________________
ચતુર્થકાર
૪૧૫ હવે અગિયાર બંધ હેતુના ભાંગા કહે છે–પૂર્વોક્ત દશ બંધહેતુમાં જે એક કાયનો વધ ગણેલો છે તેને બદલે બે કાયનો વધ લેતાં અગિયાર હેતુ થાય. છ કાયના દ્રિકસંયોગી પંદર ભાંગા થાય. તેથી કાયના સ્થાને છને બદલે પંદર મૂકવા. ત્યારપછી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં બાવીસ હજાર અને આઠસો ૨૨૮૦૦ ભાંગા થાય.
અથવા તે પૂર્વોક્ત દશ હેતુમાં ભય ઉમેરતાં અગિયાર થાય. ભય ઉમેરતાં ભાંગાની સંખ્યા વધશે નહિ માટે પૂર્વવત્ એકાણસો વીસ ૯૧૨૮ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં અગિયાર હેતુના પણ એકાણસો વીસ ૯૧૨૦ ભાંગા થાય.
સરવાળે અગિયાર બંધ હેતુના એકતાળીસ હજાર અને ચાળીસ ૪૧૦૪૦ ભાંગા થાય. આ પ્રમાણે અગિયાર હેતુના ભાંગા કહ્યા.
હવે બાર હેતુના ભાંગા કહે છે–પૂર્વોક્ત દશ બંધહેતુમાં એક કાયના બદલે ત્રણ કાય લેતાં બાર હેતુ થાયે. છ કાયના ત્રિક સંયોગે વિસ ભંગ થાય, તેથી કાયના સ્થાને છને બદલે વીસ મૂકવા. ત્યારપછી પૂર્વવત્ અંકોને ગુણતાં ત્રીસ હજાર અને ચારસો ૩૦૪00 ભાંગા થાય.
અથવા ભય અને બે કાયનો વધ લેતાં પણ બાર થાય. તેના બાવીસ હજાર અને આઠસો ૨૨૮૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને બે કાયનો વધ લેતાં પણ બાવીસ હજાર અને આસો - ૨૨૮૦૦ ભંગ થાય.
અથવા ભય, જુગુપ્સા એ બે મેળવતાં પણ બાર હેતુ થાય. તેના એકાણસો અને વીસ ૯૧૨૦ ભાંગા થાય.
આ પ્રમાણે બાર હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા પંચાશી હજાર એકસો અને વિસ ૮૫૧૨૦ થાય. આ પ્રમાણે બાર હેતુના ભાંગા કહ્યા. : ' હવે તેર હેતુના ભાંગા કહે છે તે પૂર્વોક્ત દશ બંધહેતુમાં એક કાયના સ્થાને ચાર કાયનો વધ લેતાં તેર બંધહેતુ થાય. છ કાયના ચતુષ્ક સંયોગે પંદર ભાંગા થાય છે તેથી કાયાના સ્થાને પંદર મૂકવા. ત્યારપછી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં બાવીસ હજાર અને આઠસો ૨૨૮૦૦ ભાંગા થાય.
અથવા ભય અને ત્રણ કાયનો વધ મેળવતાં પણ તેર હેતુ થાય તેના ત્રીસ હજાર અને ચારસો ૩૦૪૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને ત્રણ કાયના વધના તેર હેતુના પણ ત્રીસ હજાર અને ચારસો ૩૦૪૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા અને બે કાયની હિંસા લેતાં પણ તેર હેતુ થાય. તેના પૂર્વવત્ બાવીસ હજાર અને આઠસો ૨૨૮૦૦ ભાંગા થાય. " આ પ્રમાણે તેર બંધ હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા એક લાખ અને ચોસઠસો ૧૦૬૪૦૦ થાય. આ પ્રમાણે તેર બંધહેતુના ભાંગા કહ્યા.