________________
ચતુર્થદ્વાર
૪૦૯
બે યુગલ સાથે ગુણતાં ૭૫૦ થાય, તેને ત્રણ વેદ સાથે ગુણતાં ૨૨૫૦ થાય, તેને ચાર કષાય સાથે ગુણતાં ૯૦૦૦ થાય. તેને દશ યોગ સાથે ગુણતાં ૯OOO૦ ભાંગા થાય. સઘળા મળી મિથ્યાષ્ટિ ગુણઠાણે અગિયાર બંધ હેતુના બે લાખ ઈલ્યાસીસો ૨૦૮૮૦૦ ભંગ થાય. આ પ્રમાણે અગિયાર બંધહેતુના ભાંગા કહ્યા.
હવે બાર હેતુના ભાંગા કહે છે–પૂર્વોક્ત જઘન્ય દશ બંધહેતુમાં ભય અને જુગુપ્સા બંને મળવતાં બાર હેતુ થાય તેના પહેલાંની જેમ છત્રીસ હજાર ૩૬૦૦૦ ભંગ થાય. અનંતાનુબંધી અને ભય મેળવતાં પણ બાર થાય. અહીં અનંતાનુબંધીના ઉદયે યોગો તેર લેવાના હોવાથી પહેલાંની જેમ છેતાળીસ હજાર અને આઠસો ૪૬૮૦૦ ભાંગા થાય. અથવા અનંતાનુબંધી અને જુગુપ્સા મેળવતાં બાર થાય તેના પણ છેતાળીસ હજાર અને આઠસો ૪૬૮૦૦ ભાંગા થાય. અથવા એક કાયના સ્થાને ત્રણ કાયનો વધ લેતાં બાર હેતુ થાય.
છ કાયના ત્રિક સંયોગે વીસ ભાંગા થાય માટે કાયઘાતના સ્થાને વીસ મૂકવા. પછી અનુક્રમે ગુણાકાર કરવો. તે આ પ્રમાણે–મિથ્યાત્વના પાંચ ભેદોને કાયની હિંસાના ત્રિક સંયોગે થતા વીસ ભાંગા સાથે ગુણતાં સો ૧૦૦ ભાંગા થાય, તેને પાંચ ઇન્દ્રિયની અવિરતિ સાથે ગુણતાં પાંચસો ૫૦૦ થાય તેને યુગલ સાથે ગુણતાં એક હજાર ૧૦૦૦ થાય, તેને ત્રણ વેદ સાથે ગુણતાં ત્રણ હજાર ૩૦૦૦ થાય, તેને ચાર કષાય સાથે ગુણતાં બાર હજાર થાય, તેન દશ યોગ સાથે ગુણતાં એક લાખ વીસ હજાર ૧૨0000 ભંગ થાય. અથવા ભય અને બે કાયની હિંસા લેતાં બાર થાય તેના પૂર્વની જેમ નેવું હજાર ૯૦૦૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે જુગુપ્સા અને બે કાયની હિંસા લેતાં પણ નેવું હજાર ૯૦૦૦૦ ભંગ થાય. ' અથવા અનંતાનુબંધી એ બે કાયની હિંસા લેતાં પણ બાર થાય. અહીં કાયની હિંસાના સ્થાને દ્વિક સંયોગે થતા પંદર ભાંગા મૂકવા અને અનંતાનુબંધીનો ઉદય હોવાથી યોગો તેર લેવા અને પૂર્વે કહેલ વિધિ પ્રમાણે પરસ્પર ગુણાકાર કરવો. ગુણાકાર કરતાં એક લાખ સત્તર હજાર • ૧૧૭૦૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે બાર હેતુ સાત પ્રકારે થાય. તેના કુલ ભાંગા પાંચ લાખ છેતાળીસ હજાર અને છસો ૫૪૬૬00 થાય. આ પ્રમાણે બાર બંધહેતુના ભાંગા કહ્યા.
હવે તેર ભાંગા કહે છે–પૂર્વોક્ત દશ બંધહેતુમાં ભય, જુગુપ્સા અને અનંતાનુબંધી એ . ત્રણ મેળવતાં તેર બંધહેતુ થાય.
અનંતાનુબંધીનો જ્યારે ઉદય હોય ત્યારે યોગો તેર ગણવાના હોવાથી પહેલાની જેમ છેતાળીસ હજાર અને આઠસો ૪૬૮૦૦ ભંગ થાય.
અથવા દશ બંધહેતુમાં જે એક કાય લીધેલી છે, તેને બદલે ચાર કાય લેતાં એટલે કે દશ હેતુમાં એક છે, અને ત્રણ મેળવતાં પણ તેર હેતુ થાય. છ કાયના ચતુષ્કસંયોગી પંદર ભંગ થાય માટે કાયવસ્થાને તે પંદર ભંગ મૂકવા, ત્યારપછી પૂર્વક્રમે વ્યવસ્થાપિત અંકોના ગુણાકાર કરતાં નેવું હજાર ૯૦૦૦૦ ભંગ થાય.
અથવા ભય અને ત્રણ કાયની હિંસા લેતાં પણ તેર હેતુ થાય. છકાયના ત્રિકસંયોગી . પંચ૦૧-પર