________________
૪૦
પંચસંગ્રહ-૧
અને દશ યોગમાંથી કોઈપણ એક યોગ. આ પ્રમાણે મિથ્યાત્વાદિનો એક એક ભેદ ગ્રહણ કરતાં ઓછામાં ઓછા દશ હેતુઓ એક સમયે એક જીવને હોય છે.
હવે એક સમયે અનેક જીવ આશ્રયી ભાંગાની સંખ્યા લાવવી હોય ત્યારે મિથ્યાત્વાદિના ભેદની સંખ્યા મૂકવી. કારણ કે એક સાથે એક જીવને મિથ્યાત્વના સઘળા ભેદનો ઉદય હોતો નથી, કોઈ ને કોઈ હોય છે, તો કોઈ જીવને કોઈ હોય છે. તથા ઉપયોગપૂર્વક જે ઇન્દ્રિયની અવિરતિમાં પ્રવર્તે તે લેવાની હોવાથી કોઈ જીવને કોઈ ઇન્દ્રિયનો અસંયમ હોય, કોઈ જીવને કોઈ હોય, એ પ્રમાણે કોઈ ને કોઈ કાયનો ઘાત,અને વેદ આદિ હોય, કોઈ ને કોઈ હોય માટે મિથ્યાત્વ આદિના સ્થાને તેના ભેદની સંખ્યા મૂકવી. તે આ પ્રમાણે–
મિથ્યાત્વ પાંચ પ્રકારે છે માટે પહેલાં તેના સ્થાને પાંચનો અંક મૂકવો. તેની પછી પૃથ્વીકાયાદિના ઘાતને આશ્રયી એકદ્રિકાદિના સંયોગથી ઉત્પન્ન થતા ભાંગાની પૂર્વે કહેલી સંખ્યા મૂકવી. ત્યારપછી ઇન્દ્રિયના અસંયમના પાંચ ભેદ છે માટે તેના સ્થાને પાંચ મૂકવા...
અહીં એમ શંકા થાય કે પાંચ ઇન્દ્રિય અને મન એમ છ ઇન્દ્રિયનો અસંયમ હોવાથી ઇન્દ્રિય-મનના સ્થાને છની સંખ્યા મૂકવી જોઈયે, પાંચની કેમ મૂકો છો? તેના ઉત્તરમાં કહે છે કે મનની અવિરતિ છે છતાં વિવલી નથી. કારણ કે પાંચ ઇન્દ્રિયની અવિરતિના અંતર્ગત જ મનની અવિરતિની વિવક્ષા કરી છે. પાંચ ઇન્દ્રિયની પ્રવૃત્તિ છતાં મન દરેકમાં પ્રવર્તે છે માટે.
તેની ઉપર હાસ્ય-રતિ, શોક-અરતિ એ યુગલના સ્થાને બે મૂકવા. કારણ કે એ બે યુગલનો ઉદય ક્રમપૂર્વક હોય છે; સાથે હોતો નથી. હાસ્યનો ઉદય હોય ત્યારે રતિનો ઉદય અવશ્ય હોય છે, એ પ્રમાણે શોકનો ઉદય હોય ત્યારે અરતિનો ઉદય અવશ્ય હોય છે, માટે હાસ્ય અને રતિ તથા શોક અને અરતિને સાથે જ લીધા છે. ત્યારપછી ત્રણ વેદોનો ક્રમપૂર્વક ઉદય થતો હોવાથી વેદના સ્થાને ત્રણ મૂકવા. ક્રોધ, માન, માયા અને લોભનો ક્રમપૂર્વક ઉદય થતો હોવાથી કષાયના સ્થાને ચાર મૂકવા.
- જો કે દશ હેતુમાં અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન એ ત્રણ કષાયના ભેદે ત્રણ હેતુ લીધા છે. પરંતુ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધનો ઉદય ત્યારે તેની નીચેના પ્રત્યાખ્યાનાવરણાદિ ક્રોધનો ઉદય અવશ્ય હોય છે. એ પ્રમાણે માનાદિનો ઉદય હોય ત્યારે ત્રણે માનાદિનો એક સાથે ઉદય હોય છે, છતાં ક્રોધ, માન આદિનો ઉદય ક્રમપૂર્વક થતો હોવાથી અંકસ્થાપનામાં કષાયના સ્થાને ચાર જ મુકાય છે. ત્યારપછી યોગની પ્રવૃત્તિ ક્રમપૂર્વક હોવાથી યોગના સ્થાને દશની સંખ્યા મૂકવી. અંક સ્થાપના આ પ્રમાણે–
યો. કવે. યુ. ઈ. કા. મિ. ૧૦–૪–૩–૨–૫-૬-૫-૮.
આ પ્રમાણે અંકસ્થાપના કર્યા પછી ભંગસંખ્યાનું જેટલું નિશ્ચિત પ્રમાણ આવે છે તે કહે છે
૧. જે કે એક સમયે ક્રિયા ઘણી થઈ શકે છે છતાં જેની અંદર ઉપયોગ હોય તે જ યોગની વિવફા થતી હોવાથી દશ યોગમાંથી એક યોગ એક સમયે લીધો છે.