________________
ચતુર્થદ્વાર
૪૦૫
બંધાતા તે અનંતાનુબંધીમાં પ્રતિસમય શેષ ચારિત્રમોહનીયનાં દલિકો સંક્રમાવે છે, સંક્રમાવીને અનંતાનુબંધીરૂપે પરિણમાવે છે. તેથી જ્યાં સુધી સંક્રમાવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી મિથ્યાષ્ટિ છતાં પણ અનંતાનુબંધીનો ઉદય હોતો નથી.
આ પ્રમાણે મિથ્યાદૃષ્ટિ છતાં અને અનંતાનુબંધી બાંધ્યા છતાં એક આવલિકાકાળ તેનો ઉદય હોતો નથી. તેના ઉદયનો અભાવ હોવાથી મરણ થતું નથી. કારણ કે અનંતાનુબંધી કષાયના ઉદય વિનાના મિથ્યાષ્ટિને સત્કર્મ આદિ ગ્રંથોમાં મરણનો નિષેધ કર્યો છે. તેથી ભવાંતરમાં જતાં જેનો સંભવ છે તેવા વૈક્રિયમિશ્ર, ઔદારિકમિશ્ર અને કાર્મણ એ ત્રણ યોગો પણ હોતા નથી, માટે દશ યોગમાંથી કોઈપણ યોગ હોય એમ કહ્યું છે.
તથા અનંતાનુબંધી, ભય અને જુગુપ્સાનો ઉદય વિકલ્પ હોય છે—કોઈ વખતે હોય છે, કોઈ વખતે નથી હોતો. જયારે તેઓનો ઉદય નથી હોતો ત્યારે જઘન્યપદે પૂર્વોક્ત દશબંધ હેતુઓ હોય છે. અને તેમાં અનંતાનુબંધી, ભય, જુગુપ્સા અને કાયનો વધ ભળે ત્યારે અગિયારથી આરંભી અઢાર હેતુઓ થાય છે. ૭
આ પ્રમાણે જઘન્યપદ ભાવિ દશ બંધહેતુઓ કહ્યા, તેઓના મિથ્યાત્વ અને કાયઘાતાદિને ફેરવતાં ઘણા ભાંગાઓ થાય છે તે ભાંગાઓના જ્ઞાન માટે ઉપાય કહે છે–
इच्चेसिमेगगहणे तस्संखा भंगया उ कायाणं । जुयलस्स जुयं चउरो सया ठवेज्जा कसायाणं ॥८॥ इत्येषामेकग्रहणे तत्संख्या भङ्गकास्तु कायानाम् ।
युगलस्य युगं चत्वारः सदा स्थापयेत् कषायाणाम् ॥८॥ અર્થ એક સમયે અનેક જીવ આશ્રયી ભાંગાની સંખ્યા લાવવા માટે તે મિથ્યાત્વાદિના એક એક ભેદનું ગ્રહણ કરતાં તેના ભેદની સંખ્યા મૂકવી, કાયના ભાંગાઓ મૂકવા, યુગલના સ્થાને બે મૂકવા, અને કષાયના સ્થાને ચારની સંખ્યા મૂકવી.
ટીકાનુ–પૂર્વની ગાથામાં કહ્યું એ રીતે એક સમયે એક જીવને મિથ્યાત્વાદિનામિથ્યાત્વ, કેયનો ઘાત, ઇન્દ્રિયનો અસંયમ, યુગલ, વેદ, કષાય અને યોગોના એક એક ભેદને ગ્રહણ કરતાં દશ બંધહેતુઓ થાય. તે આ પ્રમાણે–
પાંચ મિથ્યાત્વમાંથી કોઈપણ એક મિથ્યાત્વ, છ કાયમાંથી કોઈપણ એક કાયનો ઘાત, પાંચ ઇન્દ્રિયના અસંયમમાંથી કોઈપણ એક ઇન્દ્રિયનો અસંયમ, બે યુગલમાંથી કોઈપણ એક યુગલ, ત્રણ વેદમાંથી કોઈપણ એક વેદ, ક્રોધાદિ ચાર કષાયમાંથી કોઈપણ એક ક્રોધાદિ કષાય,
૧. જેમ બંધાવલિકા સકલ કરણને અયોગ્ય છે તેમ જે સમયે દલિકો અન્ય પ્રકૃતિમાં સંક્રમે તે સમયથી આરંભી એક આવલિકા તે દલિકોમાં પણ કોઈ કરણ લાગતું નથી માટે સંક્રમાવલિકા પણ સકલ કરણને અયોગ્ય છે. જે સમયે અનંતાનુબંધી બાંધે તે જ સમયે અપ્રત્યાખ્યાનાવરણાદિનાં દલિકો સંક્રમાવે છે તેથી બંધ અને સંક્રમનો સમય એક જ છે એટલે કમમાં કમ એક આવલિકા અનંતાનુબંધીનો ઉદય ન હોય તેમ કહ્યું છે.