________________
ચતુર્થદ્વાર
૪૦૭
जा बायरो ता घाओ विगप्प इइ जुगव बंधहेऊणं । यावद्वादरस्तावद् घातः विकल्पा इति युगपद्बन्धहेतूनाम् ।
અર્થ—બાદરસંપરાય ગુણસ્થાનક પર્યંત પૂર્વોક્ત ક્રમે સ્થાપેલા અંકોનો ગુણાકાર કરવો. આ પ્રકારે ગુણાકાર કરતાં એક સાથે અનેક જીવ આશ્રયી થતા બંધહેતુના વિકલ્પો થાય છે. ટીકાનુ—અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક પર્યંત પૂર્વોક્ત ક્રમે સ્થાપેલા અંકોનો સંભવ પ્રમાણે ગુણાકાર કરવો. આ પ્રમાણે ગુણાકાર કરતાં એક સમયે અનેક જીવ આશ્રયી થતા બંધહેતુના વિકલ્પો થાય છે. હવે મિથ્યાર્દષ્ટિ ગુણઠાણે થતા ભાંગાની સંખ્યા કહે છે.-મિથ્યાદષ્ટિ ગુણઠાણે એક જીવને એક સમયે કહેલા દશ બંધહેતુના અનેક જીવ આશ્રયી છત્રીસ હજાર ભંગ થાય છે. તે આ પ્રમાણે
અવાંતર ભેદની અપેક્ષાએ મિથ્યાત્વ પાંચ પ્રકારે છે, તે પાંચ ભેદો એક એક કાયનો ઘાત કરતાં સંભવે છે. જેમ કે આભિગ્રહિક કોઈ એક મિથ્યાત્વી પૃથ્વીકાયનો વધ કરે, કોઈ અકાયનો વધ કરે એ પ્રમાણે કોઈ તેઉ, વાઉ, વણ કે ત્રસનો વધ કરે. આ પ્રમાણે આભિગ્રહિક મિથ્યાત્વી કાયની હિંસાના ભેદે છ પ્રકારે થાય છે, એ પ્રમાણે અન્ય મિથ્યાત્વ માટે પણ સમજવું. માટે પાંચ મિથ્યાત્વને છ કાયની હિંસા સાથે ગુણતાં ત્રીસ ભેદ થાય.
આ સઘળા ભેદો એક એક ઇન્દ્રિયના અસંયમમાં હોય છે. જેમ કે પૂર્વોક્ત ત્રીસે ભેદવાળા સ્પર્શનેન્દ્રિયની અવિરતિવાળા હોય, બીજા ત્રીસ રસનેન્દ્રિયની અવિરતિવાળા હોય, એ પ્રમાણે ત્રીજા, ચોથા, અને પાંચમા ત્રીસ ત્રીસ જીવો ક્રમપૂર્વક પ્રાણ, ચક્ષુ, અને શ્રોત્રેન્દ્રિયની અવિરતિવાળા હોય માટે ત્રીસને પાંચ ઇન્દ્રિયની અવિરતિ સાથે ગુણતાં એકસો પચાસ ભેદ થાય.
તે એકસો પચાસ ભેદ હાસ્યરતિના .ઉદયવાળા હોય, બીજા દોઢસો શોક અતિના ઉદયવાળા હોય માટે તે યુગલ સાથે ગુણતાં ત્રણસો ભેદ થાય.
આ ત્રણસો ભેદ પુરુષવેદવાળા હોય, એમ બીજા અને ત્રીજા ત્રણસો ત્રણસો જીવો સ્ત્રીવેદ અને નપુંસકવેદના ઉદયવાળા હોય. માટે ત્રણસોને ત્રણ વેદ સાથે ગુણતાં નવસો ભેદ
થાય.
આ નવસો ભેદ અપ્રત્યાખ્યાનાવરણાદિ ત્રણ ક્રોધાદિ યુક્ત હોય છે. એટલે કે નવસો ભેદો અપ્રત્યાખ્યાવરણાદિ ત્રણ ક્રોધવાળા એ પ્રમાણે બીજા, ત્રીજા અને ચોથા નવસો નવસો અપ્રત્યાખ્યાનાવરણાદિ માન, માયા અને લોભવાળા હોય છે. માટે નવસોને ચાર કષાયે ગુણતાં છત્રીસો ભેદ થાય.
તે છત્રીસો ભેદો દશમાંથી કોઈ ને કોઈ યોગયુક્ત હોય છે, માટે છત્રીસોને દશ યોગે ગુણતાં છત્રીંસ હજાર ભેદ થાય.
આ રીતે એક સમયે એક જીવને ઘટતા ઓછામાં ઓછા દશ બંધહેતુના તે જ સમયે અનેક જીવ આશ્રયી મિથ્યાત્વાદિ ભેદોને ફેરવતાં બંધ હેતુના છત્રીસ હજાર ભાંગા થાય.
આ પ્રમાણે દશનો વિકલ્પ છત્રીસ હજાર પ્રકારે થયો, કેમ કે દરેક વિકલ્પમાં દશની