________________
૪૧૨
પંચસંગ્રહ-૧
પહેલાની જેમ છત્રીસ હજાર ૩૬૦૦૦ ભાંગા થાય.
અથવા ભય, અનંતાનુબંધી અને પાંચ કાયનો વધ મેળવતાં પણ સોળ હેતુ થાય. તેના છેતાળીસ હજાર અને આઠસો ૪૬૮૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા-અનંતાનુબંધી અને પાંચ કાયનો વધ મેળવતાં પણ છેતાળીસ હજાર આઠસો ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા, અનંતાનુબંધી અને ચાર કાયનો વધ મેળવતાં પણ સોળ હેતુ થાય. તેના પહેલાંની જેમ એક લાખ સત્તર હજાર ભાંગા થાય.
આ પ્રમાણે સોળ હેતુ સાત પ્રકારે થાય. તેના કુલ ભાંગા બે લાખ છાસઠ હજાર અને ચારસો ૨૬૬૪00 થાય. આ રીતે સોળ બંધ હેતુના ભાંગા કહ્યા.
હવે સત્તર હેતુના ભાંગા કહે છે–પૂર્વોક્ત દશ હેતુમાં ભય જુગુપ્સા અને છ કાયની હિંસા મેળવતાં સત્તર હેતુ થાય. તેના પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં છ હજાર ૬૦૦૦ ભંગ થાય.
અથવા ભય, અનંતાનુબંધી અને છ કાયની હિંસા મેળવતાં પણ સત્તર હેતુ થાય. તેના પૂર્વવત્ ઈઠ્યોતેરસો ૭૮૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા, અનંતાનુબંધી અને છ કાયનો વધ મેળવતાં પણ ઇઠ્યોતેરસો. ૭૮૦૦ ભંગ થાય.
અથવા ભય, જુગુપ્સા, અનંતાનુબંધી અને પાંચ કાયનો વધ મેળવતાં પણ સત્તર હેતુ થાય. તેના છેતાળીસ હજાર અને આઠસો ૪૬૮૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે સત્તર બંધહેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા અડસઠ હજાર અને ચારસો ૬૮૪૦૦ થાય. આ પ્રમાણે સત્તર બંધહેતુના ભાંગા કહ્યા.
હવે અઢાર હેતુના ભાંગા કહે છે–પૂર્વોક્ત દશ બંધહેતુમાં છ કાયનો વધ, ભય, જુગુપ્સા અને અનંતાનુબંધી મેળવતાં અઢાર હેતુ થાય. તેના ભાંગા ઈઠ્યોતેરસો ૭૮૦૦ થાય.
અંકોનો ગુણાકાર કરતાં લક્ષ્યમાં રાખવા યોગ્ય હકીકત પહેલાં કહી છે તે પ્રમાણે લક્ષ્ય રાખી અંકોનો ગુણાકાર કરવો.
આ પ્રમાણે દશ હેતુથી આરંભી અઢાર હેતુના મિથ્યાદષ્ટિ ગુણઠાણે કુલ ભાંગા ચોત્રીસ લાખ સિત્યોતેર હજાર અને છસો ૩૪૭૭૬૦૦ થાય. ૯ હવે અનંતાનુબંધીના ઉદય વિનાના મિથ્યાદષ્ટિને જેટલા યોગો સંભવે છે તે કહે છે–
अणउदयरहियमिच्छे जोगा दस कुणइ जन्न सो कालं । अणणुदयो पुण तदुव्वलग सम्मदिहिस्स मिच्छुदए ॥१०॥ अनन्तानुबंध्युदयरहितमिथ्यादृष्टौ योगा दश करोति यतो न स कालम् । अनन्तानुबंध्यनुदयः पुनः तदुद्वलकसम्यग्दृष्टेः मिथ्यात्वोदये ॥१०॥