________________
ચતુર્થદ્વાર
૪૧૩
અર્થ—અનંતાનુબંધીના ઉદય વિનાના મિથ્યાષ્ટિને યોગો દશ હોય છે, કારણ કે તે તથાસ્વભાવે કાળ કરતો નથી. મિથ્યાત્વીને અનંતાનુબંધીના ઉદયનો અભાવ અનંતાનુબંધીના ઉવેલનાર સમ્યગ્દષ્ટિને જયારે મિથ્યાત્વમોહનો ઉદય થાય ત્યારે હોય છે.
ટીકાનુ–અનંતાનુબંધીના ઉદય વિનાના મિથ્યાષ્ટિને યોગો દશ જ હોય છે. શા માટે દસ યોગ હોય છે? મિથ્યાષ્ટિને તો પૂર્વે તેર યોગો કહ્યા છે, તેનો ઉત્તર આપતાં કહે છે
અનંતાનુબંધીના ઉદય વિનાનો મિથ્યાદષ્ટિ તથાસ્વભાવે મરતો નથી અને મરણ પામતો નહિ હોવાથી વિગ્રહગતિમાં અને અપર્યાપ્તાવસ્થામાં જેનો સંભવ છે તે કાર્મણ, ઔદારિક મિશ્રા અને વૈક્રિયમિશ્ર એ ત્રણ યોગો તેને હોતા નથી માટે દશ યોગો જ હોય છે.
વળી કહે છે કે–મિથ્યાષ્ટિને અનંતાનુબંધીનો અનુદય કેમ સંભવે? તેના ઉત્તરમાં કહે છે કે–અનંતાનુબંધીનો અનુદય અનંતાનુબંધીનો ઉલક-ઉખેડનાર-સત્તામાંથી નાશ કરનાર સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વમોહનો જ્યારે ઉદય થાય ત્યારે હોય છે.
તાત્પર્ય એ કે જેણે અનંતાનુબંધીની ઉલના કરી છે એવો સમ્યગ્દષ્ટિ જ્યારે મિથ્યાત્વ મોહના ઉદયથી પડી મિથ્યાત્વ ગુણઠાણે જાય અને ત્યાં બીજભૂત મિથ્યાત્વરૂપ હેતુ વડે અનંતાનુબંધી બાંધે ત્યારે તેનો એક આવલિકા કાળ ઉદય હોતો નથી. તેનો કાળ દશ યોગો જ હોય છે. ૧૦
- હવે સાસ્વાદન ગુણસ્થાનકે દશથી સત્તર સુધીના બંધહેતુઓનો વિચાર કરે છે. તેમાં સાસ્વાદને મિથ્યાત્વ સર્વથા સંભવતું નથી, માટે મિથ્યાદષ્ટિને જે જઘન્યથી દશ બંધહેતુ કહ્યા છે તેમાંથી મિથ્યાત્વરૂપ પ્રથમ પદ કાઢી નાંખવું. શેષ પૂર્વે કહ્યા તે જ જઘન્ય પદ ભાવિ નવ હેતુઓ લેવા. તેમાં અનંતાનુબંધી કષાય વધારવો એટલે સાસ્વાદને ઓછામાં ઓછા દશ હેતુ થાય. સાસ્વાદન ગુણસ્થાને અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે, કારણ કે તેના વિના સાસ્વાદન જ ઘટતું નથી, માટે. જ્યારે અનંતાનુબંધીનો ઉદય હોય ત્યારે યોગો તેર સંભવે છે. એ પહેલાં જ કહ્યું છે તેથી યોગના સ્થાને તેરનો અંક સ્થાપવો. એટલે અંકસ્થાપના આ પ્રમાણે કરવી.
ઇન્દ્રિયની અવિરતિના સ્થાને પાંચ, કાયના વધના સ્થાને તેના સંયોગી ભાંગાઓ, કષાયના સ્થાને ચાર, વેદના સ્થાને ત્રણ, યુગલના સ્થાને બે, અને યોગના સ્થાને તેર આ પ્રમાણે અંકો મૂકવા. હવે અહીં જે વિશેષ છે તે કહે છે–
सासायणम्मि एवं चय वेयहयाण नियगजोगाण । जम्हा नपुंसउदए वेउव्वियमीसगो नत्थि ॥११॥ सास्वादने रूपं त्यज वेदाहतेभ्यो निजकयोगेभ्यः ॥
यस्मान्नपुंसकोदये वैक्रियमिश्रको नास्ति ॥११॥ ' . અર્થ–સાસ્વાદન ગુણસ્થાનવર્સી યોગોને વેદ સાથે ગુણતાં જે આવે તેમાંથી એક રૂપ કાઢી નાંખવું કારણ કે નપુંસક વેદના ઉદયે વૈક્રિયમિશ્ર યોગ હોતો નથી.