________________
४०८
પંચસંગ્રહ-૧ સંખ્યા કાયમ રહી છે; અગિયાર આદિ બંધહેતુમાં મિથ્યાત્વાદિના ભેદોને ફેરવી ફેરવી ગુણાકાર કરવાની આ જ રીત છે. હવે અગિયાર આદિ મધ્યમ બંધહેતુને પ્રતિપાદન કરવા ગાથાનું ઉત્તરાર્ધ કહે છે–
अणबंधिभयदुगंछाण चारणा पुण विमझेसु ॥१॥
अनन्तानुबन्धिभयजुगुप्सानां चारणा पुनर्विमध्येषु ॥९॥
અર્થ–મધ્યમ અગિયાર આદિ વિકલ્પોમાં અનંતાનુબંધી ભય, અને જુગુપ્સાની ચારણા કરવી એટલે ફેરવવા.
ટીકાનુ–અનંતાનુબંધી કષાય, ભય, અને જુગુપ્સાને ફેરવતાં અને કાયનો વધ વધારતાં વચલા અગિયાર આદિ બંધહેતુઓ થાય છે. તે આ પ્રમાણે–પૂર્વોક્ત દશ બંધહેતુમાં ભય નાખીએ એટલે અગિયાર હેતુ થાય, તેના ભાંગા પૂર્વે કહ્યા તે રીતે ૩૬૦૦૦ છત્રીસ હજાર જ થાય. અથવા જુગુપ્સા નાખીએ ત્યારે પણ અગિયાર થાય. અહીં પણ ભાંગા ૩૬૦૦૦ થાય. અથવા અનંતાનુબંધીના કોઈપણ ક્રોધાદિ મેળવીએ ત્યારે અગિયાર થાય. અનંતાનુબંધીનો જ્યારે ઉદય થાય ત્યારે યોગ તેર હોય છે કારણ કે મિથ્યાદષ્ટિને અનંતાનુબંધીનો ઉદય થયા પછી મરણનો સંભવ હોવાથી અપર્યાપ્તાવસ્થાભાવિ કાર્પણ ઔદારિકમિશ્ર અને વૈક્રિયમિશ્ર યોગો ઘટે છે. આ હકીકત પહેલાં યુક્તિપૂર્વક કહેવાઈ છે. તેથી કષાય સાથે ગુણતાં જે છત્રીસસો આવ્યા છે તેને દશને બદલે તેર યોગ સાથે ગુણતાં ૪૬૮૦૦ થાય તથા તે પૂર્વોક્ત જઘન્ય દશ બંધહેતુમાં પૃથ્વીકાયાદિ છકાયમાંથી કોઈપણ બેકાયનો વધ ગણીએ ત્યારે અગિયાર હેતુ થાય.
અહીં એ ધ્યાનમાં રાખવું કે દશ હેતુમાં એક કાયનો વધ છે અને એક કાયનો વધી મેળવવાનો છે. કુલ બે કાયનો વધ લેવાનો છે. છ કાયના ક્રિકસંયોગે ૧૫ ભંગ થાય માટે કાયઘાતસ્થાને પંદર મૂકવા, તેથી મિથ્યાત્વા પાંચ ભેદ સાથે બેકાયની હિંસાના દ્વિક સંયોગે થતા પંદર ભાંગા સાથે ગુણતાં ૭૫ થાય, તેને પાંચ ઇન્દ્રિયની અવિરતિ સાથે ગુણતાં ૩૭પ થાય; તેને
૧. ભય મેળવતાં અથવા જુગુપ્સા મેળવતાં અગિયાર બંધહેતુના તથા ભય જુગુપ્સા બંને સાથે મેળવતા બાર હેતુના ભાંગા છત્રીસ હજાર જ થશે, વધશે નહિ. કારણ કે ભય કે જુગુપ્સા પરસ્પર વિરોધી નથી. એટલે એક એક સાથે ગુણતાં છત્રીસ હજાર જ થાય. યુગલની જેમ પરસ્પર વિરોધી હોય તો એટલે કે એક જીવને ભય હોય, બીજા જીવને જુગુપ્સા હોય એટલે બેએ ગુણતાં ભાંગા વધે. પરંતુ ભય અને જુગુપ્સા બંનેનો એક સમયે એક જીવને ઉદય હોઈ શકે છે. તેથી તેના ભાંગા વધશે નહિ.
૨. અહીં ભાંગા કરવા માટે ગુણાકારનો જે ક્રમ કહ્યો છે તે ક્રમે ગુણાકાર કરતાં ભંગ સંખ્યા આવે છે. એટલું ધ્યાનમાં રાખવું કે જ્યારે અનંતાનુબંધી મેળવવામાં આવે ત્યારે દશ યોગને બદલે તેર યોગે ગુણવા, અને જ્યારે કાયનો વધ મેળવવામાં આવે ત્યારે જો બે કાય ગણીએ તો દ્વિક સંયોગે પંદર ભંગ થાય માટે કાયાના સ્થાને છને બદલે પંદર મૂકવા. કાય ત્રણ ગણીએ ત્યારે ત્રિક સંયોગે વીસ ભંગ થાય માટે વીસ મુકવા. એ પ્રમાણે ચતુષ્ક સંયોગે પંદર, પંચ સંયોગે છે અને છ સંયોગે એક ભંગ થાય માટે તેટલા તેટલા મૂકવા. અનંતાનુબંધી તથા કાય એમ બને જ્યારે મેળવ્યા હોય ત્યારે જેટલી કાયો લીધી હોય તેના ભાંગાની સંખ્યા કાયના સ્થાને મૂકવી અને યોગ દશને બદલે તેર મૂકી ગુણાકાર કરવો. આ લક્ષ્યમાં રાખવું.