ જ સ્રીવેદ અને નપુંસકવેદના ઉદયે પણ સંભવે છે. માટે ત્રણ વેદને તેર સાથે ગુણતાં ઓગણચાળીસ થાય. તેમાંથી એક રૂપ દૂર કરવું એટલે શેષ આડત્રીસ રહે.
હવે અહીં શંકા થાય કે પહેલાં વેદ સાથે યોગોનો ગુણાકાર કરી તેમાંથી એક સંખ્યા ઓછી કેમ કરી ? તેના ઉત્તરમાં કહે છે કે—સાસ્વાદન ગુણસ્થાનકે વર્તતા આત્માને નપુંસકવેદના ઉદયે વૈક્રિયમિશ્ર કાયયોગ હોતો નથી. કારણ કે અહીં વૈક્રિયમિશ્ર કાયયોગ કાર્મણ સાથે વિવક્ષ્યો છે. નપુંસક વેદનો ઉદય છતાં વૈષ્ક્રિય કાયયોગ નરકગતિમાં જ હોય છે. અન્યત્ર · ક્યાંય હોતો નથી. સાસ્વાદન ગુણસ્થાનક લઈને કોઈપણ આત્મા નરકગતિમાં જતો નથી. માટે વેદ સાથે યોગોનો ગુણાકાર કરી એક સંખ્યા ઓછી કરવાનું કહ્યું છે.
એટલા જ માટે અહીં પહેલાં વેદ સાથે યોગોને ગુણી, તેમાંથી એક રૂપ ઓછું કરવું અને ત્યારપછી શેષ અંકોનો ગુણાકાર કરવો. જો એમ ન કરીએ તો જેટલા થતા હોય તેટલા નિશ્ચિત ભાંગાની સંખ્યાનું જ્ઞાન સુખપૂર્વક ન થાય.
અહીં અંકસ્થાપના આ પ્રમાણે સમજવી—પહેલાં ત્રણ વેદ મૂકવા, ત્યારપછી તેર યોગો મૂકવા, ત્યાર પછી છ કાય, ત્યારપછી પાંચ ઇન્દ્રિયની અવિરતિ, ત્યારપછી બે યુગલ, ત્યારપછી ચાર કષાય મૂકવા, સ્થાપના આ પ્રમાણે -૪-૨-૫-૬-૧૩-૩,
આ અંકોનો ગુણાકાર આ પ્રમાણે કરવો—ત્રણ વેદ સાથે તેર યોગોને ગુણવા એટલે ઓગણચાળીસ ૩૯ થાય. તેમાંથી એક રૂપ ઓછું કરતાં આડત્રીસ ૩૮ રહે. તે આડત્રીસે ભાંગા એ કાયના વધુમાં ઘટે છે. જેમ કે—કોઈ સત્યમનોયોગી પુરુષવેદી પૃથ્વીકાયનો વધ કરનાર હોય, કોઈ સત્યમનોયોગી પુરુષવેદી અપ્લાયનો વધ કરનારા હોય, એ પ્રમાણે તેઉકાયાદિનો વધ કરનાર પણ હોય. એ પ્રમાણે અસત્યમનોયોગાદિ દરેક યોગ અને દરેક વેદ સાથે યોગ કરવો. તેથી આડત્રીસને એ ગુણતાં બસો અઠ્યાવીસ ૨૨૮ થાય. તે બસો અઠ્યાવીસે એક એક ઇન્દ્રિયની અવિરતિવાળા હોય છે. માટે તેને પાંચે ગુણતાં અગિયારસો અને ચાળીસ ૧૧૪૦ ભાંગા થાય. તે અગિયારસો ચાળીસ હાસ્યરતિના ઉદયવાળા, બીજા તેટલા જ શોક-અતિના ઉદયવાળા હોય છે માટે તેને બેએ ગુણતાં બાવીસસો અને એંશી ૨૨૮૦ ભાંગા થાય. તે બાવીસસો અને એંશી જીવો ક્રોધના ઉદયવાળા હોય, તેટલા જ બીજા માનના ઉદયવાળા હોય, તેટલા જ માયા અને લોભના ઉદયવાળા હોય છે, માટે તેને ચારે ગુણતાં એકાણુસો અને વીસ ૯૧૨૦ ભાંગા થાય.
આટલા ભાંગા સાસ્વાદન ગુણસ્થાનકે દશ બંધહેતુના થાય. હવે પછી પણ અંકોનો ક્રમપૂર્વક ગુણાકાર કહ્યો તે પ્રમાણે સમજવો.