________________
ચતુર્થદ્વાર
૪૦૧ સંભવ હોવાથી એ ત્રણ મેળવતાં છેતાળીસ બંધહેતુઓ થાય છે.
દેશવિરતિ ગુણઠાણે ઓગણચાળીસ બંધહેતુઓ હોય છે. કારણ કે અહીં અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય હોતો નથી, ત્રસકાયની અવિરતિ હોતી નથી, અને આ ગુણસ્થાનકે મરણનો અસંભવ હોવાથી વિગ્રહગતિમાં અને અપર્યાપ્તાવસ્થામાં સંભવતા કાર્પણ અને ઔદારિકમિશ્ર એ બે યોગો પણ હોતા નથી. તેથી પૂર્વોક્ત છેતાળીસમાંથી અપ્રત્યાખ્યાનાવરણ કષાય, ત્રસકાયની અવિરતિ, ઔદારિકમિશ્ર અને કાર્પણ એ સાત હેતુઓ દૂર કરતાં ઓગણચાળીસ બંધહેતુઓ હોય છે.
શંકા—દેશવિરતિ શ્રાવક માત્ર સંકલ્પથી ઉત્પન્ન થયેલ ત્રસની અવિરતિથી જ નિવર્યો છે, પરંતુ આરંભથી ઉત્પન્ન થયેલી અવિરતિથી વિરમ્યો નથી. આરંભથી ઉત્પન્ન થયેલ ત્રસની અવિરતિ તો શ્રાવકને કાયમ છે તો બંધહેતુમાંથી ત્રસની અવિરતિ કેમ દૂર કરો છો ?
ઉત્તર-અહીં ઉપરોક્ત દોષ ઘટતો નથી કારણ કે શ્રાવક યતના વડે પ્રવૃત્તિ કરતો હોવાથી આરંભથી ઉત્પન્ન થયેલ ત્રસની અવિરતિ હોવા છતાં પણ તેની વિવફા કરી નથી.
પ્રમત્ત સંયત ગુણસ્થાનકે છવ્વીસ બંધહેતુઓ હોય છે. છવ્વીસ શી રીતે હોઈ શકે? તો કહે છે–આ ગુણસ્થાનકે અવિરતિ સર્વથા હોતી નથી અને પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કનો પણ ઉદય હોતો નથી. તથા લબ્ધિસંપન્ન ચૌદ પૂર્વધર મુનિઓને આહારકદ્વિકનો સંભવ છે. માટે તે બે યોગી હોય છે. તેથી અવિરતિના અગિયાર ભેદ અને પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક એ પંદર બંધહેતુઓ પૂર્વોક્ત ઓગણચાળીસમાંથી કાઢતાં અને આહારક તથા આહારકમિશ્ર એ બે યોગ મેળવતાં છવ્વીસ બંધહેતુ થાય છે.
અપ્રમત્ત મુનિઓ લબ્ધિ ફોરવતા નહિ હોવાથી આહારકશરીર કે વૈક્રિયશરીરનો આરંભ કરતા નથી માટે તેઓને આહારકમિશ્ર કે વૈક્રિયમિશ્ર એ બે યોગ ઘટતા નથી. તેથી પૂર્વોક્ત છવ્વીસમાંથી વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર એ બે યોગ દૂર કરતાં ચોવીસ બંધહેતુઓ અપ્રમત્ત ગુણઠાણે હોય છે.
અપૂર્વકરણ ગુણઠાણે આહારક કાયયોગ અને વૈક્રિયકાયયોગ એ બે યોગ પણ હોતા નથી, માટે બાવીસ જ બંધહેતું હોય છે.
હાસ્યાદિ પર્કનો અપૂર્વકરણે જ ઉદયવિચ્છેદ થતો હોવાથી અનિવૃત્તિનાદર સંપરાયે સોળ બંધહેતુઓ જ હોય છે.
અનિવૃત્તિ બાદર સંપાયે ત્રણ વેદ તથા સંજવલન ત્રિકનો ઉદયવિચ્છેદ થતો હોવાથી સૂક્ષ્મસંપાયે દશ બંધહેતુઓ ઘટે છે.
૧. અહીં તેમ જ કર્મગ્રંથાદિમાં અપ્રમત્ત ગુણસ્થાનકે આહારકની જેમ વૈક્રિય કાયયોગ કહ્યો છે. પરંતુ તત્ત્વાર્થ સૂત્ર અ. ૨ સૂત્ર ૪૪ની સિદ્ધર્ષિગણિ ટીકામાં વૈક્રિય શરીર બનાવીને ઉત્તરકાળમાં પણ અપ્રમત્ત ગુણસ્થાનકે ન જાય એમ કહ્યું છે. તેથી એ અપેક્ષાએ અપ્રમત્ત ગુણસ્થાનકે વૈક્રિય કાયયોગ પણ ન ઘટે. પછી તો જ્ઞાની જાણે. પંચ૦૧-૫૧